વિકિસ્રોત guwikisource https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0 MediaWiki 1.39.0-wmf.23 first-letter દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા) વિશેષ ચર્ચા સભ્ય સભ્યની ચર્ચા વિકિસ્રોત વિકિસ્રોત ચર્ચા ચિત્ર ચિત્રની ચર્ચા મીડિયાવિકિ મીડિયાવિકિ ચર્ચા ઢાંચો ઢાંચાની ચર્ચા મદદ મદદની ચર્ચા શ્રેણી શ્રેણીની ચર્ચા પૃષ્ઠ પૃષ્ઠ ચર્ચા સૂચિ સૂચિ ચર્ચા સર્જક સર્જક ચર્ચા TimedText TimedText talk વિભાગ વિભાગ ચર્ચા Gadget Gadget talk Gadget definition Gadget definition talk પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૩ 104 46983 166809 166800 2022-08-09T16:28:05Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૪૩}}<hr></noinclude> :{{gap}}''મારી દેવી, મારું સર્વસ્વ, મારું પ્રતિબિંબ, પરસ્પર ત્યાગ વિના પણ આપણો પ્રેમ ટકી શકશે, પરસ્પરનું સર્વસ્વ માંગી લીધા વિના પણ આપણો પ્રેમ ટકી શકશે. તું પૂરેપૂરી મારી છે અને હું પૂરેપૂરો તારો છું એ haકીકતને શું તું બદલી શકશે ? પણ આપણે બંને જો પૂરેપૂરાં એક બની જઈશું તો તને પણ મારી જેમ પીડા થશે જ.'' :{{gap}}''મારો પ્રવાસ ભયાનક હતો. ગઈ કાલે સવારે ચાર વાગ્યા પછી હું અહીં પહોંચ્યો. ઘોડાની અછતને લઈને ગાડીવાને જુદો રસ્તો પસંદ કર્યો પણ એ તો ત્રાસજનક નીવડ્યો ! અને છેક મધરાતે જંગલમાં પહોંચીને એણે કહ્યું કે આગળ વધી શકાય એમ નથી ! અને એ સડેલા રસ્તે ત્યાં જ મારી ગાડી તૂટી ગઈ અને હું કાદવકીચડથી ભરેલા તળિયા વિનાના રસ્તામાં ખૂંપી ગયો. ગાડીવાન અને એના સાગરીતોએ મને એમાંથી બચાવી લીધો ના હોત તો હું ત્યાં જ મરી પરવાર્યો હોત ! ચાર ઘોડા હોવા છતાં જે હાલત મારી ગાડીની થઈ એ જ હાલત થોડા દિવસ પહેલાં ઍસ્ટર્હેઝીની ગાડીની આઠ ઘોડા હોવા છતાં પણ થયેલી. પણ મુશ્કેલીમાંથી બચી જવાનો મને આનંદ છે. હવે થોડી અંગત વાત. થોડા જ વખતમાં આપણે બંને મળીએ છીએ. મારી પોતાની જિંદગીને લગતાં મેં જે થોડાં નિરીક્ષણો છેલ્લા થોડા દિવસોમાં કર્યાં છે તે હું તને નહિ જણાવી શકું ! આપણાં હૃદય જ હંમેશાં સાથે જ હોત તો તો એવાં નિરીક્ષણો મેં કર્યા જ હોત નહિ ! તને ઘણીબધી વાતો કહેવા માટે મારું હૃદય આતુર છે. ઓહ ! એવી ક્ષણો પણ આવે છે જ્યારે લાગે છે કે બોલવાનો કોઈ મતલબ નથી ! હું તારો જ છું. આપણને જે જોઈશે તે દેવો મોકલશે જ !'' {{સ-મ|||''– તારો વિશ્વાસુ '''લુડવિગ'''''}} :''સાંજે, જુલાઈ 6, સોમવાર'' :{{gap}}''તું રિબાય છે, પ્રિયે ! હવે મને અક્કલ આવી કે કાગળ લખીને તરત જ વહેલી સવારે રવાના કરી દેવો જોઈએ. અહીંથી''<noinclude></noinclude> 53pwqijmo2c25trl4wpgudf53xxevif પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૪ 104 46984 166810 166802 2022-08-09T16:28:40Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૪૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>''ટપાલ લેવા માટે અઠવાડિયામાં માત્ર બે જ દિવસ પોસ્ટકોચ આવે છે – સોમવારે, ગુરુવારે. તું રિબાય છે. હું જ્યાં પણ {{SIC|હાઉં|હોઊં}} ત્યાં તું છે જ. મામલો થાળે પડે પછી હું તારી સાથે જ રહીશ. કેવી જિંદગી છે !! આવી !!! તારા વિના !'' :{{gap}}''માણસનું માણસ દ્વારા થતું અપમાન જોઈને મને રિબામણી થાય છે. બ્રહ્માંડના સંદર્ભમાં જ્યારે હું મારો વિચાર કરું છું કે હું કોણ છું અને એ .............. સૌથી મહાન કોણ છે તો ડઘાઈ જાઉં છું. સાચી દિવ્યતા તો અહીં પાર્થિવ માણસમાં જ રહેલી છે ! તું મને ચાહે છે એનાથી પણ વધારે હું તને ચાહું છું ! પણ મારાથી તું તારા વિચારો છુપાવીશ નહિ. ગુડ નાઈટ ! અત્યારે નહાતાં નહાતાં હું તને આ કાગળ લખું છું. પછી હું પથારીમાં જઈને ઊંઘી જઈશ. હે ઈશ્વર ! આટલે નજીક છતાં આટલે બધે દૂર શાને ?''' :''ગુડ મૉર્નિંગ, જુલાઈ 7''' :{{gap}}''હજી તો હું પથારીમાં છું પણ મારું મન તારી પાછળ જ ભટકે છે, મારી અમર પ્રેયસી ! નિયતિને આપણો પ્રેમ મંજૂર હશે કે કેમ એ વિચારતાં મારું મન ઘડીમાં દુઃખી થઈ જાય છે અને ઘડીમાં આનંદમાં આવી જાય છે. તું જો મને નહિ મળે તો હું જીવી શકીશ નહિ. હું તારી બાહોંમાં ઝંપલાવીને કહું છું કે હું તારો જ છું. પણ એ પહેલાં મેં ભટકી લેવાનો નિર્ધાર કર્યો છે. મારી ચંચળતા તું જાણતી હોઈશ, તેથી ભલે દુઃખપૂર્વક છતાં આસાનીથી તું ફેંસલો કરી શકીશ. હવે કોઈ મારું હૃદય ચોરી શકશે જ નહિ, કોઈ પણ નહિ, કદાપિ નહિ ! હે ઈશ્વર, એવું શા માટે જરૂરી છે કે જેને પ્રેમ કરતા હોઈએ એનાથી જુદા પડવું પડે ? વિયેનામાં મારી જિંદ્દગી તદન કંગાળ છે. તારો પ્રેમ મને વિશ્વનો સૌથી વધુ સુખી અને સાથે સાથે વિશ્વનો સૌથી વધુ દુઃખી માનવી બનાવે છે. આ ઉંમરે મારે સ્થિર અને શાંત જીવન જોઈએ છે. આપણી સ્થિતિમાં એ શક્ય બનશે ?''<noinclude></noinclude> 3jsr2e77pw0w0oo400wi2dys63ma2he પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૫ 104 46986 166811 166803 2022-08-09T16:31:14Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૪૫}}<hr></noinclude> :{{gap}}''મારી દેવી, મને હમણાં જ ખબર પડી કે અહીંથી પોસ્ટમૅન રોજ ટપાલ લઈ જાય છે. એટલે આ કાગળ લખવો બંધ કરી જલદી પોસ્ટ કરું છું જેથી તને એ આજે મળી જાય. શાંત થા, ઠંડા દિમાગે વિચાર કરીને જ આપણે બંને સાથે રહી શકીએ. શાંત થા ! મને પ્રેમ કર ! મને પ્રેમ કરતી રહેજે ! તારા હૃદયના શ્રેષ્ઠ ચાહક મારા વિશે ગેરસમજ કરીશ નહિ.'' ''{{સ-મ|||{{align|right|હંમેશાં તારો}}<br> {{align|right|હંમેશાં મારો}}<br> {{align|right|હંમેશાં આપણા બંન્નેનો}}<br> {{align|right|'''બીથોવન'''}}}}''<br><br><br> {{gap}}આ ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ કોણ હતી ? કાગળોમાં સંબોધન સ્પષ્ટ નથી. એ શોધવા માટે અસંખ્ય સંશોધકોએ અથાક પ્રયત્નો કર્યા છે. કેટલાક માને છે કે એ કાઉન્ટેસ ગિયુલિટા ગુઇકિયાર્ડી હતી. એ 1801માં બીથોવનની શિષ્યા હતી ત્યારે બીથોવન એના ઊંડા પ્રેમમાં પડેલો એ વાત તો નક્કી જ છે. એ વખતે 1801માં એ સત્તર વરસની હતી. અને એ જ વર્ષે બીથોવન એને પહેલી વાર મળેલો. બીથોવન ભલે તેના ઊંડા પ્રેમમાં તરત પડી ગયો પણ ગિયુલિટાને તો તેના પ્રત્યે માત્ર ગાઢ મિત્રતા અને અહોભાવ જ હતાં. ઉનાળાની એક રાતે ગિયુલિટા સમક્ષ બીથોવને જ્યારે મુનલાઇટ સોનાટા પિયાનો પર વગાડ્યો ત્યારે ગિયુલિટાએ બીથોવનને પોતાનો એક નિર્ણય