વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.23
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૧૮
104
46945
166531
166449
2022-08-03T16:39:12Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૦૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
હોવાથી મોત્સાર્ટને ખાસ આકર્ષક લાગેલી. બીથોવનનો પણ આ પ્રિય
ઑપેરા છે. લૉરેન્ઝો દિ પોન્નીના લિબ્રેતોવાળા મોત્સાર્ટના બીજા
કૉમિક ઑપેરા બીથોવનને કદી ગમેલા નહિ. ગથે ‘ઝુબેરફ્`લોટ’થી
એટલો પ્રભાવિત થયેલો કે એણે એના અનુસંધાનમાં નવા ઑપેરાનો
લિબ્રેતો લખવો શરૂ કરેલો, પણ એ અધૂરો રહ્યો.
'''
<center>
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;"
|-
| ફિયોર્દીલીગી
| ફેરારા નગરની એક કુળવાન છોકરી
|-
| ડોરાબેલા
| ફિયોર્દીલીગીની બહેન
|-
| ડૅસ્પિના
| એ બંનેની નોકરાણી
|-
| ફૅરાન્ડો
| ડોરાબેલાનો જુવાન પ્રેમી અને મંગેતર
|-
| ગુગ્લીમો
| ફિયોર્દીલીગીનો જુવાન પ્રેમી અને મંગેતર
|-
| ડૉન ઍલ્ફોન્સો
| વૃદ્ધ ફિલસૂફ
|-
|}
</center>
સારાસ્ત્રો
તામિનો
stories of the cit
અવાજ ja
રાતરાણી
પામિના
ત્રણ છોકરડા
ત્રણ સ્ત્રીઓ
TOP
પાપાજિનો
પાપાજિના
મોનોસ્ટાટોસ
અંક .
<- 1
<style
સૂર્યનો પુરોહિત
એક પરદેશી રાજકુંવર
રાતરાણીની પુત્રી
એક પારધી
એક છોકરી
એક મૂર
એક સર્પના ડંખથી મૂચ્છિત રાજકુંવર તામિનોને ત્રણ સ્ત્રીઓ
સારવાર કરીને બચાવે છે, અને સર્પને મારી નાખે છે. તામિનો
ભાનમાં આવે છે એટલે પાપાજિનો આવીને એને એણે પોતે જ
બચાવ્યો એવી ખોટી ડંફાસ મારે છે. તેથી એને સજા કરવા માટે
ત્રણે સ્ત્રીઓ ભેગી મળીને એના મોંમાં ડૂચા મારી ઉપર પટ્ટો બાંધી
દે છે. પછી એ ત્રણે તામિનોને પામિનાનું ચિત્ર બતાવીને કહે છે
કે, “જો, કેટલી સુંદર છોકરી છે ! પણ એને સારાસ્ત્રો અપહરણ
કરીને ઉપાડી ગયો છે, તો તું એને બચાવી લાવ.” ત્યાં જ રાતરાણી<noinclude></noinclude>
najzntfezdxc4td9e5oam5h35hzdyze
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૦
104
46947
166549
166451
2022-08-04T03:50:04Z
Snehrashmi
2103
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />{{સ-મ|૧૧૦||મોત્સાર્ટ અને બીથોવન}}{{સ-મ|મોત્સાર્ટ||૧૧૦}}<hr></noinclude>
નથી. રાતરાણી આવીને પુત્રી પામિનાને ચાકુ આપે છે અને
સારાસ્ત્રોનું ખૂન કરવાનો હુકમ કરે છે. વળી મોનોસ્ટાટોસ આવીને
પામિનાને દબડાવે છે પણ ત્યાં સારાસ્ત્રો આવીને એને તગેડી મૂકે
છે, અને પામિનાને ખાતરી આપે છે કે રાતરાણી સાથેની એની
દુશ્મનાવટ અને વેર એ પામિના ઉપર વાળશે નહિ.
{{gap}}પછીના દૃશ્યમાં પાપાજિનો સમક્ષ એક કદરૂપી વૃદ્ધા પ્રકટ
થાય છે અને પોતાનું નામ પાપાજિના જણાવીને કહે છે : “હું તારી
મંગેતર છું.” પાપાજિનો દુઃખ અને ચિંતાથી વ્યાકુળ થઈ જાય છે.
પણ એટલું જ બોલીને પેલી તો તરત જ અલોપ થઈ જાય છે.
તામિનોની મૌનપરીક્ષા હજી પૂરી નથી થઈ, એ દુઃખી છે કારણ
કે એ પામિના સાથે વાતો કરી શકતો નથી. પામિના બોલે કે પૂછે
એનો એ પ્રતિભાવ નહિ આપી શકવાને કારણે પામિના હતાશ થઈ
જાય છે કે તામિનો એને ચાહતો નથી, એ રડવા માંડે છે. આ જોઈ
તામિનો ખૂબ જ વ્યથિત થઈ જાય છે. પાપાજિનો સમક્ષ પાપાજિના
નામની પેલી વૃદ્ધા ફરીથી પ્રકટ થાય છે પરંતુ તરત જ એ રૂપાળી
છોકરીમાં ફેરવાઈ જાય છે તેથી પાપાજિનો આનંદથી નાચી ઊઠે છે,
પણ પાપાજિના ફરીથી અલોપ થઈ જાય છે.
{{gap}}પ્રેમભગ્ન હતાશ પામિના આત્મહત્યાનો પ્રયાસ કરે છે પણ
ત્રણ છોકરડા આવીને એને બચાવી લે છે અને એને તામિનો પાસે
લઈ જાય છે. પાપાજિનાની પ્રતીક્ષામાં નિરાશ થઈને પાપાજિનો
પોતાને દોરડે લટકાવીને મરવા જ જતો હોય છે ત્યાં જ પેલા ત્રણ
છોકરા આવીને એને સમજાવે છે એટલે એ જાદુઈ ઘંટડી વગાડવી
શરૂ કરે છે. પરિણામે તરત પાપાજિના પ્રકટ થાય છે; અને મિલન
થાય છે.
{{gap}}પામિનાને પાછી મેળવવા રાતરાણી મોનોસ્ટાટોસની મદદ
મેળવે છે પણ સૂર્યપ્રકાશમાં એ બંનેનું જોર ઓગળી જાય છે.<noinclude></noinclude>
exzxzd4z6ueh83wszipcmeh41rknite
166550
166549
2022-08-04T03:50:37Z
Snehrashmi
2103
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />{{સ-મ|૧૧૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
નથી. રાતરાણી આવીને પુત્રી પામિનાને ચાકુ આપે છે અને
સારાસ્ત્રોનું ખૂન કરવાનો હુકમ કરે છે. વળી મોનોસ્ટાટોસ આવીને
પામિનાને દબડાવે છે પણ ત્યાં સારાસ્ત્રો આવીને એને તગેડી મૂકે
છે, અને પામિનાને ખાતરી આપે છે કે રાતરાણી સાથેની એની
દુશ્મનાવટ અને વેર એ પામિના ઉપર વાળશે નહિ.
{{gap}}પછીના દૃશ્યમાં પાપાજિનો સમક્ષ એક કદરૂપી વૃદ્ધા પ્રકટ
થાય છે અને પોતાનું નામ પાપાજિના જણાવીને કહે છે : “હું તારી
મંગેતર છું.” પાપાજિનો દુઃખ અને ચિંતાથી વ્યાકુળ થઈ જાય છે.
પણ એટલું જ બોલીને પેલી તો તરત જ અલોપ થઈ જાય છે.
તામિનોની મૌનપરીક્ષા હજી પૂરી નથી થઈ, એ દુઃખી છે કારણ
કે એ પામિના સાથે વાતો કરી શકતો નથી. પામિના બોલે કે પૂછે
એનો એ પ્રતિભાવ નહિ આપી શકવાને કારણે પામિના હતાશ થઈ
જાય છે કે તામિનો એને ચાહતો નથી, એ રડવા માંડે છે. આ જોઈ
તામિનો ખૂબ જ વ્યથિત થઈ જાય છે. પાપાજિનો સમક્ષ પાપાજિના
નામની પેલી વૃદ્ધા ફરીથી પ્રકટ થાય છે પરંતુ તરત જ એ રૂપાળી
છોકરીમાં ફેરવાઈ જાય છે તેથી પાપાજિનો આનંદથી નાચી ઊઠે છે,
પણ પાપાજિના ફરીથી અલોપ થઈ જાય છે.
