વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૮ 104 46968 166770 166710 2022-08-07T16:17:15Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૨૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>એની સમૃદ્ધિ વધતી ગઈ અને પછી તો એણે સફળતાપૂર્વક સ્વતંત્ર વ્યવસાય કર્યો. '''બીથોવનનું વ્યક્તિત્વ''' {{gap}}બાવીસત્રેવીસ વરસની ઉંમરે બીથોવનનું મજબૂત જિસમ પ્રચંડ તાકાત ધરાવતું થયું. એની મહત્ત્વાકાંક્ષા તો દાબ્યે દબાવી શકાય નહિ એટલી ઉછાળા મારતી અને એનો આત્મવિશ્વાસ પણ એટલો જ છલકાતો. એનું મનોબળ પણ મક્કમ અને અડગ બન્યું. પણ આ બધાં કારણે તે માત્ર અક્કડ અને જિદ્દી જ નહિ પણ અહંકારી અને તુંડમિજાજી પણ બન્યો. વિયેના આવીને તરત જ વૃદ્ધ હાયડન પાસે સંગીતના પાઠ ગ્રહણ કરવા તો માંડ્યા પણ આથમતા તારા અને ઊગતા તારા વચ્ચે મેળ જામ્યો જ નહિ ! સંગીતના ટેક્નિકલ શિક્ષણની પોતાને જરૂર છે એની પ્રતીતિ તો બીથોવનને પહેલેથી જ થયેલી અને તેથી તો એણે હાયડનનું શિષ્યત્વ સ્વીકારેલું. છતાં કંપોઝર તરીકેની પોતાની શક્તિથી એ એટલો બધો વાકેફ થઈ ગયો કે ગુરુએ આપેલી કોન્ટ્રાપુન્ટલ એક્સર્સાઇઝ (કાઉન્ટરપૉઇન્ટની કસરત) એ કરવા ખાતર માત્ર કમને કરતો અને ગુરુના ઘોંચપરોણાને એ ધૂત્કારી કાઢતો. વળી, હાયડન આ સમયે એટલો બધો વ્યસ્ત હતો કે શિક્ષણની ઔપચારિક સીમારેખા ઓળંગી બીથોવનના વ્યક્તિત્વમાં એ વ્યક્તિગત રસ લઈ શકે એમ નહોતો. પછીનાં વર્ષોમાં બીથોવને કબૂલેલું કે હાયડન પાસેથી પોતે સંગીતના પાઠ ભલે ગ્રહણ કર્યા, પણ એની પાસેથી પોતે કશું જ શીખવા પામેલો નહિ. હાયડનને પડતો મૂકીને બીથોવને બીજો ગુરુ કર્યો : ઍલ્બ્રૅક્ટ્સ્બર્ગર. પણ આ પ્રયોગમાં પણ કોઈ જ ભલીવાર વળ્યો નહિ. પછી ઑપેરા કંપોઝર સાલિયેરીને ગુરુ બનાવ્યો. એની પાસેથી બીથોવને માનવકંઠ માટેની કૃતિઓ લખવાના પાઠ ગ્રહણ કર્યા. બીથોવનના બાળપણના ગુરુ રીઝે ઘણા વખત પછીથી લખેલું : {{nop}}<noinclude></noinclude> 0x06cm29f0dg8fh2kdvopl3n20c8ruv પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૩૯ 104 46969 166771 166711 2022-08-07T16:18:35Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૨૯}}<hr></noinclude>:''એના એ સમયના એ ત્રણે ગુરુઓને હું સારી રીતે જાણતો. ત્રણે બીથોવનની શક્તિઓની બહુ ઊંચી મુલવણી કરતા. એના અભ્યાસની આદતો અંગે પણ એ ત્રણે સહમત હતા : બીથોવન એટલો બધો તો જિદ્દી, અક્કડ અને આત્મનિર્ભર હતો કે એ માત્ર કડવા અનુભવોમાંથી પસાર થઈને ઠોકરો ખાઈને જ શીખી શકતો, કારણ કે ઔપચારિક અભ્યાસના મુદ્દા તરીકે કોઈ પણ વિષય એની સામે ધરવામાં આવતાં એને સમજવાનો એ તરત જ ધરાર ઇન્કાર કરતો.'' '''પ્રથમ જાહેર જલસો''' {{gap}}1795ના માર્ચની ઓગણત્રીસમીએ વિયેનાની જનતા સમક્ષ બીથોવન