જણાવ્યો : રૂપાળા અને દેખાડવા જુવાન કાઉન્ટ ગાલેન્બર્ગ સાથે તે ટૂંક સમયમાં જ લગ્ન કરવાની હતી. આ સાંભળી બીથોવન સળગી ઊઠ્યો, ક્રોધાવેશમાં એણે બરાડા પાડવા માંડ્યા અને રસ્તા પર એ દોડવા માંડ્યો. ગિયુલિટાની કઝીન થેરિસા ફૉન બ્રૂન્સ્વિકને મળીને બીથોવને આ વાત કરી. ગિયુલિટાના કાઉન્ટ ગાલેન્બર્ગ સાથેના લગ્નપ્રસંગે બીથોવન હાજર રહેલો, પણ તેણે ઑર્ગન પર શોકસંગીત વગાડી આનંદમંગલના પ્રસંગના રંગમાં ભંગ પાડેલો !<noinclude></noinclude> 5p1w1u2qwminbdxpfgbokf14qgthfwf પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૬ 104 46987 166812 166804 2022-08-09T16:32:51Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૪૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> બિચારી ગિયુલિટાનું નસીબ ફૂટેલું નીકળ્યું ! લગ્ન પછી એનો વર જુગારી સાબિત થયો. હવે ગિયુલિટાને બીથોવન માટે સહાનુકંપા થઈ ખરી, પણ એ ઘણી મોડી પડી. તેણે બીથોવનને પત્ર લખીને પશ્ચાત્તાપનો એકરાર કર્યો અને એના અનુસંધાનમાં બીથોવને આ ત્રણ પત્રો લખ્યા, જે ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ નામે નામના પામ્યા. દિલના ઊંડાણમાંથી બીથોવન ભલે હજી પણ ગિયુલિટાને ચાહતો હોવા છતાં તે હવે તેને પરણવા માંગતો નહોતો તે વાત તેના આ પત્રોમાંથી સ્પષ્ટ થાય છે. 1801ના નવેમ્બરમાં બીથોવને વેજિલરને છેલ્લા વરસથી બહેરાશને કારણે એકલવાયી અને દુઃખી બનેલી પોતાની જિંદગી વિશે લખેલું : :{{gap}}''પણ હવે એક રૂપાળી અને આકર્ષક છોકરીને કારણે છેલ્લે છેલ્લે સ્થિતિ બદલાઈ છે. પહેલી વાર મને લાગ્યું કે લગ્ન મને સુખ આપી શકે. પણ અરેરે ! એ ખૂબ જ શ્રીમંત અને ઍરિસ્ટોક્રેટિક છે ! તેથી આ લગ્ન અશક્ય છે.'' {{gap}}અહીં અધ્યાહાર ઉલ્લેખ પામેલી છોકરી ગિયુલિટા જ હતી. એના કુટુંબે મધ્યમ વર્ગના બીથોવન સાથે એને લગ્નની મંજૂરી આપી હોય એ સંભવ જ નથી. 1803માં એ કાઉન્ટ ગૅલન્બર્ગને પરણી ગઈ. વીસ વરસ પછી મિત્ર શીન્ડ્લર આગળ બીથોવને આ પ્રેમપ્રકરણ વિશે કહેલું : “એ મારા ઊંડા પ્રેમમાં હતી; એના પતિ સાથેના પ્રેમ કરતાં તો કાંઈ કેટલાય વધારે.” '''થેરિસા ફૉન બ્રૂન્સ્વિક''' {{gap}}પણ કેટલાક જીવનકથાકારો કહે છે કે આ ‘ઇમ્મોર્ટલ બિલવિડ’ પ્રેમપત્રો જેને સંબોધ્યા છે તે આ છોકરી નહિ, પણ બીજી ત્રણ છોકરીઓ હોઈ શકે : તેરચૌદ વરસની થેરેસા માલ્ફાતી, બીજી એમિલી સેબાલ્ડ અને ત્રીજી હંગેરિયન કાઉન્ટેસ થેરિસા ફૉન બ્રૂન્સ્વિક. આ છેલ્લી થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ગિયુલિટાની જ કઝિન હતી. વળી<noinclude></noinclude> olz14b8gknkg028waihjxclj1mg8rfz પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૭ 104 46988 166805 166534 2022-08-09T12:01:51Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૭}}<hr></noinclude>કાગળોમાં માત્ર જુલાઈ છ અને જુલાઈ સાત એવી જ તારીખો છે, વરસનો કોઈ જ ઉલ્લેખ નથી. છઠ્ઠી જુલાઈએ સોમવાર હોય એવાં વર્ષો માત્ર આટલાં જ હતાં : 1795, 1801, 1807 અને 1812. છતાં બીથોવનનો જીવનકથાકાર થૅયર માને છે કે આ કાગળો 1806માં જ લખાયા હોવા જોઈએ; કારણ કે એ જ વર્ષે એ બ્રૂબ્સ્વિકના