{{gap}}પ્રેમભગ્ન હતાશ પામિના આત્મહત્યાનો પ્રયાસ કરે છે પણ
ત્રણ છોકરડા આવીને એને બચાવી લે છે અને એને તામિનો પાસે
લઈ જાય છે. પાપાજિનાની પ્રતીક્ષામાં નિરાશ થઈને પાપાજિનો
પોતાને દોરડે લટકાવીને મરવા જ જતો હોય છે ત્યાં જ પેલા ત્રણ
છોકરા આવીને એને સમજાવે છે એટલે એ જાદુઈ ઘંટડી વગાડવી
શરૂ કરે છે. પરિણામે તરત પાપાજિના પ્રકટ થાય છે; અને મિલન
થાય છે.
{{gap}}પામિનાને પાછી મેળવવા રાતરાણી મોનોસ્ટાટોસની મદદ
મેળવે છે પણ સૂર્યપ્રકાશમાં એ બંનેનું જોર ઓગળી જાય છે.<noinclude></noinclude>
7dgzclhez49eciruz7pyoaxax4ei5yi
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૨૧
104
46948
166551
166480
2022-08-04T03:55:42Z
Snehrashmi
2103
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Snehrashmi" />{{સ-મ|ઝુબેરફ્લોટ (મેજિક ફ્લૂટ)||૧૧૧}}<hr></noinclude>
મૌનપરીક્ષા પૂરી થાય છે. પછી અગ્નિ અને પાણીની પરીક્ષાઓમાંથી
પસાર થઈને તામિનોનું પામિના સાથે મિલન થાય છે.
{{center|'''<big>– અંત –</big>'''<br/>'''પ્રીમિયર શો'''<br/>'''થિયેટર ઑફ ડૅર વીડન, વિયેના, 30 સપ્ટેમ્બર 1791'''}}
<center>
{|style="border-right:૦px #000 solid;width:60%;padding-right:0.0em;"
|-
| સારાસ્ત્રો
| – {{gap|2em}}
| ફ્રાન્ઝ ઝેવર જર્લ
|-
| તામિનો
| – {{gap|2em}}
| બેનેડિક્ટ શૅક
|-
| રાતરાણી
| – {{gap|2em}}
| જૉસેફા વેબર હૉફર <br/> (મોત્સાર્ટની સાળી)
|-
| પામિના
| – {{gap|2em}}
| ઍના ગૉટ્લિબ
|-
| પાપાજિનો
| – {{gap|2em}}
| એમાન્યુઅલ શીકેનેડર
|-
| પાપાજિના
| – {{gap|2em}}
| બાર્બરા જર્લ
|-
| મોનોસ્ટાટોસ
| – {{gap|2em}}
| જોહાન જૉસેફ નૂસેલ
|-
|}
</center>
:{{gap}}પ્રીમિયર શો કંપોઝર મોત્સાર્ટ દ્વારા જ કન્ડક્ટ થયેલો.
{{center|<big><big>'''✤'''</big></big>}}<noinclude></noinclude>
c50nv06u8zbjvfc92wvw9heyfogty4a
સભ્યની ચર્ચા:Dilip m shah
3
46985
166530
2022-08-03T15:44:49Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Dilip m shah}}
-- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૨૧:૧૪, ૩ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
kzq0wihsus5izymxgt7mj27xreealtg
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૫
104
46986
166532
2022-08-04T03:25:23Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૫}}<hr></noinclude>બીથોવન
૧૪૫
મારી દેવી, મને હમણાં જ ખબર પડી કે અહીંથી
પોસ્ટમૅન રોજ ટપાલ લઈ જાય છે. એટલે આ કાગળ લખવો
બંધ કરી જલદી પોસ્ટ કરું છું જેથી તને એ આજે મળી જાય.
શાંત થા, ઠંડા દિમાગે વિચાર કરીને જ આપણે બંને સાથે રહી
શકીએ. શાંત થા ! મને પ્રેમ કર ! મને પ્રેમ કરતી રહેજે !
તારા હ્રદયના શ્રેષ્ઠ ચાક મારા વિશે ગેરસમજ કરીશ નહિ.
હંમેશાં તારો
હંમેશાં મારો
હંમેશાં આપણા બંન્નેનો
e all
બીથોવન
આ ‘ઇમ્પોર્ટલ બિલવિડ કોણ હતી ? કાગળોમાં સંબોધન
સ્પષ્ટ નથી. એ શોધવા માટે અસંખ્ય સંશોધકોએ અથાક પ્રયત્નો
કર્યા છે. કેટલાક માને છે કે એ કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડી હતી.
એ 1801માં બીથોવનની શિષ્યા હતી ત્યારે બીથોવન એના ઊંડા
પ્રેમમાં પડેલો એ વાત તો નક્કી જ છે. એ વખતે 1801માં એ
સત્તર વરસની હતી. અને એ જ વર્ષે બીથોવન એને પહેલી વાર
મળેલો. બીથોવન ભલે તેના ઊંડા પ્રેમમાં તરત પડી ગયો પણ
ગિયુલિટાને તો તેના પ્રત્યે માત્ર ગાઢ મિત્રતા અને અહોભાવ જ
હતાં. ઉનાળાની એક રાતે ગિયુલિટા સમક્ષ બીથોવને જ્યારે મુનલાઇટ
સોનાટા પિયાનો પર વગાડ્યો ત્યારે ગિયુલિટાએ બીથોવનને પોતાનો
એક નિર્ણય જણાવ્યો : રૂપાળા અને દેખાડવા જુવાન કાઉન્ટ ગાલેન્બર્ગ
સાથે તે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની હતી. આ સાંભળી બીથોવન
સળગી ઊઠ્યો, ક્રોધાવેશમાં એણે બરાડા પાડવા માંડ્યા અને રસ્તા
પર એ દોડવા માંડ્યો. ગિયુલિટાની કઝીન થેરિસા ફૉન બ્રૂત્સ્વિકને
મળીને બીથોવને આ વાત કરી. ગિયુલિટાના કાઉન્ટ ગાલેન્બર્ગ
સાથેના લગ્નપ્રસંગે બીથોવન હાજર રહેલો, પણ તેણે ઑર્ગન પર
શોકસંગીત વગાડી આનંદમંગલના પ્રસંગના રંગમાં ભંગ પાડેલો !<noinclude></noinclude>
g6ckfigqm0hnd9kv5kkzesm77xalgu1
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૬
104
46987
166533
2022-08-04T03:26:52Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૪૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>૧૪૬
મોત્સાર્ટ અને બીથોવન
બિચારી ગિયુલિટાનું નસીબ ફૂટેલું નીકળ્યું ! લગ્ન પછી એનો વર
જુગારી સાબિત થયો. હવે ગિયુલિટાને બીથોવન માટે સહાનુકંપા
થઈ ખરી, પણ એ ઘણી મોડી પડી. તેણે બીથોવનને પત્ર લખીને
પશ્ચાત્તાપનો એકરાર કર્યો અને એના અનુસંધાનમાં બીથોવને આ
ત્રણ પત્રો લખ્યા, જે ‘ઇમ્પોર્ટલ બિલવિડ’ નામે નામના પામ્યા.
દિલના ઊંડાણમાંથી બીથોવન ભલે હજી પણ ગિયુલિટાને ચાહતો
હોવા છતાં તે હવે તેને પરણવા માંગતો નહોતો તે વાત તેના આ
પત્રોમાંથી સ્પષ્ટ થાય છે. 1801ના નવેમ્બરમાં બીથોવને વેજિલરને
છેલ્લા વરસથી બહેરાશને કારણે એકલવાયી અને દુઃખી બનેલી
પોતાની જિંદગી વિશે લખેલું :
પણ હવે એક રૂપાળી અને આકર્ષક છોકરીને કારણે છેલ્લે
છેલ્લે સ્થિતિ બદલાઈ છે. પહેલી વાર મને લાગ્યું કે લગ્ન મને
સુખ આપી શકે. પણ અરેરે ! એ ખૂબ જ શ્રીમંત અને
ઍરિસ્ટોક્રેટિક છે ! તેથી આ લગ્ન અશક્ય છે.
અહીં અધ્યાહાર ઉલ્લેખ પામેલી છોકરી ગિયુલિટા જ હતી.
એના કુટુંબે મધ્યમ વર્ગના બીથોવન સાથે એને લગ્નની મંજૂરી આપી
હોય એ સંભવ જ નથી. 1803માં એ કાઉન્ટ ગૅલન્બર્ગને પરણી
ગઈ. વીસ વરસ પછી મિત્ર શીડ્લર આગળ બીથોવને આ
પ્રેમપ્રકરણ વિશે કહેલું : “એ મારા ઊંડા પ્રેમમાં હતી; એના પતિ
સાથેના પ્રેમ કરતાં તો કાંઈ કેટલાય વધારે.”