પ્રથમ વા૨ જાહેર જલસામાં કંપોઝર તેમ જ વર્ચુઓસો (શ્રેષ્ઠવાદક) પિયાનિસ્ટ તરીકે રજૂ થયો. ત્યાં એની મૌલિક કૃતિ પિયાનો કન્ચર્ટો ઇન બી ફ્લૅટ વગાડવામાં આવી જેમાં સોલો પિયાનો એણે જાતે જ વગાડ્યો. એક જ દિવસ પછી એકત્રીસમીએ બીથોવન ફરી જાહેર જલસામાં રજૂ થયો અને એણે પેલી કૃતિ ફરી વાર વગાડી. એ પછી ત્યાં જ એ વખતે મોત્સાર્ટનો કોઈ એક (મોટે ભાગે D માઇનોર) પિયાનો કન્ચર્ટો વગાડવામાં આવ્યો અને એમાં પણ એણે પિયાનો વગાડ્યો. 1796માં એ પ્રાહા અને બર્લિનની કૉન્સર્ટયાત્રાએ નીકળી પડ્યો. પુરાવા નથી મળતા પણ વાયકા એવી છે કે પ્રુશિયાના રાજા ફ્રેડેરિખ વિલિયમ બીજાએ એને દરબારી સંગીતકાર તરીકેની નિમણૂકની દરખાસ્ત કરી અને બીથોવને તેની ના પાડી. '''તુંડમિજાજ અને ઘમંડ''' {{gap}}આ વર્ષોથી બીથોવન ઘણો ઘમંડી અને તુંડમિજાજી બની ગયો હતો. વિના કારણે એ ગુસ્સે થઈ જતો. બદનસીબી અને પીડાને કારણે એની વિરાટ પ્રતિભા હજી કૂણી પડી નહોતી. એની રીતભાત તદ્દન ઉદ્ધત અને વર્તણૂક તદન તોછડી હતી. પણ એના બેહૂદા અને<noinclude></noinclude> 43l6691qtaihn3p9jckxzr2jewuxvz7 પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૦ 104 46970 166772 166712 2022-08-07T16:19:58Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૩૦||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>કઢંગા વર્તનથી ઝઘડા ઊભા થાય એ પહેલાં જ એના શુભેચ્છક મિત્રો બાજી સંભાળી લઈ આપત્તિને ટાળી દેતા. એના દિલોજાન મિત્રોને એને માટે ખરેખર ખૂબ આદર અને પ્યાર હતો. બીથોવને જેના ઘરમાં મહેમાન બનીને ધામા નાંખેલા એ પ્રિન્સ લિખ્નોવ્સ્કી પણ ઘણો જ સમજદાર અને સહનશીલ હતો. એના ઘરમાં તો બીથોવનનાં નખરાંએ ઉધમપાત મચાવેલો. પણ નમતું જોખીને લિખ્નોવ્સ્કીએ નોકરને આદેશ આપેલો કે જો બીથોવનનો અને પોતાનો કૉલબેલ એક જ સાથે વાગે તો બીથોવનની સેવામાં એણે પ્રથમ હાજર થવું. ફાટ ફાટ થતી વિરાટ પ્રતિભાને કારણે બીથોવનનું અભિમાન પણ એટલું બધું હતું કે પોતાના મિજાજ પર કાબૂ રાખવાનું એને પોતાને માટે જ મુશ્કેલ થઈ પડેલું. એ હંમેશાં ગુના આચરવાની તાકમાં જ રહેતો અને સામેના માણસની લાગણીનો તો વિચાર સુધ્ધાં કરતો નહિ. પણ બીજી જ ક્ષણે એને પ્રખર ક્રોધ જેટલો જ ઊંડો પસ્તાવો થતો. મિત્ર વૅજિલર સાથે પણ આમ જ બન્યું. પેટ ભરીને પસ્તાયા પછી બીથોવને એને કાગળ લખ્યો : :''{{gap}}હે પ્રિય ! હે શ્રેષ્ઠ ! મારી કેવી ધૃણાસ્પદ અને હલકટ બાજુને તેં ખુલ્લી પાડી છે ! હું સ્વીકારું છું કે તારી મિત્રતાને હું લાયક જ નથી. તું કેટલો ઉમદા છે ! કેટલો દયાળુ છે ! આ પહેલી જ વાર હું તારી સમકક્ષ થવા ગયો અને મને ભાન થઈ ગયું કે હું કેટલો નીચ છું, અને તું કેટલો મહાન છે ! તને લાગતું હશે કે મેં મારા હૃદયની માનવતા ગુમાવી