પ્રેમમાં હતો. થૅયરના મત અનુસાર કાગળોમાં ખોટી તારીખો નાંખવાની બીર્થોવનને આદત હતી. થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ખૂબ જ બુદ્ધિશાળી, ચતુર અને ભણવામાં અવ્વલ નંબર હતી. બીથોવન એના પ્રેમમાં પડ્યો ત્યારે થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ચોવીસ વરસની હતી. એ પછી બીથોવન એની નાની બહેન જોસેફાઇનના પ્રેમમાં પડ્યો. બિચારી જોસેફાઇને પોતાની મરજી વિરુદ્ધ 1799ના જૂનમાં વૃદ્ધ કાઉન્ટ જોસેફ ડેઇમ સાથે પરણવું પડેલું ! લગ્નના ત્રણ જ મહિનાને અંતે એ વૃદ્ધ પતિ મરી પરવાર્યો ! બીથોવને ફરીથી જોસેફાઇન તરફ પ્રેમભરી નજર નાંખી. પણ સ્વર્ગસ્થ પતિથી સગર્ભા જોસેફાઇનના જીવનનું ધ્યેય હવે એક જ હતું : મૃત પતિના સંભારણા સમા બાળકનો ઉછેર, માવજત અને સારસંભાળ. બીથોવનને લાલબત્તી ધરતાં જોસેફાઇને લખ્યું : :{{gap}}''હું હૃદયપૂર્વક તને ચાહું છું. મને હજી જાણ થાય તે પહેલાં જ તારા સંગીતે મને તારા તરફ ખેંચીને તારી બનાવી મૂકેલી. તારા ઉમદા વ્યક્તિત્વ અને મારા પ્રત્યેના તારા પ્રેમને કારણે મારો પ્રેમ વધુ ગાઢ બન્યો. આ પ્રેમ મારા જીવનનું એક અણમોલ રત્ન બની રહેશે; તારો પ્રેમ જો શારીરિક વાસનાથી અલિપ્ત હોય તો તો ખાસ. હું તને શારીરિક પ્રેમ હરગિજ આપી નહિ શકું. પવિત્ર બંધન ફગાવીને હું તારી પાસે આવી શકીશ નહિ. મારી ફરજોનું પાલન કરતી વેળા હું વધુ યાતના અનુભવું છું એટલું તને ભાન થાય તો સારું. હું જે પગલાં લઉં છું તેની પાછળ ઉમદા હેતુ રહેલા છે.''<noinclude></noinclude> ii7oqq3sdpgwm5kkhgm2vpmi2eqzgi4 166813 166805 2022-08-09T16:34:54Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૪૭}}<hr></noinclude>કાગળોમાં માત્ર જુલાઈ છ અને જુલાઈ સાત એવી જ તારીખો છે, વરસનો કોઈ જ ઉલ્લેખ નથી. છઠ્ઠી જુલાઈએ સોમવાર હોય એવાં વર્ષો માત્ર આટલાં જ હતાં : 1795, 1801, 1807 અને 1812. છતાં બીથોવનનો જીવનકથાકાર થૅયર માને છે કે આ કાગળો 1806માં જ લખાયા હોવા જોઈએ; કારણ કે એ જ વર્ષે એ બ્રૂન્સ્વિકના પ્રેમમાં હતો. થૅયરના મત અનુસાર કાગળોમાં ખોટી તારીખો નાંખવાની બીર્થોવનને આદત હતી. થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ખૂબ જ બુદ્ધિશાળી, ચતુર અને ભણવામાં અવ્વલ નંબર હતી. બીથોવન એના પ્રેમમાં પડ્યો ત્યારે થેરિસા ફૉન બ્રૂન્સ્વિક ચોવીસ વરસની હતી. એ પછી બીથોવન એની નાની બહેન જોસેફાઇનના પ્રેમમાં પડ્યો. બિચારી જોસેફાઇને પોતાની મરજી વિરુદ્ધ 1799ના જૂનમાં વૃદ્ધ કાઉન્ટ જોસેફ ડેઇમ સાથે પરણવું પડેલું ! લગ્નના ત્રણ જ મહિનાને અંતે એ વૃદ્ધ પતિ મરી પરવાર્યો ! બીથોવને ફરીથી જોસેફાઇન તરફ પ્રેમભરી નજર નાંખી. પણ સ્વર્ગસ્થ પતિથી સગર્ભા જોસેફાઇનના જીવનનું ધ્યેય હવે એક જ હતું : મૃત પતિના સંભારણા સમા બાળકનો ઉછેર, માવજત અને સારસંભાળ. બીથોવનને લાલબત્તી ધરતાં જોસેફાઇને લખ્યું : :{{gap}}''હું હૃદયપૂર્વક તને ચાહું છું. મને હજી જાણ થાય તે પહેલાં જ તારા સંગીતે મને તારા તરફ ખેંચીને તારી બનાવી મૂકેલી. તારા ઉમદા વ્યક્તિત્વ અને મારા પ્રત્યેના તારા પ્રેમને કારણે મારો પ્રેમ વધુ ગાઢ બન્યો. આ પ્રેમ મારા જીવનનું એક અણમોલ રત્ન બની રહેશે; તારો પ્રેમ જો શારીરિક વાસનાથી અલિપ્ત હોય તો તો ખાસ. હું તને શારીરિક પ્રેમ હરગિજ આપી નહિ શકું. પવિત્ર બંધન ફગાવીને હું તારી પાસે આવી શકીશ નહિ. મારી ફરજોનું પાલન કરતી વેળા હું વધુ યાતના અનુભવું છું એટલું તને ભાન થાય તો સારું. હું જે પગલાં લઉં છું તેની પાછળ ઉમદા હેતુ રહેલા છે.''