થેરિસા ફૉત બ્રૂશ્ર્વિક
Bol
પણ કેટલાક જીવનકથાકારો કહે છે કે આ ‘ઇમ્પોર્ટલ બિલવિડ’
પ્રેમપત્રો જેને સંબોધ્યા છે તે આ છોકરી નહિ, પણ બીજી ત્રણ
છોકરીઓ હોઈ શકે : તેરચૌદ વરસની થેરેસા માલ્ફાતી, બીજી
એમિલી સેબાલ્ડ અને ત્રીજી હંગેરિયન કાઉન્ટેસ થેરિસા ફૉન બ્રન્સ્ટિક.
આ છેલ્લી થેરિસા ફૉન બ્રન્સ્ટિક ગિયુલિટાની જ કઝિન હતી. વળી<noinclude></noinclude>
qcvhfessa8xnu6hh5zke0pr3ldc5zne
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૭
104
46988
166534
2022-08-04T03:28:05Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૭}}<hr></noinclude>બીથોવન
૧૪૭
કાગળોમાં માત્ર જુલાઈ છ અને જુલાઈ સાત એવી જ તારીખો છે,
વરસનો કોઈ જ ઉલ્લેખ નથી. છઠ્ઠી જુલાઈએ સોમવાર હોય એવાં
વર્ષો માત્ર આટલાં જ હતાં : 1795, 1801, 1807 અને 1812.
છતાં બીથોવનનો જીવનકથાકાર થૈયર માને છે કે આ કાગળો
1806માં જ લખાયા હોવા જોઈએ; કારણ કે એ જ વર્ષે એ
બ્રૂત્ત્વિકના પ્રેમમાં હતો. થૅયરના મત અનુસાર કાગળોમાં ખોટી
તારીખો નાંખવાની બીર્થોવનને આદત હતી. થેરિસા ફૉન બ્રન્સ્ટ્રિક
ખૂબ જ બુદ્ધિશાળી, ચતુર અને ભણવામાં અવ્વલ નંબર હતી.
બીથોવન એના પ્રેમમાં પડ્યો ત્યારે થેરિસા ફૉન બ્રૂન્ક્વિક ચોવીસ
વરસની હતી. એ પછી બીથોવન એની નાની બહેન જોસેફાઇનના
પ્રેમમાં પડ્યો. બિચારી જોસેફાઇને પોતાની મરજી વિરુદ્ધ 1799ના
જૂનમાં વૃદ્ધ કાઉન્ટ જોસેફ ડેઇમ સાથે પરણવું પડેલું ! લગ્નના ત્રણ
જ મહિનાને અંતે એ વૃદ્ધ પતિ મરી પરવાર્યો ! બીથોવને ફરીથી
જોસેફાઇન તરફ પ્રેમભરી નજર નાંખી. પણ સ્વર્ગસ્થ પતિથી સગર્ભા
જોસેફાઇનના જીવનનું ધ્યેય હવે એક જ હતું : મૃત પતિના સંભારણા
સમા બાળકનો ઉછેર, માવજત અને સારસંભાળ. બીથોવનને
લાલબત્તી ધરતાં જોસેફાઇને લખ્યું :
હું હૃદયપૂર્વક તને ચાહું છું. મને હજી જાણ થાય તે પહેલાં
જ તારા સંગીતે મને તારા તરફ ખેંચીને તારી બનાવી મૂકેલી.
તારા ઉમદા વ્યક્તિત્વ અને મારા પ્રત્યેના તારા પ્રેમને કારણે
મારો પ્રેમ વધુ ગાઢ બન્યો. આ પ્રેમ મારા જીવનનું એક અણમોલ
રત્ન બની રહેશે; તારો પ્રેમ જો શારીરિક વાસનાથી અલિપ્ત
હોય તો તો ખાસ. હું તને શારીરિક પ્રેમ હરગિજ આપી નહિ
શકું. પવિત્ર બંધન ફગાવીને હું તારી પાસે આવી શકીશ નહિ.
મારી ફરોનું પાલન કરતી વેળા હું વધુ યાતના અનુભવું છું
એટલું તને ભાન થાય તો સારું. હું જે પગલાં લઉં છું તેની
જ પાછળ ઉમદા હેતુ રહેલા છે.<noinclude></noinclude>
923d443ro6pxjd9tlzzd80dzf0i5m3y
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૮
104
46989
166535
2022-08-04T03:29:09Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૪૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>૧૪૮
ભવ્ય કૃતિઓનો આરંભ
JPIE
મોત્સાર્ટ અને બીથોવન
D
:
-
1803માં બીથોવને ભવ્ય કૃતિઓની રચનાનો આરંભ કર્યો.
એમાં સૌથી મોખરે છે ત્રીજી સિમ્ફની : ‘ઇરોઇકા’. આદર્શ વીર
નાયકના જીવનનું આલેખન કરતી એ સિમ્ફની ખરેખર મર્દાના છે.
એની છેલ્લી ગતમાં ટ્રમ્પેટ્સનો ઝાકમઝોળ – ફૅન્ફેર છે. આ ત્રીજી
સિમ્ફની ‘ઇરોઇકા’ મૂળમાં તો બીથોવને ફ્રેંચ ક્રાંતિના વીર નાયક
નેપોલિયોને અર્પણ કરેલી. પણ એ નેપોલિયોં આપખુદ બનીને ફ્રાંસ
પર સમ્રાટ થઈને ચઢી બેઠો અને પછી તો સમગ્ર યુરોપ રગદોળવા
માટે તત્પર થયો. આ સમાચાર સાંભળીને બીોવન તાડૂકી ઊઠ્યો,
‘પોતાની સ્વાર્થી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા હવે એ (નેપોલિયો) બીજા
માણસોના હક્કો પર તરાપ મારશે ? એમને ચગદી નાખશે ? એક
સાધારણ આદમીથી વિશેષ એ શું છે ? જનતાના અધિકારો પગ
તળે છૂંદીને પોતાની વાસનાઓ સંતોષશે ! માથે ચઢી બેસીને કાળો
ત્રાસ વર્તાવશે.’’ ગુસ્સામાં અર્પણપત્રિકા ફાડી નાંખીને બીથોવને તે
અર્પણ રદ કર્યું. સાથે સાથે તે સિમ્ફનીની મૅન્યુસ્ક્રિપ્ટનાં પહેલાં બે
પાનાં પણ ફાટી ગયેલાં. એ બે પાનાં શિષ્ય રીઝે ફરી લખી આપ્યાં.
એ પછી વાયોલિન સોનાટા ‘ક્રુત્ઝર’ અને ઑરેટોરિયો ધ માઉન્ટ
ઑફ ઑલિ’નો વારો આવ્યો. 1803ના એપ્રિલની પાંચમીએ આ
ઑરેટોરિયોનો પ્રીમિયર શો થયો. એ જલસામાં એ ઉપરાંત એની
પહેલી અને બીજી સિમ્ફનીઓનું પણ વાદન કરવામાં આવ્યું. એ
જલસામાં ચાલુ ભાવ કરતાં આગલી હરોળની ટિકિટોનો ભાવ
ત્રણગણો, વચ્ચેની હરોળની ટિકિટોનો ભાવ બમણો તથા બૉક્સિસની
ટિકિટોનો ભાવ ચારગણો રાખેલો તે છતાં ટિકિટ વગર ટળવળતા
લોકો કકળતા હતા ! આ જલસાથી બીથોવનને 1800 ફ્લોરિનનો
ચોખ્ખો નફો થયો. સ્કૉટિશ લોકધૂનોના સંગ્રાહક જ્યૉર્જ થોમ્સન
ઑફ એડિન્બર્ગે બીથોવન સાથે એક સોદો કર્યો : સ્કૉટિશ લોકધૂનો<noinclude></noinclude>
eoffwkcbp6mvu5htj3na1ejnbusqikn
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૯
104
46990
166536
2022-08-04T03:30:07Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૯}}<hr></noinclude>બીથોવન
૧૪૯
ઉપરથી બીથોવને છ સોનાટા લખી આપવાના હતા. થોડાં વર્ષો
પછી બીથોવને એ મુજબના છ સોનાટા લખીને એ સોદો પૂરો કર્યો.