દીધી છે. પણ ઈશ્વરની કસમ ખાઈને કહું છું કે જાણી જોઈને કે હેતુપૂર્વકના દ્વેષભાવને કારણે મેં તારી સાથે આવું વર્તન કર્યું નથી; પણ મારી વિચારહીનતા આ વર્તન માટે જવાબદાર છે, જેને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવાય જ નહિ. એ વિચારહીનતાને કારણે મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. માત્ર તારી સામે આવતાં જ નહિ, પણ મને મારી જાત સામે આવતાં''<noinclude></noinclude> penel6tqequzsp9t4lpq0jfx2seypbt પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૧ 104 46971 166773 166713 2022-08-07T16:20:58Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૩૧}}<hr></noinclude>''પણ શરમ આવે છે. પહેલાં તો હું સારો હતો, હંમેશાં સાચી વર્તણૂક કરતો અને સાચાં મૂલ્યો અનુસાર ચાલતો. નહિતર તું મને કેવી રીતે પ્રેમ કરી શક્યો હોત ? શું આટલા જ ટૂંકા ગાળામાં હું આટલો બધો ખરાબ થઈ ગયો ? અશક્ય ! વાજબીપણા માટેની અને ન્યાયપ્રિયતાની લાગણી મારી અંદર ક્ષણાર્ધમાં જ કાંઈ મરી પરવારે નહિ ! પ્રિય વૅજિલર ! તારા આ બીથોવનની મિત્રતા ફરી એક વાર સ્વીકારવાનું સાહસ કર ! હું સાચા દિલથી તારી માફી માંગું છું, ભીખ માંગું છું. હું બે હાથ પહોળા કરીને ઊભો છું. તું એમાં ઝંપલાવ. વિશ્વાસ રાખ, પહેલાં તેં જોયેલા એ જ સદ્‌ગુણો ફરી એક વાર મારામાં જોવા મળશે. પવિત્ર મિત્રતાનું નિષ્કલંક મંદિર ફરી એક વાર તું બાંધ. હું તને ખાતરી આપું છું કે તે હંમેશાં અક્ષુણ્ણ રહેશે. કોઈ પણ અકસ્માત કે છે. કોઈ પણ વાવાઝોડું એના પાયા હચમચાવી શકશે નહિ. મારો ગુનો માફ કર. ગઈગુજરી ભૂલી જા. ફરીથી દોસ્તી માટે લંબાવેલા મારા આ હાથને પકડી લે. બસ, માત્ર એક જ વાર તારી જાતને મારામાં મૂકીને જો. મારા ગુમાવેલા મિત્રને પાછો મેળવવા હું તારી પાસે આવું છું. હું મારી જાતને તારામાં સોંપી દઈશ અને તું તારી જાત મને સોંપી દેજે.'' {{સ-મ|||''– તને પ્રેમ કરતો, તને કદી નહિ ભૂલનારો તારો<br> {{align|right|'''''પસ્તાયેલો બીથોવન'''''}}}} '''ધ ગ્રેટ મોગલ''' {{gap}}એ હવે ત્રીસ વરસનો થવા આવેલો અને એની મહત્તા વધતી જ જતી હતી. વિયેનામાં એના ચાહકો વધતા જતા હતા તો સાથે સાથે એના હરીફો અને દુશ્મનો પણ વધતા જતા હતા. વિયેનાના ડ્રૉઇન્ગરૂમ્સમાં સંગીતકારો ગાયનવાદનની હરીફાઈ કરી પોતાની ચઢિયાતી શ્રેષ્ઠતા પુરવાર કરતા રહેતા. વળી વિયેના બહારથી આવેલા સંગીતકાર માટે એવો વણલખ્યો નિયમ જ હતો કે સ્થાનિક<noinclude></noinclude> llndixulsuw4cx7qafiugwyns8cfrbe પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૨ 104 46972 166774 166714 2022-08-07T16:23:05Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૩૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>સંગીતકારોને