<noinclude></noinclude> 0oogq6k5ae0un8plxrl9qef271ely9f પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૮ 104 46989 166806 166535 2022-08-09T12:25:41Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|૧૪૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> '''ભવ્ય કૃતિઓનો આરંભ''' {{gap}}1803માં બીથોવને ભવ્ય કૃતિઓની રચનાનો આરંભ કર્યો. એમાં સૌથી મોખરે છે ત્રીજી સિમ્ફની : ‘ઇરોઇકા’. આદર્શ વીર નાયકના જીવનનું આલેખન કરતી એ સિમ્ફની ખરેખર મર્દાના છે. એની છેલ્લી ગતમાં ટ્રમ્પેટ્સનો ઝાકમઝોળ – ફૅન્ફેર છે. આ ત્રીજી સિમ્ફની ‘ઇરોઇકા’ મૂળમાં તો બીથોવને ફ્રેંચ ક્રાંતિના વીર નાયક નેપોલિયોને અર્પણ કરેલી. પણ એ નેપોલિયોં આપખુદ બનીને ફ્રાંસ પર સમ્રાટ થઈને ચઢી બેઠો અને પછી તો સમગ્ર યુરોપ રગદોળવા માટે તત્પર થયો. આ સમાચાર સાંભળીને બીથોવન તાડૂકી ઊઠ્યો, “પોતાની સ્વાર્થી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા હવે એ (નેપોલિયોં) બીજા માણસોના હક્કો પર તરાપ મારશે ? એમને ચગદી નાખશે ? એક સાધારણ આદમીથી વિશેષ એ શું છે ? જનતાના અધિકારો પગ તળે છૂંદીને પોતાની વાસનાઓ સંતોષશે ! માથે ચઢી બેસીને કાળો ત્રાસ વર્તાવશે.” ગુસ્સામાં અર્પણપત્રિકા ફાડી નાંખીને બીથોવને તે અર્પણ રદ કર્યું. સાથે સાથે તે સિમ્ફનીની મૅન્યુસ્ક્રિપ્ટનાં પહેલાં બે પાનાં પણ ફાટી ગયેલાં. એ બે પાનાં શિષ્ય રીઝે ફરી લખી આપ્યાં. એ પછી વાયોલિન સોનાટા ‘ક્રુત્ઝર’ અને ઑરેટોરિયો ‘ધ માઉન્ટ ઑફ ઑલિવ્ઝ’નો વારો આવ્યો. 1803ના એપ્રિલની પાંચમીએ આ ઑરેટોરિયોનો પ્રીમિયર શો થયો. એ જલસામાં એ ઉપરાંત એની પહેલી અને બીજી સિમ્ફનીઓનું પણ વાદન કરવામાં આવ્યું. એ જલસામાં ચાલુ ભાવ કરતાં આગલી હરોળની ટિકિટોનો ભાવ ત્રણગણો, વચ્ચેની હરોળની ટિકિટોનો ભાવ બમણો તથા બૉક્સિસની ટિકિટોનો ભાવ ચારગણો રાખેલો તે છતાં ટિકિટ વગર ટળવળતા લોકો કકળતા હતા ! આ જલસાથી બીથોવનને 1800 ફ્‌લોરિનનો ચોખ્ખો નફો થયો. સ્કૉટિશ લોકધૂનોના સંગ્રાહક જ્યૉર્જ થોમ્સન ઑફ એડિન્બર્ગે બીથોવન સાથે એક સોદો કર્યો : સ્કૉટિશ લોકધૂનો<noinclude></noinclude> 9o0n1ymianoqx24dg3j0syrl1l2eud0 166814 166806 2022-08-09T16:37:05Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|૧૪૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude> '''ભવ્ય કૃતિઓનો આરંભ''' {{gap}}1803માં બીથોવને ભવ્ય કૃતિઓની રચનાનો આરંભ કર્યો. એમાં સૌથી મોખરે છે ત્રીજી સિમ્ફની : ‘ઇરોઇકા’. આદર્શ વીર નાયકના જીવનનું આલેખન કરતી એ સિમ્ફની ખરેખર મર્દાના છે. એની છેલ્લી ગતમાં ટ્રમ્પેટ્સનો ઝાકમઝોળ – ફૅન્ફેર છે. આ ત્રીજી સિમ્ફની ‘ઇરોઇકા’ મૂળમાં તો બીથોવને ફ્રેંચ ક્રાંતિના વીર નાયક નેપોલિયોંને અર્પણ કરેલી. પણ એ નેપોલિયોં આપખુદ બનીને ફ્રાંસ પર સમ્રાટ થઈને