એ જ વર્ષે 1803માં બીથોવને પ્રિન્સ લિમ્નોવ્સ્કીનો મહેલ
છોડી ભાઈ કાર્લ જોડે રહેવું શરૂ કર્યું. પ્રકાશકો અને જલસાના
આયોજકો સાથે વાટાઘાટો કરવામાં કાર્લ બીથોવનનો સફળ સેક્રેટરી
સાબિત થયો. પણ એના ધંધાદારી કાગળો વાંચતાં તો એ સાવ
ફાંકેબાજ ગધેડો જ હોય એવું લાગે છે ! કદાચ એવું પણ હોય કે
ફાંકેબાજ બીથોવને જ એને એવા કાગળો લખવાની સૂચના આપી
હોય !
શિકેનેડરે પોતાના થિયેટર માટે બીથોવનને ઑપેરા લખવાનું
કામ સોંપ્યું. પોતે જ લખેલા લિબ્રેતો ઉપર જ બીથોવને ઑપેરા
લખવાનું વિચાર્યું; તેનું નામ પણ નક્કી કરી નાંખેલું : ‘વેસ્તાસ
ફ્યુઅર’. પણ આ યોજના કદી ફળીભૂત થઈ નહિ. એ વખતના
પૅરિસના એક શ્રેષ્ઠ વાયોલિનીસ્ટ રૂડોલ્ફ ક્રુઇત્ઝરને તેણે વાયોલિન
અને પિયાનો માટેનો એક સોનાટા લખી અર્પણ કર્યો જે ‘ક્રુઇત્ઝર’
નામે ઓળખાયો. કેન્ટાટા મીરેસ્ટીલે ઉન્ડ ગ્લુક્લીએ ફાર્ટ’ લખી તેણે
ગથેને અર્પણ કર્યો. રૌદ્ર રસથી તરબતર પિયાનો કન્ચુર્ટો નં. 5 લખ્યો.
બીથોવનની પાંચમી સિમ્ફનીને હૉફર્મને સૌથી વધુ સાદી સૂરાવલિઓ
વડે બનતી બોલકી સિમ્ફની તરીકે ઓળખાવી છે. બીથોવનની છેલ્લી
નવમી સિમ્ફનીમાં ફ્રેંચ નવલકથાકાર રોમાં રોલાંને સમગ્ર વિશ્વ
પ્રત્યેની બીથોવનની અનુકંપા નજરે પડી છે. બીથોવને ભલે
મોત્સાર્ટની જેમ ફ્રીમેસન સંપ્રદાય અંગીકાર કર્યો નહિ, પણ અહીં
કવિ શીલરના કાવ્ય ‘ઓડ ટુ જૉય’ની બીથોવને કરેલી પસંદગીમાં
વિશ્વબંધુત્વનો ભાવ મોત્સાર્ટ જેવો જ જણાય છે. જૉસેફ ક્રીપ્સના
અભિપ્રાય મુજબ નવમી સિમ્ફની બીથોવનનું શ્રેષ્ઠ સર્જન છે. ફ્રેંચ
સંગીતકાર હૅક્ટર બર્લિયોઝના માનવા મુજબ બીથોવનના સમગ્ર<noinclude></noinclude>
cj6zi0tmb5l9coj8wj9o6vz2h45l165
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૦
104
46991
166537
2022-08-04T03:31:07Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૦}}<hr></noinclude>મોત્સાર્ટ અને બીથોવન
૧૫૦
સંગીતમાં તેની નવમી સિમ્ફની વગાડવાની દૃષ્ટિએ સૌથી વધુ અઘરી
છે. પોતાના છેલ્લા પિયાનો સોનાટાઓ, નવમી સિમ્ફની અને ‘મિસા
સોલેમિસ' રચી લીધા પછી 1825માં બીથોવન ફરી વાર સ્ટ્રીન્ગ
ક્વાર્ટેટના રૂપ તરફ આકર્ષાયેલો. આ છેલ્લા તબક્કાના તેના પાંચ
સ્ટ્રીન્ગ ક્વાર્ટેટ (નં. 12, 13, 14, 15 અને 16) તથા બીજી એક
રચના ‘ગ્રોસ યુગ’ (ઓપસ 133) આજે બીથોવનના સર્જનનાં
ઉત્તુંગ શૃંગો ગણાય છે. રોમાં રોલાંને તેમાં ટ્રેજેડીનાં ચરમબિંદુઓ
દેખાયાં છે, ઉપરાંત કંટાળો, ઘરઝુરાપો, ક્રોધાવેશ અને કોરી ખાતી
એકલતામાંથી છુટકારો પામવાની તેની મથામણો પણ નજરે પડી
છે. પંદરમા સ્ટ્રીન્ગ ક્વાર્ટેટની ગત ‘સૉન્ગ ઑફ ગ્રેટીટ્યુડ ટુ ધ
ડિવાઇન સ્પિરિટ ફ્રૉમ એ કોન્વાલેસેન્ટ ઇન ધ લિડિયન મોડ'માં
સોળમી સદી જેવી પોલિફોની સંભળાય છે. શું બીથોવને હેતુપૂર્વક
જ્વેસ્વાલ્ડો કે આલ્કન્દો દ લાસોનું અનુકરણ કર્યું ? એમ કર્યું હોય
એવું લાગતું તો નથી જ; કારણ કે બીથોવને પોતે જ કહેલું કે, “એ
પૂર્વસૂરિ સંગીતકારોના મનોગતમાં ઊતર્યા વિના કરેલી નકલખોરી
તદ્દન નિરર્થક છે.”
ફિડેલિયો
બીથોવનના એકમાત્ર ઑપેરા ‘ફિડેલિયો’નો પ્રીમિયર શો
વિયેનામાં 1805ના નવેમ્બરની વીસમીએ થયો. કંગાળ રિહર્સલ્સની
સીધી અસર એ પ્રીમિયર શો પર પડેલી. ગાયકોએ તદૃન વેઠ ઉતારેલી.
ત્રણ રાત્રીના ત્રણ શો પછી એ ફ્લૉપ ગયો. એની આવી હાલત
થવાને કારણે બીથોવને મનમાં મક્કમ ગાંઠ વાળી કે હવે પછી
ઑપેરાનો સ્પર્શ પણ કરવો નહિ, એવી વાયકા પ્રચલિત છે. પણ
આ વાયકા નિરાધાર છે. પછીનાં થોડાં વરસો સુધી બીથોવન સતત
સારી ટેક્સ્ટ લિબ્રેતો ની શોધમાં હતો. થોડો વખત એણે
‘મૅકબેથ’ વિશે વિચાર્યા પછી એનું ધ્યાન ગથેના ‘ફૉસ્ટ’ ઉપર ઠર્યું.
-
-<noinclude></noinclude>
n2mozx9jezkaj5xskftfugpb5px5yd3
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૧
104
46992
166538
2022-08-04T03:32:26Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૧}}<hr></noinclude>બીથોવન
૧૫૧
‘ફૉસ્ટ’ ઉપરથી જો કોઈએ સારો લિબ્રેતો તૈયાર કરી આપ્યો હોત
તો તેણે એના પર જરૂર ઑપેરા લખ્યો હોત. ‘ફિડેલિયો'ના
પ્રીમિયર શો માટેના ઑવર્ચરથી અલગ જ એવા એ ઑપેરા માટેના
ત્રણ નવા ઓવર્ચર્સ એણે પછીનાં વર્ષોમાં અલગ અલગ સમયે
લખેલા.
1806ની પાનખરમાં વિયેનાના દરબારી થિયેટર સમક્ષ
બીથોવને એક દરખાસ્ત મૂકી : વિયેના દરબાર અને બીથોવન
એકબીજા સાથે એક કૉન્ટ્રેક્ટ કરે અને એ કૉન્ટ્રેક્ટ અનુસાર પ્રત્યેક
વર્ષે બીથોવન એ થિયેટરને એક ઑપેરા અને એક ઑપેરેટા લખી
આપે. બદલામાં થિયેટર બીથોવનને વાર્ષિક 2,400 ફ્લોરિનની રકમ
ચૂકવે. આ દરખાસ્ત તરત જ ફગાવી દેવામાં આવી. પણ એ જ
દરબારના એક સભ્ય અને થિયેટરના ડાયરેક્ટર પ્રિન્સ ઍસ્ટર્ડેઝીએ
બીથોવન પાસે એક માસ માંગ્યો, અને એણે માસ લખી આપ્યો.