હરીફાઈમાં પછાડીને જ લોકોનું ધ્યાન ખેંચી શકાય. બીથોવન મૂળ તો વિયેના બહારથી આવેલો, પણ એ હરીફાઈઓમાં હરીફોને પછાડીને જ રહ્યો. એના સંગીતમાં જે તાકાત અને અગ્નિ પ્રજ્વળી રહેલાં એની મિસાલ જડવી મુશ્કેલ હતી. પણ હરીફોના સંગીતમાં પણ એક ગુણ હતો જે કેટલીક વાર બીથોવનના સંગીતમાં ઓછો હતો. એ ગુણ હતો લાવણ્યનો. પણ હરીફો તેમ જ મેજબાનો અને શ્રોતાઓ તરફ બીથોવનનું વર્તન એટલું ઉદ્ધત રહેતું કે એના તરફ પ્રેમ કે દોસ્તીનો ભાવ ભાગ્યે જ કોઈને જાગે ! {{gap}}1799માં એક સમકાલીન મૅગેઝિનમાં બીથોવન અને એના યુવાન હરીફ પિયાનિસ્ટ જૉસેફ વુલ્ફલની હરીફાઈ વિશે એક રિપોર્ટ છપાયેલો. બીથોવનથી બે વરસે નાના વુલ્ફલના મધુર પિયાનોવાદને અગણિત શ્રોતાઓને એના ફૅન બનાવી દીધા. આખી વિયેનાનગરી વુલ્ફલ અને બીથોવનના ફૅન્સ-ચાહકોમાં વહેંચાઈ ગઈ. એ મૅગેઝિનના લેખકે વુલ્ફલના પિયાનોવાદનની તારીફમાં એની લાવણ્યમય અભિવ્યક્તિ, ચોકસાઈ, સ્પષ્ટતા અને આભાસી પ્રયાસહીનતાના ગુણ ચીંધી બતાવ્યા. પણ બીથોવનના પિયાનોવાદનમાં તેજસ્વી બૌદ્ધિકતાના અસધારણ ચમકારા જોવા મળે છે એમ કહ્યું; અને લેખના અંતમાં છેલ્લું વાક્ય મૂક્યું : “વુલ્ફલ ચડિયાતો એટલા માટે છે કે એની વર્તણૂક નમ્ર, વિનયપૂર્ણ અને વિવેકી છે. બીથોવન અહંકારી અને ઉદ્ધત છે.” {{gap}}બીથોવને ખરેખર કબૂલ કરેલું કે જે લોકો એને ઉપયોગી થઈ શકે એમનું જ એને મન થોડુંઘણું, અને તે પણ તત્કાળ પૂરતું જ, મહત્ત્વ છે : “જે લોકો મને ઉપયોગમાં આવતા હોય તેમનું જ મારે મન મૂલ્ય છે. મને કંટાળો આવે ત્યારે એમની સાથે બે ઘડી દિલ બહેલાવી શકું એ માટેના રમકડાથી વિશેષ એ લોકો કશું નથી.” પોતાને એ એટલો તો મોટો ખાંસાહેબ સમજતો કે વૃદ્ધ હાયડન<noinclude></noinclude> jqdg3p9wg760p5ap64d78vwc4entgdy પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૩ 104 46973 166775 166715 2022-08-07T16:25:30Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૩૩}}<hr></noinclude> મશ્કરીમાં પૂછતો : “આપણો ગ્રેટ મોગલ કેમ છે ?” વિયેનાના બધા જ નાગરિકો એના સુપરઈગોથી વાકેફ હતા. '''ડ્રૉક્ટ્રાઇન ઑફ વિલ ટુ પાવર''' {{gap}}એના જમાનાનો એક શ્રેષ્ઠ પિયાનિસ્ટ હોવા ઉપરાંત બીથોવને પોતાની અંદર એક જબરજસ્ત સર્જનાત્મક તાકાત મહેસૂસ કરેલી. આ કારણે એની કૃતિઓ છાપવા માટે પ્રકાશકોએ પડાપડી કરવી શરૂ કરી. એ માટેની એમની અંદર અંદરની હરીફાઈને કારણે પણ બીથોવનનો સુપ૨ઈગો વધુ ને વધુ ફૂલતો ગયો. એ વારંવાર મગજનો પારો ગુમાવતો. તે છતાં પણ એના ઍરિસ્ટ્રોક્રેટિક શ્રીમંત આશ્રયદાતાઓ અત્યંત સહનશીલ નીકળ્યા. એનાં પ્રખર ક્રોધ, તોછડાઈ અને ઘમંડ તેમ જ તુંડમિજાજને એમણે હંમેશાં હસતે મોઢે વેઠી લીધાં. એ બધા એની સર્જનાત્મકતાનું મૂલ્ય સમજતા