ચઢી બેઠો અને પછી તો સમગ્ર યુરોપ રગદોળવા માટે તત્પર થયો. આ સમાચાર સાંભળીને બીથોવન તાડૂકી ઊઠ્યો, “પોતાની સ્વાર્થી મહત્ત્વાકાંક્ષા સિદ્ધ કરવા હવે એ (નેપોલિયોં) બીજા માણસોના હક્કો પર તરાપ મારશે ? એમને ચગદી નાખશે ? એક સાધારણ આદમીથી વિશેષ એ શું છે ? જનતાના અધિકારો પગ તળે છૂંદીને પોતાની વાસનાઓ સંતોષશે ! માથે ચઢી બેસીને કાળો ત્રાસ વર્તાવશે.” ગુસ્સામાં અર્પણપત્રિકા ફાડી નાંખીને બીથોવને તે અર્પણ રદ કર્યું. સાથે સાથે તે સિમ્ફનીની મૅન્યુસ્ક્રિપ્ટનાં પહેલાં બે પાનાં પણ ફાટી ગયેલાં. એ બે પાનાં શિષ્ય રીઝે ફરી લખી આપ્યાં. એ પછી વાયોલિન સોનાટા ‘ક્રુત્ઝર’ અને ઑરેટોરિયો ‘ધ માઉન્ટ ઑફ ઑલિવ્ઝ’નો વારો આવ્યો. 1803ના એપ્રિલની પાંચમીએ આ ઑરેટોરિયોનો પ્રીમિયર શો થયો. એ જલસામાં એ ઉપરાંત એની પહેલી અને બીજી સિમ્ફનીઓનું પણ વાદન કરવામાં આવ્યું. એ જલસામાં ચાલુ ભાવ કરતાં આગલી હરોળની ટિકિટોનો ભાવ ત્રણગણો, વચ્ચેની હરોળની ટિકિટોનો ભાવ બમણો તથા બૉક્સિસની ટિકિટોનો ભાવ ચારગણો રાખેલો તે છતાં ટિકિટ વગર ટળવળતા લોકો કકળતા હતા ! આ જલસાથી બીથોવનને 1800 ફ્‌લોરિનનો ચોખ્ખો નફો થયો. સ્કૉટિશ લોકધૂનોના સંગ્રાહક જ્યૉર્જ થોમ્સન ઑફ એડિન્બર્ગે બીથોવન સાથે એક સોદો કર્યો : સ્કૉટિશ લોકધૂનો<noinclude></noinclude> fl1skqz4li8wz8plrijyi5rt319p91o પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૫૯ 104 46990 166807 166536 2022-08-09T12:34:36Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૪૯}}<hr></noinclude> ઉપરથી બીથોવને છ સોનાટા લખી આપવાના હતા. થોડાં વર્ષો પછી બીથોવને એ મુજબના છ સોનાટા લખીને એ સોદો પૂરો કર્યો. {{gap}}એ જ વર્ષે 1803માં બીથોવને પ્રિન્સ લિખ્નોવ્સ્કીનો મહેલ છોડી ભાઈ કાર્લ જોડે રહેવું શરૂ કર્યું. પ્રકાશકો અને જલસાના આયોજકો સાથે વાટાઘાટો કરવામાં કાર્લ બીથોવનનો સફળ સેક્રેટરી સાબિત થયો. પણ એના ધંધાદારી કાગળો વાંચતાં તો એ સાવ ફાંકેબાજ ગધેડો જ હોય એવું લાગે છે ! કદાચ એવું પણ હોય કે ફાંકેબાજ બીથોવને જ એને એવા કાગળો લખવાની સૂચના આપી હોય ! {{gap}}શિકેનેડરે પોતાના થિયેટર માટે બીથોવનને ઑપેરા લખવાનું કામ સોંપ્યું. પોતે જ લખેલા લિબ્રેતો ઉપર જ બીથોવને ઑપેરા લખવાનું વિચાર્યું; તેનું નામ પણ નક્કી કરી નાંખેલું : ‘વેસ્તાસ ફ્‌યુઅર’. પણ આ યોજના કદી ફળીભૂત થઈ નહિ. એ વખતના પૅરિસના એક શ્રેષ્ઠ વાયોલિનીસ્ટ રૂડોલ્ફ ક્રુઇત્ઝરને તેણે વાયોલિન અને પિયાનો માટેનો એક સોનાટા લખી અર્પણ કર્યો જે ‘ક્રુઇત્ઝર’ નામે ઓળખાયો. કેન્ટાટા ‘મીરેસ્ટીલે ઉન્ડ ગ્લુક્લીએ ફાર્ટ’ લખી તેણે ગથેને અર્પણ કર્યો. રૌદ્ર રસથી તરબતર પિયાનો કન્ચર્ટો નં. 5 લખ્યો. બીથોવનની પાંચમી સિમ્ફનીને હૉફમેને સૌથી વધુ સાદી સૂરાવલિઓ વડે બનતી બોલકી સિમ્ફની તરીકે ઓળખાવી છે. બીથોવનની છેલ્લી નવમી સિમ્ફનીમાં ફ્રેંચ નવલકથાકાર રોમાં રોલાંને સમગ્ર વિશ્વ પ્રત્યેની બીથોવનની અનુકંપા નજરે પડી છે. બીથોવને ભલે મોત્સાર્ટની જેમ ફ્રીમેસન સંપ્રદાય અંગીકાર કર્યો નહિ, પણ અહીં કવિ શીલરના કાવ્ય ‘ઓડ ટુ જૉય’ની બીથોવને કરેલી પસંદગીમાં વિશ્વબંધુત્વનો ભાવ મોત્સાર્ટ જેવો જ જણાય છે. જૉસેફ ક્રીપ્સના અભિપ્રાય મુજબ નવમી સિમ્ફની બીથોવનનું શ્રેષ્ઠ સર્જન છે. ફ્રેંચ સંગીતકાર હૅક્ટર બર્લિયોઝના માનવા મુજબ બીથોવનના સમગ્ર<noinclude></noinclude> p9zlntmrcw6zra9oz8y5kv30cx4uepm 166815 166807 2022-08-09T16:39:03Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૪૯}}<hr></noinclude> ઉપરથી બીથોવને છ સોનાટા લખી આપવાના હતા. થોડાં વર્ષો પછી બીથોવને એ મુજબના છ સોનાટા લખીને એ સોદો પૂરો કર્યો. {{gap}}એ જ વર્ષે 1803માં બીથોવને પ્રિન્સ લિખ્નોવ્સ્કીનો મહેલ છોડી ભાઈ કાર્લ જોડે રહેવું શરૂ કર્યું. પ્રકાશકો અને જલસાના આયોજકો સાથે વાટાઘાટો કરવામાં કાર્લ બીથોવનનો સફળ સેક્રેટરી સાબિત થયો. પણ એના ધંધાદારી કાગળો વાંચતાં તો એ સાવ ફાંકેબાજ ગધેડો જ હોય એવું લાગે છે ! કદાચ એવું પણ હોય કે ફાંકેબાજ બીથોવને જ એને એવા કાગળો લખવાની સૂચના આપી હોય ! {{gap}}શિકેનેડરે પોતાના થિયેટર માટે બીથોવનને ઑપેરા લખવાનું કામ સોંપ્યું. પોતે જ લખેલા લિબ્રેતો ઉપર જ બીથોવને ઑપેરા લખવાનું વિચાર્યું; તેનું નામ પણ નક્કી કરી નાંખેલું : ‘વેસ્તાસ ફ્‌યુઅર’. પણ આ યોજના કદી ફળીભૂત થઈ નહિ. એ વખતના પૅરિસના એક શ્રેષ્ઠ વાયોલિનીસ્ટ રૂડોલ્ફ ક્રુઇત્ઝરને તેણે વાયોલિન અને પિયાનો માટેનો એક સોનાટા લખી અર્પણ કર્યો જે ‘ક્રુઇત્ઝર’ નામે ઓળખાયો. કેન્ટાટા ‘મીરેસ્ટીલે ઉન્ડ ગ્લુક્લીએ ફાર્ટ’ લખી તેણે ગથેને અર્પણ કર્યો. રૌદ્ર રસથી તરબતર પિયાનો કન્ચર્ટો નં. 5 લખ્યો. બીથોવનની પાંચમી સિમ્ફનીને હૉફમેને સૌથી વધુ સાદી સૂરાવલિઓ વડે બનતી બોલકી સિમ્ફની તરીકે ઓળખાવી છે. બીથોવનની છેલ્લી નવમી સિમ્ફનીમાં ફ્રેંચ નવલકથાકાર રોમાં રોલાંને સમગ્ર વિશ્વ પ્રત્યેની બીથોવનની અનુકંપા નજરે પડી છે. બીથોવને ભલે મોત્સાર્ટની જેમ ફ્રીમેસન સંપ્રદાય અંગીકાર કર્યો નહિ, પણ અહીં કવિ શીલરના કાવ્ય ‘ઓડ ટુ જૉય’ની બીથોવને કરેલી પસંદગીમાં વિશ્વબંધુત્વનો ભાવ મોત્સાર્ટ જેવો જ જણાય છે. જૉસેફ ક્રીપ્સના અભિપ્રાય મુજબ નવમી સિમ્ફની બીથોવનનું શ્રેષ્ઠ સર્જન છે. ફ્રેંચ સંગીતકાર હૅક્ટર બર્લિયોઝના માનવા મુજબ બીથોવનના સમગ્ર<noinclude></noinclude> 4g958idirrzcrp2auzzh1l7j9k0v3ze પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૦ 104 46991 166808 166537 2022-08-09T12:50:46Z Meghdhanu 3380 /* Proofread */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="3" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૦}}<hr></noinclude> સંગીતમાં તેની નવમી સિમ્ફની વગાડવાની દૃષ્ટિએ સૌથી વધુ અઘરી છે. પોતાના છેલ્લા પિયાનો સોનાટાઓ, નવમી સિમ્ફની અને ‘મિસા સોલેમિસ’ રચી લીધા પછી 1825માં બીથોવન ફરી વાર સ્ટ્રીન્ગ ક્વાર્ટેટના રૂપ તરફ આકર્ષાયેલો. આ છેલ્લા તબક્કાના તેના પાંચ સ્ટ્રીન્ગ ક્વાર્ટેટ (નં. 