તવસર્જન
1806, 1807 અને 1808માં બીથોવને નવી કૃતિઓ
લખી : ચોથી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ. રૌદ્ર રસ, વીરરસ
અને ઉદ્વેગથી છલકાતી પાંચમી સિમ્ફની ‘ફેઇટ નૉકિન્ગ ઍટ ધ
ડૉર’ના લાડકા નામે જાણીતી બની છે. માનવી સાથે સંતાકૂકડી રમતી
નિયતિ આ સિમ્ફનીનો વિષય છે. છઠ્ઠી સિમ્ફની ‘પૅસ્ટોરેલ’ નામે
જાણીતી બની છે. ગોપજીવનના અદ્ભુત રસને એમાં કેન્દ્રસ્થાને મૂક્યો
છે. વિયેના ખાતેનો શ્રીમંત રશિયન ઍમ્બેસેડર કાઉન્ટ રેઝૂમોવ્સ્કી
સૂઝ-સમજવાળો સંગીતનો મહારસિયો જ માત્ર નહોતો પણ એક
ઉમદા વાદક પણ હતો. વિયેના ખાતેના પોતાના મહેલમાં એણે ચાર
વાદકોના અંગત જૂથ ‘ક્વાર્ટેટ’ની રચના કરેલી. (એમાંથી એક વાદક
તો એ પોતે જ હતો.) એણે બીથોવન પાસે ચાર વાદકો માટેની
નાનો, એકાંકી ઑપેરા.
***<noinclude></noinclude>
8uhgc51selo4sku0qlvgxmpmy6po38v
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૨
104
46993
166539
2022-08-04T03:33:38Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૫૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>મોત્સાર્ટ અને બીથોવન
૧૫૨
થોડી ‘ક્વાર્ટેટ’ રચનાઓ માગી. તેને માટે બીથોવને જે ક્વાર્ટેટ્સ
લખ્યાં તે ‘રેઝૂમોવ્સ્કી ક્વાર્ટેટ્સ’ નામે જાણીતાં બન્યાં. એમાં બીથોવને
કેટલીક રશિયન લોકધૂનોનો પણ ઉપયોગ કર્યો છે. એ કાઉન્ટ
મહેલમાં, બસ, સંગીતના જલસા કરતો ઃ શુપૅન્જિક પ્રથમ વાયોલિન
વગાડતો, કાઉન્ટ પોતે બીજું વાયોલિન વગાડતો, વીસ વાયોલા
વગાડતો અને લિન્કે ચૅલો વગાડતો. એ સમયે બીથોવને આ ઉપરાંત
‘કોરિયોલૅન’ ઑવર્ચર, પિયાનો કન્ચુર્ટો નં. 4, એક ચૅલો સોનાટા
(ઓપસ 69) તથા એક કોરલ ફૅન્ટાસિયા પણ લખ્યા.
વૉક આઉટ
1806ના ઑક્ટોબરમાં અંતરિયાળ વિસ્તારમાં લિમ્નોવ્સ્કીના
કિલ્લા ‘ગ્રાટ્ઝ કેસલ’માં બીથોવન લિગ્નોસ્કી સાથે રહેતો હતો. એક
સાંજે લિમ્નોવ્સ્કીએ થોડા મહેમાનોને ડિનરપાર્ટી માટે આમંત્રેલા.
લિમ્નોવ્સ્કીએ એ મહેમાનોને વચન આપેલું કે જમ્યા પછી મહાન
સંગીતકારને પિયાનો વગાડતા સાંભળવા મળશે. બીથોવનને એ
વખતે પિયાનો વગાડવાની જરાય રુચિ નહોતી. (એ મહેમાનોમાં
કેટલાક નેપોલિયોના લશ્કરના અફસરો હતા માટે ?) પણ પ્રિન્સ
લિમ્નોવ્સ્કીએ બીથોવનને ભારપૂર્વક આગ્રહ કર્યો અને માની જઈને
પિયાનો વગાડવા આજીજી કરી. બીથોવને એક રૂમમાં જઈને
અંદરથી નકૂચો વાસી દીધો. લિમ્નોવ્સ્કીએ બારણું ખૂબ ઠોક્યું પણ
બીથોવને ખોલ્યું જ નહિ. ક્રોધિત લિમ્નોવ્સ્કીએ બારણું તોડી નાંખ્યું.
એથી પણ વધુ ગુસ્સે ભરાયેલા બીથોવને નજીક પડેલી એક ખુરશી
ઊંચકીને લિમ્નોવ્સ્કી પર ઉગામી. લિમ્નોવ્સ્કી જાન બચાવવા
ભાગ્યો. રાતોચોળ બીથોવન વરસતા ધોધમાર વરસાદમાં લિગ્નોસ્કીનો
કિલ્લો છોડી પગે ચાલી નીકળ્યો. નજીકના કોઈ ગામમાં તેણે તે રાત
વિતાવી. બીજે દિવસે વિયેના પહોંચી બીથોવને લિમ્નોસ્કીને કાગળ
લખ્યો :<noinclude></noinclude>
dnpr2afp1zo96286jr8uiuzdxiq22t0
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૩
104
46994
166540
2022-08-04T03:34:33Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૩}}<hr></noinclude>બીથોવન
પ્રિન્સ,
૧૫૩
તમે જે કાંઈ છો તે તમારા જન્મને પ્રતાપે છો. હું જે
કાંઈ છું તે મારે પોતાને પ્રતાપે છું. હજારો પ્રિન્સ આ દુનિયામાં
છે, અને હજી બીજા હજારો પ્રિન્સ આ દુનિયામાં આવશે; પણ
બીથોવન બીજો નહિ જ મળે !
શું કલાની સાચી કદર કરનારા લિમ્નોવ્સ્કી જેવા રાજકુંવરો
દુનિયામાં સદા સર્વત્ર જોવા મળે છે ખરા ? ખફા થયેલ
લિમ્નોવ્સ્કીએ બીથોવનને પોતે આપી રહેલ 600 ફ્લોરિનનું વર્ષાસન
કાયમ માટે બંધ કર્યું. બીથોવન સાથે સંબધોનો છેડો તેણે સદા માટે
ફાડી નાંખ્યો !
બગડતો જતો સ્વભાવ
જેમ જેમ વર્ષો વીતતાં ગયાં એમ એમ દુનિયાથી પોતાની
બહેરાશ છુપાવવી બીથોવન માટે અશક્ય બની. પણ કદાચ એના
જ પ્રત્યાઘાત રૂપે બીથોવનનો તુંડમિજાજ, ક્રોધ અને અહંકાર વધતા
જ ગયા. 1808માં એ પોતાના કેમિસ્ટ ઍન્ડ ડ્રેગિસ્ટ ભાઈ જોહાન
સાથે ઝઘડી પડ્યો. એનું કારણ એ હતું કે વર્ષો અગાઉ જોહાને
બીથોવનને ઉધાર આપેલા પૈસા જોહાને અત્યારે પાછા માંગેલા. લિન્ઝ
નગરમાં જોહાન અત્યારે નવું ઘર અને નવી દુકાન ખરીદવા માંગતો
હતો. આ માટે એને પૈસાની તાતી જરૂર હતી. પણ મૂરખ બીથોવને
આ માંગણીને પોતાના ઘોર અપમાન તરીકે ખપાવી ! એણે શપથ
લીધા કે એ ભવિષ્યમાં કદી જોહાન જોડે વાતચીત નહિ કરે અને સંબંધ
પણ નહિ રાખે ! પણ એનાથી તો જોહાનના ધંધામાં ઊની આંચ પણ
આવી નહિ. એને ફ્રેંચો પાસેથી મોટા ઑર્ડર મળવા શરૂ થયા.
બીથોવનના આધુનિક જીવનકથાકારોએ એક મહત્ત્વની
જવાબદારી પાર પાડી છે. બીથોવને અન્ય ઉપર કરેલા આક્ષેપોમાંથી
અને બદનક્ષીમાંથી તેમણે સત્યાસત્યતા શોધી કાઢી છે. મોટા ભાગના<noinclude></noinclude>
m86ypdh7o6zsjdh5677319zuv3dytt1
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૪
104
46995
166541
2022-08-04T03:35:20Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૫૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>૧૫૪
મોત્સાર્ટ અને બીોવન
કિસ્સામાં તટસ્થ તપાસ પછી એવું ફલિત થયું છે કે બીથોવન જ
ખોટો હતો. બીથોવને કરેલા એવા એક આક્ષેપનો બીથોવનના એક
શિષ્ય ઝેર્નીએ પોતાની જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં વિરોધ કરેલો.
બીથોવનનો એ આક્ષેપ એવો હતો કે વિયેનાનગરીએ એની સદંતર
ઉપેક્ષા કરેલી. ઝેર્ની એનું ખંડન કરતાં કહે છે :
સાચી વાત સાવ જુદી જ છે. પહેલેથી જ એક અજાણ્યા
યુવાન સંગીતકાર તરીકે બીથોવન તરફ વિયેનાવાસીઓ અને
એમાંના શ્રીમંતો તો ખાસ એને માન અને ધ્યાન આપતા
આવેલા. એના મિજાજી સ્વભાવ અને તોછડા વર્તનના અનુભવો
પછી પણ વિયેનાવાસીઓનાં તેના પ્રત્યેનાં પ્રેમ અને માન
યથાવત્ રહેલાં. વિયેના સિવાય બીજી કોઈ જ નગરી એની
આવી ઉદ્ધતાઈ અને બદમિજાજી સાંખી લેત નહિ. એક કલાકાર
તરીકે એ હરીફો સાથે ઝઘડતો, પણ જનતા એમાં સંડોવાતી
નહિ. જનતા નિર્દોષ હતી. એને બિનશરતી પ્રેમ અને માન
આપવામાં વિયેનાવાસીઓ કદી પાછા પડેલા નહિ.
–
-
વ્યક્તિગત ધો૨ણે એની સાથે મેળ પાડવો મહામુશ્કેલ હતો.
એનાં બે લક્ષણો – બહેરાશ અને બેધ્યાનપણું – ને કારણે રોજિંદી
વ્યવહારુ વિધિઓ અને ખાસ તો ઑર્કેસ્ટ્રા કે કોય૨ના કન્ડક્ટિન્ગમાં
એને પારાવાર તકલીફ પડતી. પાંચમી સિમ્ફનીના રિહર્સલ્સ દરમિયાન
1808માં તો એણે ઑર્કેસ્ટ્રાને એટલી હદે ઉશ્કેરી મૂક્યો કે વાદકોએ
શરત મૂકી કે રિહર્સલ્સ દરમિયાન બીથોવન ગેરહાજર રહે તો જ
એની કૃતિઓ વગાડવામાં આવશે. ઊંચા સ્વરો તો કદી એને સંભળાતા
જ નહોતા અને બીજું કે ચાલુ કન્ડક્ટિન્ગે એ વિચારોમાં ખોવાઈ જતો
તેથી સમયની ગણતરીમાં ભૂલ કરીને ઑર્કેસ્ટ્રાને ખોટી સૂચનાઓ
આપતો રહેતો. એના કોરલ ફેન્ટાસિયાના રિહર્સલ્સ દરમિયાન એક
વા૨ એણે અધવચ્ચે ઑર્કેસ્ટ્રાને અટકાવીને નવેસ૨થી એકડેએકથી
આરંભ કરવાની ફરજ પાડી. સ્વાભાવિક રીતે જ એનું આ વર્તન<noinclude></noinclude>
179yqxc6ghniz7l5jcoxh5zx0uee94n
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૫
104
46996
166542
2022-08-04T03:36:02Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૫}}<hr></noinclude>બીથોવન
૧૫૫
વાદકોને ઘો૨ અપમાન સમું લાગ્યું, એટલે એમણે એનો ઇનકાર કર્યો.
પણ થોડી વાર રહીને પોતાની અક્કલ ઠેકાણે આવતાં એણે પોતાની
અન્યમનસ્ક પરિસ્થિતિનો એકરાર કરી લઈ વાદકોની નમ્રતાપૂર્વક
માફી માંગી લઈને આ મામલો થાળે પાડ્યો. સ્વભાવમાં આવી
મૂળભૂત ખામીઓ હોવા છતાં એનામાં એવું કાંઈક હતું ખરું જ, કે
એ મિત્રોને એના તરફ ચુંબકની માફક ખેંચી લાવતું. એની સાથે
થોડી પણ આત્મીયતા થયા પછી માણસ એના તરફ આકર્ષાયા વિના
રહી શકતો નહોતો. એના જૂના સંગીતશિક્ષક રીઝે એને માટે
કહ્યું છે :
શ્રી
177
બીથોવન પૂર્ણતયા સારો અને દયાળુ માણસ હતો. એ
પોતાના તરંગતુક્કા અને આવેશનો જ ભોગ બનતો. એનો ગુસ્સો
તરત જ ગાયબ થઈ જતો ક્ષણભંગુર જ હતો. એ હળવા
મિાજમાં તો ટુચકા પણ કરતો રહેતો. યુદ્ધ દરમિયાન એણે
જર્મન લશ્કરને દાન આપતા રહીને દેશને મદદ પણ કરેલી.
પ્રેમ અને પૈસો
-
1800થી 1810ના દાયકામાં બીથોવને વિપુલ માત્રામાં
પ્રોલિફિક – સર્જન કર્યું. પણ એ ફળદ્રુપ અને બહુપ્રસૂન દાયકાથી
વિપરીત 1811થી 1820ના દાયકામાં એણે ખૂબ ઓછી કૃતિઓ
સર્જી. આ બીજા દાયકા દરમિયાન એ પોતાની છપાતી જતી કૃતિઓનાં
પ્રૂફરીડિન્ગ તથા પ્રકાશકો સાથેના પત્રવ્યવહારમાં ગળાડૂબ હતો તેથી
નવી કૃતિઓનું સર્જન ઓછું થઈ ગયું એવાં બહાનાં જે જીવનકથાકારો
આગળ ધરે છે તે તદન પાયા વિનાનાં અને જુઠ્ઠાં છે. ઊલટાનું ગયા
દાયકાની મહેનતથી લાગેલો માનસિક થાક આ સર્જનમાંદ્ય માટે
જવાબદાર હોઈ શકે. બીજું, 1811થી 1820 દરમિયાન એનું ધ્યાન
સંગીત પરથી હટીને બીજી બે વાતોમાં પરોવાયેલું. એ બે વાતો
હતી : પ્રેમ અને પૈસો. 1810થી બીથોવન ફરી એક વાર પાછો
-<noinclude></noinclude>
sj0beelbx4mr6po8ia89r6qi6lhrf2e
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૬
104
46997
166543
2022-08-04T03:36:42Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૫૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>૧૫૬
મોત્સાર્ટ અને બીથોવન
છેલછબીલો વરણાગિયો બની ગયેલો; મોંઘાંદાટ ફૅશનેબલ વસ્ત્રો અને
ટાપટીપની પળોજણોમાં ગળાડૂબ થઈ ગયેલો. એ જ વર્ષે થેરેસા
માલ્ફાતીને એણે લગ્નની દરખાસ્ત કરેલી, પણ સત્તર વરસની
માલ્ફાતીએ ચોખ્ખી ના જ સંભળાવેલી. એ પછી બીથોવને મૅરી
બિગોટ અને ઍમિલી ફૉન સેબાલ્ડ સાથે પોતાના નસીબનો મેળ
બેસાડવા દાણા ચાંપી જોયા. પણ એ બે છોકરીઓએ પણ એને
ઠુકરાવ્યો.
બૅટિના ફૉત અંતિમ
એ ત્રણ છોકરીઓ પછી વારો આવ્યો બૅટિના ફૉન ઍર્નિમનો.
1810માં જ એ બંને મળેલાં. એ પણ દેખાવડી હતી. બીથોવનના
જીવનકથાકારોએ બધી જ છોકરીઓ ઉપર કરેલું ગહન સંશોધન આ
બૅટિના ઉપર પણ કર્યું છે. બૅટિના સારી લેખિકા હતી. ગથેની સાથે
એ પત્રવ્યવહાર કરતી. ગથે પણ એની તરફ આકર્ષાયેલો. પણ
બીથોવન જોડે બૅટિનાનો સંબંધ ખૂબ જ ટૂંકા ગાળામાં આત્મીય થઈ
ગયેલો, એમ બૅટિનાના ગથે પરના પત્રોથી જાણવા મળે છે. જોકે,
એમાં પોતાની ભાષા પરની પકડ દ્વારા મૂળ વાતને જરા બહેકાવીને
લખ્યું હોય એવું કેટલાકનું માનવું છે. પત્રો બીથોવનના મૃત્યુ
પછી બાર વરસે 1839માં એક જર્મન સામયિકમાં છપાયેલા. એમાંના
એક પર બીથોવને પણ સહી કરી છે. બૅટિના ફૉન ઍર્નિમ તો એ
છોકરીના લગ્ન પછીનાં નામ-અટક છે. એનું પિયરનું નામ હતું –
એલિઝાબેથ બ્રેન્ટાનો. એ બીથોવનના મિત્ર ક્લેમેન્સ બ્રેન્ટાનોની
બહેન હતી.