તો સાથે સાથે એ પણ સમજતા હતા કે એમની અને એની વચ્ચે જે આર્થિક-સામાજિક અસમાનતાની ખાઈ છે તે એટલી ઊંડી-પહોળી છે કે ક્યારેય પુરાવી શક્ય નથી. પણ એના હરીફ સંગીતકારો એનો અણઘડ તોછડો સ્વભાવ અને તુંડમિજાજ શાને સહન કરે ? એ તો એને નીચો અને હીન સાબિત કરવા માટેના લાગમાં જ રહેતા. પણ બીથોવનનો અહમ્ તો કોઈ પણ ભૌતિક કે દુન્યવી પરિબળોને આધીન થવા તૈયા૨ નહોતો. મહાન જર્મન ફિલસૂફ નિત્શે હજી જન્મ્યો પણ નહોતો; પણ નિત્શેએ ઘડેલા ‘ડ્રૉક્ટ્રાઇન ઑફ વિલ ટુ પાવર'ને ચરિતાર્થ કરનારી હૂબહૂ ઘટના બીથોવનના ચારિત્ર્યમાં આગોતરી જ જોવા મળે છે. ઝ્મેસ્કેલ નામના એક મિત્રને બીથોવને લખેલું : :{{gap}}''નીતિમત્તાને લગતો તારો ઉપદેશ તું તારી પાસે જ રાખજે. બીજા પર રાજ કરવા સર્જાયેલા પુરુષો માટે તો એકમાત્ર નીતિ એ શક્તિ જ છે; મારે માટે પણ એમ જ છે. તું જા જહન્નમમાં.'' {{nop}}<noinclude></noinclude> 7gahoyvy7fhooi5ljlqbdflapfv6i0l પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૪ 104 46974 166776 166716 2022-08-07T16:27:14Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૩૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> {{gap}}“મોત્સાર્ટના ઑપેરા તમે સાંભળ્યા છે કે ?” એવો પ્રશ્ન એક મહિલાએ બીથોવનને પૂછેલો એના જવાબમાં બીથોવને આવા જ એક મૂડમાં પરખાવેલું : “મને ખબર નથી. બીજાનું સંગીત સાંભળવાની મને પડી પણ નથી. એ સાંભળીને મારે મારી મૌલિકતા ગુમાવવી નથી.” એક વાર બીથોવને કહેલું, “તમે શ્રીમંતો તમને વારસામાં મળેલા પૈસાથી તાગડધીન્ના કરો છો. એમાં તમે શું ધાડ મારી ? હું જે કાંઈ છું તે મારી મૌલિક પ્રતિભા થકી છું.” '''આદર્શ પોર્ટ્રેઇચર્સ''' {{gap}}બીથોવનના મૃત્યુ પછી ચિત્રકારો અને શિલ્પીઓ એના વધુ ને વધુ આદર્શીકૃત પોર્ટ્રેઇટ્સ બનાવવા માંડેલા. એ ખરેખર કેવો દેખાતો હતો એની ખેવના કર્યા વીના ‘થર્ડ’, ‘ફિફ્થ’ અને ‘નાઇન્થ’ સિમ્ફનીઓ, ‘માસ ઇન ડી’ તથા ‘એમ્પરર કન્ચર્ટો’નો પ્રખર ક્રોધી અને તુંડમિજાજી સર્જક કેવો હોઈ શકે તે વિશેની એમની અંગત કલ્પનાઓને એમણે મૂર્તિમંત કરી. હકીકતમાં બીથોવન દેખાવડો તો હતો જ નહિ. વધારામાં એનો ચહેરો શીતળાનાં ચાઠાંથી ભરેલો હતો. બાળપણમાં માવજત ને હૂંફ મળ્યા વિનાના બરછટ ઉછેરને કારણે પુખ્ત ઉંમરે પણ એના વ્યક્તિત્વમાં તોછડાઈ અને ઉદ્ધત વર્તન ઘૂસી ગયાં. વળી ત્વરિત સફળતા મળતાં એ વધારે ઉદ્ધત અને અક્કડ થઈ ગયો. વિયેના આવતાંવેંત જ એણે ફાંકડા અને વરણાગિયા બનવાનું પસંદ કરેલું. એણે ફૅશનેબલ કપડાં ખરીદી લીધાં અને પાર્ટીઓમાં મહાલવા માટે નૃત્યનાં ટ્યૂશન પણ લીધાં. પણ એ બધાંથી કોઈ ફેર પડ્યો નહિ. મૂળમાં જ જે રોંચો હતો તે રોંચો જરહ્યો ! પોતાના અંગેની આછીપાતળી ટીકા પણ એ સહન કરી શકતો નહિ. એટલું