12, 13, 14, 15 અને 16) તથા બીજી એક રચના ‘ગ્રોસ ફ્‌યુગ’ (ઓપસ 133) આજે બીથોવનના સર્જનનાં ઉત્તુંગ શૃંગો ગણાય છે. રોમાં રોલાંને તેમાં ટ્રેજેડીનાં ચરમબિંદુઓ દેખાયાં છે, ઉપરાંત કંટાળો, ઘરઝુરાપો, ક્રોધાવેશ અને કોરી ખાતી એકલતામાંથી છુટકારો પામવાની તેની મથામણો પણ નજરે પડી છે. પંદરમા સ્ટ્રીન્ગ ક્વાર્ટેટની ગત ‘સૉન્ગ ઑફ ગ્રેટીટ્યુડ ટુ ધ ડિવાઇન સ્પિરિટ ફ્રૉમ એ કોન્વાલેસેન્ટ ઇન ધ લિડિયન મોડ’માં સોળમી સદી જેવી પોલિફોની સંભળાય છે. શું બીથોવને હેતુપૂર્વક જ્વેસ્વાલ્દો કે આર્લોન્દો દ લાસોનું અનુકરણ કર્યું ? એમ કર્યું હોય એવું લાગતું તો નથી જ; કારણ કે બીથોવને પોતે જ કહેલું કે, “એ પૂર્વસૂરિ સંગીતકારોના મનોગતમાં ઊતર્યા વિના કરેલી નકલખોરી તદ્દન નિરર્થક છે.” '''ફિડેલિયો''' {{gap}}બીથોવનના એકમાત્ર ઑપેરા ‘ફિડેલિયો’નો પ્રીમિયર શો વિયેનામાં 1805ના નવેમ્બરની વીસમીએ થયો. કંગાળ રિહર્સલ્સની સીધી અસર એ પ્રીમિયર શો પર પડેલી. ગાયકોએ તદૃન વેઠ ઉતારેલી. ત્રણ રાત્રીના ત્રણ શો પછી એ ફ્લૉપ ગયો. એની આવી હાલત થવાને કારણે બીથોવને મનમાં મક્કમ ગાંઠ વાળી કે હવે પછી ઑપેરાનો સ્પર્શ પણ કરવો નહિ, એવી વાયકા પ્રચલિત છે. પણ આ વાયકા નિરાધાર છે. પછીનાં થોડાં વરસો સુધી બીથોવન સતત સારી ટેક્સ્ટ – લિબ્રેતો – ની શોધમાં હતો. થોડો વખત એણે ‘મૅકબેથ’ વિશે વિચાર્યા પછી એનું ધ્યાન ગથેના ‘ફૉસ્ટ’ ઉપર ઠર્યું.<noinclude></noinclude> mtle3t6wa9gcvm7w7g8w3i956eeyloh 166816 166808 2022-08-09T16:40:36Z Amvaishnav 156 /* Validated */ proofread-page text/x-wiki <noinclude><pagequality level="4" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૫૦}}<hr></noinclude> સંગીતમાં તેની નવમી સિમ્ફની વગાડવાની દૃષ્ટિએ સૌથી વધુ અઘરી છે. પોતાના છેલ્લા પિયાનો સોનાટાઓ, નવમી સિમ્ફની અને ‘મિસા સોલેમિસ’ રચી લીધા પછી 1825માં બીથોવન ફરી વાર સ્ટ્રીન્ગ ક્વાર્ટેટના રૂપ તરફ આકર્ષાયેલો. આ છેલ્લા તબક્કાના તેના પાંચ સ્ટ્રીન્ગ ક્વાર્ટેટ (નં. 12, 13, 14, 15 અને 16) તથા બીજી એક રચના ‘ગ્રોસ ફ્‌યુગ’ (ઓપસ 133) આજે બીથોવનના સર્જનનાં ઉત્તુંગ શૃંગો ગણાય છે. રોમાં રોલાંને તેમાં ટ્રેજેડીનાં ચરમબિંદુઓ દેખાયાં છે, ઉપરાંત કંટાળો, ઘરઝુરાપો, ક્રોધાવેશ અને કોરી ખાતી એકલતામાંથી છુટકારો પામવાની તેની મથામણો પણ નજરે પડી છે. પંદરમા સ્ટ્રીન્ગ ક્વાર્ટેટની ગત ‘સૉન્ગ ઑફ ગ્રેટીટ્યુડ ટુ ધ ડિવાઇન સ્પિરિટ ફ્રૉમ એ કોન્વાલેસેન્ટ ઇન ધ લિડિયન મોડ’માં સોળમી સદી જેવી પોલિફોની સંભળાય છે. શું બીથોવને હેતુપૂર્વક જ્વેસ્વાલ્દો કે આર્લોન્દો દ લાસોનું અનુકરણ કર્યું ? એમ કર્યું હોય એવું લાગતું તો નથી જ; કારણ કે બીથોવને પોતે જ કહેલું કે, “એ પૂર્વસૂરિ સંગીતકારોના મનોગતમાં ઊતર્યા વિના કરેલી નકલખોરી તદ્દન નિરર્થક છે.” '''ફિડેલિયો''' {{gap}}બીથોવનના એકમાત્ર ઑપેરા ‘ફિડેલિયો’નો પ્રીમિયર શો વિયેનામાં 1805ના નવેમ્બરની વીસમીએ થયો. કંગાળ રિહર્સલ્સની સીધી અસર એ પ્રીમિયર શો પર પડેલી. ગાયકોએ તદૃન વેઠ ઉતારેલી. ત્રણ રાત્રીના ત્રણ શો પછી એ ફ્લૉપ ગયો. એની આવી હાલત થવાને કારણે બીથોવને મનમાં મક્કમ ગાંઠ વાળી કે હવે પછી ઑપેરાનો સ્પર્શ પણ કરવો નહિ, એવી વાયકા પ્રચલિત છે. પણ આ વાયકા નિરાધાર છે. પછીનાં થોડાં વરસો સુધી બીથોવન સતત સારી ટેક્સ્ટ – લિબ્રેતો – ની શોધમાં હતો. થોડો વખત એણે ‘મૅકબેથ’ વિશે વિચાર્યા પછી એનું ધ્યાન ગથેના ‘ફૉસ્ટ’ ઉપર ઠર્યું.<noinclude></noinclude> b16nebb5ym9x5ymz4scwak3uasuu973