બીથોવન અને ગથે
બીથોવન અને ગથે ઘણાં લાંબા સમયથી એકબીજાને મળવાની
તમન્ના સેવી રહેલા. ટૅપ્લીટ્ઝ ખાતે બીથોવન અને ગથે 1812માં
પહેલી વાર મળ્યા. મુલાકાત પછી ગથેએ પત્નીને લખ્યું :<noinclude></noinclude>
dzc279hll6jotqhrwtrlsiubyrua55m
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૭
104
46998
166544
2022-08-04T03:37:46Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૭}}<hr></noinclude>૧૫૭
at of
એના કરતાં વધુ શક્તિશાળી, તરવરિયો અને વફાદાર
કલાકાર હજી સુધી મે જોયો નથી. દુનિયા જોવાની એની એકાંગી
દૃષ્ટિ હું સમજી શકું છું.
બીથોવન
પણ મિત્ર ઝેલ્ટરને એ જ ગથેએ લખ્યું :
એની શક્તિઓથી હું પ્રભાવિત અને આશ્ચર્યચકિત થયો.
પણ દુર્ભાગ્યે એનું વ્યક્તિત્વ તદન અણઘડ અને જંગલી છે.
દુનિયા નઠારી છે એવી એની વાત સાચી છે. પણ બીજાઓ
પ્રત્યે પોતાના વર્તનથી જીવનને થોડું પણ વધારે જીવવા લાયક
બનાવવાનો એ પ્રયત્ન કરતો નથી.
ટેપ્લીટ્ઝમાં પ્રદર્શન
ટૅપ્લીટ્ઝમાં બીથોવને એક અનોખો નામચીન તમાશો કર્યો.
એ સિઝનમાં ટૅપ્લીટ્ઝ સેલિબ્રિટીઝથી ભરપૂર હતું. ત્યાં એક દિવસ
દરબારમાં ઑસ્ટ્રિયાની સામ્રાજ્ઞી અને બીજા રાજાઓ સાથેના
મેળાવડામાં બીથોવને ગર્થને કહ્યું, “હું તો ભલભલા રાજાને મારા
પગની જૂતી જ ગણું છું. મારો હાથ પકડીને મારી સાથે જ ચાલ.
આપણે એમને માટે રસ્તો કરવાનો હોય નહિ, એમણે ખસી જઈને
આપણને રસ્તો આપવાનો હોય.” પણ ગથેએ એને સાથ આપવાની
ના પાડી અને સામ્રાજ્ઞી પસાર થઈ ગઈ ત્યાં સુધી માથેથી હૅટ ઉતારીને
બાજુમાં થોડું ઝૂકી જઈને ઊભો રહી ગયો. પણ બીથોવન તો અદબ
વાળીને, માથું અક્કડ રાખીને સહેજ પણ ઝૂક્યા વિના સામ્રાજ્ઞી સાથે
ઘસાઈને ક્રૉસ થયો. હાજર રહેલા બધા જ રાજા અને રાજકુંવરોએ
બીથોવનની આ ગુસ્તાખીની સસ્મિત નોંધ લીધી.
અહીં બીથોવનની ક્રાંતિકારી સમાજવાદી જેહાદ જોઈ શકાય
ખરી ? એના આવા તોછડા અને ઉદ્ધત વર્તનથી તો એ સ્પષ્ટ થાય
છે કે એને મન સામાજિક, આર્થિક અને રાજકીય મોભાનું કેટલું બધું
મહત્ત્વ હતું ! એ વિયેના રહેવા આવ્યો એવામાં જ એક વાર<noinclude></noinclude>
qzp6dqjk30b3btc4em7rgmvgpua0x8k
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૮
104
46999
166545
2022-08-04T03:38:42Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૫૮||મોત્સાર્ટ અને બીથોવન}}{<hr></noinclude>૧૫૮
મોત્સાર્ટ અને બીથોવન
મેજબાનોના જમવાના ટેબલની બાજુના ટેબલ ૫૨ એને ભોજન માટે
બેસાડવામાં આવતાં એનો મિજાજ છટકેલો. પછી એને મેજબાનોએ
પોતાના ટેબલ પર સામેલ કરી લેતાં એનો મિજાજ ઠેકાણે આવી
ગયેલો. આર્ચડ્યૂક ચુડૉલ્ફ એનો શિષ્ય બનેલો. પણ એ રાજાને પણ
એ સતત અપમાનિત કરતો રહેલો અને પેલો ચૂપચાપ સહન કરતો
રહેલો. એ મોભાદાર માણસોનું નમ્ર વર્તન જોઈને પણ બીથોવનની
સાન ઠેકાણે આવી નહિ.
વિયેતામાં સ્થિર થયો
1808ના અંતમાં નેપોલિયોના નાનાભાઈ અને વૅસ્ટફેલિયાના
રાજા જેરોમે બીથોવન સમક્ષ દરખાસ્ત મૂકી : સોનાના 600 દુકાતના
વાર્ષિક પગાર સાથે એણે કાસલ ખાતેના કપેલમઇસ્ટર(ઑર્કેસ્ટ્રા અને
કોરસ કન્ડક્ટર)ની જવાબદારી લેવાની હતી. આ દરખાસ્તને
બીથોવન ઝડપી લેવાની અણી પર જ હતો ત્યાં વિયેના સ્થિત એના
ત્રણ મુખ્ય આશ્રયદાતાઓને જણાયું કે ભલે ને કારણ ગમે તે હોય,
પણ વિયેનાનગરીને આ સંગીતકાર ગુમાવવો પાલવે નહિ. તેથી એ
ત્રણે – પ્રિન્સ લોન્કોવીટ્ઝ, પ્રિન્સ ફર્ડિનાન્ડ કિન્સ્કી અને આર્ચચૂક
ડૉલ્ફે ભેગા મળીને વાર્ષિક 4,000 ફ્લોરિન્સનું વર્ષાસન
બીથોવનને બાંધી આપ્યું. શરત એટલી જ હતી કે બીથોવને વિયેના-
નગરીમાં કાયમી ધોરણે વસવાટ કરવો. પ્રસંગોપાત્ત જલસા માટે કે
ફરવા માટે તે બીજે જઈ શકવા માટે તેમ જ ફ્રી લાન્સ ધોરણે
-
-
એસાઇન્મેન્ટ્સ સ્વીકારી નવું સંગીત સર્જીને બીજી કમાણી ઊભી કરવા
માટે પણ એને છૂટ હતી ! એ નવું સંગીત લખે કે ન લખે, પણ
આ વર્ષાસન એના અવસાન સુધી ચાલુ રહેશે. ઓછામાં ઓછી
આટલી જ રકમની નવી દરખાસ્ત મળે તો જ બીથોવન આ
કૉન્ટ્રેક્ટમાંથી મુક્ત થઈ શકે. 4,000 ફ્લોરિન્સના વર્ષાસનમાં
લોક્કોવીટ્ઝનો ફાળો 700 ફ્લોરિન્સ, રુૉલ્ફનો ફાળો 1,500<noinclude></noinclude>
rk5gfvj4u1rvpv8vm3eq7660r3046je
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૯
104
47000
166546
2022-08-04T03:39:50Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૯}}<hr></noinclude>બીથોવન
૧૫૯
ફ્લોરિન્સ અને કિન્સ્કીનો ફાળો 1,800 ફ્લોરિન્સ હતો. 1809ના
ફેબ્રુઆરીની છવ્વીસમીએ બંને પાર્ટીઓએ આ દરખાસ્ત પર મંજૂરીની
મહોર મારી. પણ એની વાટાઘાટો દરમિયાન બીથોવને રાજા
જેરોમની દરખાસ્ત સ્વીકારી લેવા માટે ખૂબ જ આતુરતા બતાવેલી.
છેલ્લી ઘડીએ કૉન્ટ્રેક્ટમાં એવી કલમ ઉમેરવામાં આવી કે ત્રાહિત
પાર્ટી તરફથી મળેલી કોઈ પણ લાંબા ગાળાની દરખાસ્ત જો બીથોવન
સ્વીકારશે તો આ કોન્ટ્રેક્ટનો આપોઆપ અંત આવશે.