જ નહિ, એવી ટીકાનો સંભવ પણ એ સહન કરી શકતો નહિ તેથી ટીકા થાય એ પહેલાં જ એ ઊકળી પડતો. આટલું જાણે ઓછું હોય એમ ખુશામત એને ખૂબ પ્યારી હતી. આ બે દુર્ગુણોનો<noinclude></noinclude> bc2neqm2bb4wsm48tk5dxufp84ocsub પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૪૫ 104 46975 166777 166717 2022-08-07T16:29:31Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૩૫}}<hr></noinclude> ગેરલાભ ઉઠાવી દુશ્મનો એને ધાર્યા મુજબ નચાવી શકવામાં અને એને હાંસીપાત્ર બનાવવામાં આસાનીથી સફળ થતા. એ તો એના સંગીતની મહાનતા સમજી શકેલા મિત્રો જ એના દુર્ગુણો નજરઅંદાજ કરતા. '''હંમેશા પ્રેમમાં''' {{gap}}આખી દુનિયામાં કામવાસના, રતિભાવ અને શૃંગારરસથી અલિપ્ત ‘સેક્સલેસ’ સંગીત જો હોય તો તે બીથોવનનું છે. પણ બીથોવન પોતે વિલાસી અને કામાંધ હતો. એના આજીવન દોસ્ત વેજિલરે કહેલું : :''{{gap}}બીથોવનના જૂના સંગીત શિક્ષક ફર્ડિનાન્ડ રીઝ, બર્ન્હાર્ડ ફૉન બ્રૂનિન્ગ અને મને ધીમે ધીમે જાણ થઈ ગઈ કે એવો કોઈ સમય જ નહોતો કે જ્યારે બીથોવન પ્રેમમાં પડેલો હોય નહિ; અને વળી એ પ્રેમ એટલે સૌથી ઊંડો પ્રેમ. ભલભલા ફાંકડા રૂપાળા જુવાનો જ જેનાં દિલ જીતી શકે એવી સુંદરીઓનાં દિલ એ ચપટી વગાડતાં જીતી લેતો !'' {{gap}}એક વાર વિયેના ઑપેરાની રૂપાળી ગાયિકા મૅગ્ડેલેના વિલિયમ્સના પ્રેમમાં બીથોવન પડેલો. બીથોવને એને લગ્નની દરખાસ્ત પણ કરેલી. 1860માં મૅગ્ડેલેનાના ભાઈ મેક્સની દીકરીને બીથોવનનો જીવનકથાકાર થેયર મળેલો. મૅગ્ડેલેનાની એ ભત્રીજીએ એને જણાવેલું કે પોતાના પિતા પાસેથી ફોઈના બીથોવન સાથેના પ્રેમપ્રકરણની વાતો વારંવાર કાને પડતી. થેયરે એને પૂછ્યું : “તો બીથોવનની લગ્નની દરખાસ્તને તારી ફોઈએ ઠુકરાવી શા માટે ?” ખડખડાટ હસી પડીને ભત્રીજીએ જવાબ આપ્યો : “કારણ કે એ તદન કદરૂપો અને અડધો ગાંડો હતો !” {{gap}}આ વર્ષોમાં બીથોવન સર્વ પ્રકારના ઘાટઘૂટમાં મોટી માત્રામાં કૃતિઓ લખી રહ્યો હતો. એમાંથી ખાસ્સા પ્રમાણમાં કૃતિઓ છપાઈ<noinclude></noinclude> 0j1ai3xrqn5y8s9fe9dxqgr30ld3rwb સભ્યની ચર્ચા:Vikiyılmaz 3 47108 166778 2022-08-07T20:10:56Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Vikiyılmaz}} -- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૦૧:૪૦, ૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) o79ocs3fxbo3q566gsjhga4ahose5ur સભ્યની ચર્ચા:Veracious 3 47109 166779 2022-08-08T07:53:32Z New user message 396 નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો wikitext text/x-wiki {{ઢાંચો:સ્વાગત|realName=|name=Veracious}} -- [[સભ્ય:Dsvyas|ધવલ]] ૧૩:૨૩, ૮ ઓગસ્ટ ૨૦૨૨ (IST) 7f2qr713qty43tzym1r27aielncoxik