બીથોવનનો તુંડમિજાજ અને બહેરાશને ધ્યાનમાં લેતાં એવું
લાગે છે કે ઑપેરાના ઑર્કેસ્ટ્રા અને કોયરને કન્ડક્ટ કરવાની
જવાબદારી બીથોવન ઉઠાવી શકે એમ હતો જ નહિ. બીથોવનની
નિમણૂક કરીને રાજા જેરોમ સૌથી મહાન વિદ્યમાન સંગીતકારની
હાજરી વડે પોતાના દરબારની શોભાની અભિવૃદ્ધિ કરવા માંગતો
હતો. બીથોવને ત્યાં ક્વચિત્ પિયાનોવાદન કરવા સિવાય કોઈ
જવાબદારી નિભાવવાની હતી નહિ.
આખરે બીથોવનના એક શિષ્યને રાજા જેરોમે એ જ દરખાસ્ત
થોડા ઓછા પગારે આપી. દરખાસ્ત સ્વીકારતાં પહેલાં એ બિચારો
શિષ્ય તો ગુરુ પાસે પૂછીને ખાતરી કરવા આવ્યો કે એ દરખાસ્તને
ગુરુએ ખરેખર ઠુકરાવી છે કે નહિ. સાથે સાથે એણે ગુરુની સલાહ
પણ માંગી. ક્યાંય સુધી ચુપકીદી સેવ્યા પછી ઉપેક્ષાવૃત્તિ અને
અહંકારભર્યા સ્વરમાં બીથોવન તાડૂક્યો : “ઓહ ! શું તને એમ
લાગે છે કે મને મળવાપાત્ર પદ પર તું બિરાજવા માટે કાબેલ છે?’
પોતાના પ્રશ્નનો જવાબ નહિ મળતાં શિષ્યે આખી પરિસ્થિતિ સમજાવી
ત્યારે બીથોવન બોલ્યો, “મને તો એમ કે તું મારી પૂંઠ પાછળ આ
પદ હાંસલ કરવા માંગે છે !” શિષ્ય જવાબ આપ્યો, “તમારી સંમતિ
વગર હું આ પદ ગ્રહણ કરી શકું નહિ.” આખરે શિષ્યને આ પદ
મળે તે માટે બીથોવને તજવીજ કરવા માંડી. પણ ત્યાં સુધીમાં તો<noinclude></noinclude>
c7l6fsoj83dp5xxa3j6xpj5vr6lvr96
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૦
104
47001
166547
2022-08-04T03:40:43Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|૧૬૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>૧૬૦
મોત્સાર્ટ અને બીથોવન
ઘણું મોડું થઈ ચૂકેલું; કારણ કે એ પદ તો બીજા કોઈને મળી ચૂકેલું.
મુશ્કેલીઓ
1809ના મેમાં ફ્રેંચ લશ્કર વિયેના તરફ આગળ ધપી રહ્યું
હતું; અને બારમીએ તો એણે શહેરને ઘેરી લીધું. બીથોવનનો શિષ્ય,
આશ્રયદાતા અને વિયેનાનો રાજા આર્ચચૂક રુડૉલ્ફ એની માતા
વિયેનાની સામ્રાજ્ઞીને લઈને વિયેના છોડી ભાગી ગયો. વિખૂટા
પડવાની વિરહવેદના બીથોવને સોનાટા ‘લ એદીયુ લાબ્સાંસ એ લા
રિતૂ'(Les Adieux L'Absence ef le Rettour)માં વ્યક્ત કરી.
આ સોનાટા ‘ફૅરવેલ' નામે પ્રસિદ્ધ થયો. 1810ના જાન્યુઆરીની
ત્રીસમીએ એ રાજા વિયેના પાછો આવ્યો. ફ્રાંસ જોડે ઘર્ષણ થવાને
કારણે એને પૈસાની તંગી ઊભી થયેલી, એની સીધી અસર બીથોવન
પર પડી. એનું વર્ષાસન 4,000 ફ્લોરિન્સથી ઘટીને 1,691
લોરિન્સ થઈ ગયું ! અને પછી તો એ એથી પણ ઘટી ગયું ! કિન્સ્કીએ
પોતાનો ફાળો આપવો સદંતર બંધ કરેલો અને પછી એ ઘોડા પરથી
ફેંકાઈ જતાં મરણ પામ્યો. પોતાની બાકી નીકળતી રકમ માટે
બીથોવને એના એસ્ટેટ પર દાવો માંડ્યો. 1812થી 1815 સુધી
કિન્સ્કી પાસેથી મળવાપાત્ર રકમ બીથોવનને મળી નહોતી. પણ
કિન્સ્કીની એસ્ટેટ કોર્ટે લિક્વિડેશન માટે હાથ પર લીધેલી એટલે
કોર્ટના ફેંસલા પછી જ બીથોવનને મળવાપાત્ર કોઈ રકમ મળી શકે.
બીજો આશ્રયદાતા લોન્કોવીટ્ઝ પણ નાદાર થઈ જતાં એની પાસેથી
પણ 1811થી 1815 સુધી બીથોવનને એક કાણી કોડી મળેલી નહિ.
પોતાની ટેવ મુજબ બીથોવને બહાવરા બનીને બડબડાટ શરૂ કરી
દીધો અને લોબ્કોવીટ્ઝને ‘રાસ્કલ’ ગાળ વડે નવાજ્યો.
દોઢડહાપણ
બીથોવનની એક નબળાઈ પોતાના ભાઈઓના અંગત
જીવનમાં દોઢડહાપણ કરવાની હતી. 1812ની પાનખરમાં એણે<noinclude></noinclude>
okk8616ej8jd6x6lweia5d92v5mb4pd
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૭૧
104
47002
166548
2022-08-04T03:42:16Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૬૧}}<hr></noinclude>બીથોવન
૧૬૧
ભરેલા એક પગલાની દૂરગામી અસર એની પર પડી. એ વર્ષે એના
પાંત્રીસ વરસની ઉંમરના કેમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ભાઈ જોહાને લિન્ઝ
નગરમાં પોતાની માલિકીના વિશાળ મકાનમાંથી થોડા ઓરડા
વિયેનાના એક ડૉક્ટરને ભાડે આપેલા. ત્યાં એ ડૉક્ટર એની સાળી
થેરિસા ઓબર્મેયર સાથે રહેતો હતો. આ છોકરી અત્યંત આકર્ષક
હતી. એણે જોહાનના ઘરની દેખરેખ રાખવાનું હાઉસકીપિન્ગનું કામ
શરૂ કર્યું. જોહાને એના પ્રત્યે જબરજસ્ત ખેંચાણ અનુભવ્યું અને પછી
તો એ બંને લગ્ન વગર જ સાથે રહેવા લાગ્યાં. આ સમાચાર મળતાં
જ બીથોવને તરત જ લિન્ઝ આવી જઈને આ સંબંધનો તત્કાળ અંત
લાવવા હુકમ કર્યો. સ્વાભાવિક જ, મહાન સંગીતકારનો હુકમ
જોહાનને પસંદ પડ્યો નહિ. પણ જોહાનના વિરોધથી વીફરેલા
બીથોવને લિન્ઝના બિશપ, મ્યુનિસિપાલિટીના વડા તેમ જ પોલીસ
અધિકારી સમક્ષ જઈ ફરિયાદ કરી એટલું જ નહિ, એ તો પોલીસ
પાસેથી એવો હુકમ કઢાવીને જ જંપ્યો કે એ છોકરી જો અમુક સમયમાં
લિન્ઝ નગરનો ત્યાગ કરે નહિ તો પોલીસ એને તગેડી મૂકે ! બંને
ભાઈઓ બાખડી પડ્યા. પોતાની મનગમતી આ છોકરી જોડે જોહાન
એ વર્ષે નવેમ્બરની આઠમીએ પરણી ગયો. હાર સ્વીકારીને નીચી
મૂંડીએ બીથોવન વિયેના પાછો ફર્યો. પણ દુર્ભાગ્યે આ લગ્ન સુખી
નીવડ્યું નહિ ! એ માટે એ બીથોવન પર દોષનો ટોપલો ઢોળતો
રહ્યો કે એણે જ પોતાને એ છોકરી જોડે પરણી જવા માટે મજબૂર
એ છે કે હા
કર્યો !
બ્રિટન
1813માં બીથોવને બ્રિટન જઈ સ્થિર થવા વિચારેલું એની
પાછળ બે કારણો હતાં. જર્મની અને વિયેના યુદ્ધમાં ફસાયેલાં હોવાથી
એનું વર્ષાસન સાવ જ ઘટી ગયું હતું અને બીજું કે બ્રિટનમાં એની
પ્રતિષ્ઠા મોટી હોવાને કારણે ત્યાં સારી કમાણીની આશા હતી.<noinclude></noinclude>
fqx4gkt0qwy4pnwartq4rkp7rwblv1x