વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.23
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
સુદામા ચરિત
0
2908
166862
33202
2022-08-11T04:51:42Z
43.241.193.23
wikitext
text/x-wiki
<center>
<big><big>'''સુદામા ચરિત'''</big></big><br />
'''[[સર્જક:શ્રી પ્રેમાનંદ| શ્રી પ્રેમાનંદ]]'''<br />
</center>
===અનુક્રમણિકા===
* [[સુદામા ચરિત/કડવું ૧|કડવું ૧]]
* [[સુદામા ચરિત/કડવું ૨|કડવું ૨]]
* [[સુદામા ચરિત/કડવું ૩|કડવું ૩]]
* [[સુદામા ચરિત/કડવું ૪|કડવું ૪]]
* [[સુદામા ચરિત/કડવું ૫|કડવું ૫]]
* [[સુદામા ચરિત/કડવું ૬|કડવું ૬]]
* [[સુદામા ચરિત/કડવું ૭|કડવું ૭]]
* [[સુદામા ચરિત/કડવું ૮|કડવું ૮]]
* [[સુદામા ચરિત/કડવું ૯|કડવું ૯]]
* [[સુદામા ચરિત/કડવું ૧૦|કડવું ૧૦]]
* [[સુદામા ચરિત/કડવું ૧૧|કડવું ૧૧]]
* [[સુદામા ચરિત/કડવું ૧૨|કડવું ૧૨]]
* [[સુદામા ચરિત/કડવું ૧૩|કડવું ૧૩]]
* [[સુદામા ચરિત/કડવું ૧૪|કડવું ૧૪]]
[[શ્રેણી:પ્રેમાનંદ]]
0v08blco8ciccizxdhq38r1jktbw9cd
સૂચિ:Vela Vela ni Chhanyadi.pdf
106
46793
166834
166759
2022-08-11T03:23:04Z
Meghdhanu
3380
proofread-index
text/x-wiki
{{:MediaWiki:Proofreadpage_index_template
|પ્રકાર=પુસ્તક
|શીર્ષક=વેળા વેળાની છાંયડી
|ભાષા=gu
|ગ્રંથ=
|સર્જક=ચુનીલાલ મડિયા
|અનુવાદક=
|સંપાદક=
|ચિત્રકાર=
|મહાવિદ્યાલય=
|પ્રકાશક=નવભારત સાહિત્ય મંદિર
|સરનામું=અમદાવાદ
|વર્ષ=2019
|Key=
|ISBN=
|OCLC=
|LCCN=
|BNF_ARK=
|ARC=
|સ્રોત=pdf
|Image={{પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૧}}
|પ્રગતિ=UP
|પાનાં=<pagelist
1="મુખપૃષ્ઠ"
2to3="-"
4to5="નિવેદન"
6to7="અનુક્રમ"
8to14="લોકજીવનનો અધ્યાસ"
15="14" />
|Volumes=
|ટિપ્પણી=
|Width=
|Css=
|Header=
|Footer=<small>'''{{સ-મ|{{{pagenum}}}||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||{{{pagenum}}}}}'''</small>
}}
h57l4mu3i04mpkjd1uz3h76lcbinh4i
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૧
104
46992
166817
166786
2022-08-10T16:20:07Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૧}}<hr></noinclude>
‘ફૉસ્ટ’ ઉપરથી જો કોઈએ સારો લિબ્રેતો તૈયાર કરી આપ્યો હોત તો તેણે એના પર જરૂર ઑપેરા લખ્યો હોત. ‘ફિડેલિયો’ના પ્રીમિયર શો માટેના ઑવર્ચરથી અલગ જ એવા એ ઑપેરા માટેના ત્રણ નવા ઓવર્ચર્સ એણે પછીનાં વર્ષોમાં અલગ અલગ સમયે લખેલા.
{{gap}}1806ની પાનખરમાં વિયેનાના દરબારી થિયેટર સમક્ષ બીથોવને એક દરખાસ્ત મૂકી : વિયેના દરબાર અને બીથોવન એકબીજા સાથે એક કૉન્ટ્રેક્ટ કરે અને એ કૉન્ટ્રેક્ટ અનુસાર પ્રત્યેક વર્ષે બીથોવન એ થિયેટરને એક ઑપેરા અને એક ઑપેરેટા<sup>*</sup><ref>*નાનો, એકાંકી ઑપેરા.</ref> લખી આપે. બદલામાં થિયેટર બીથોવનને વાર્ષિક 2,400 ફ્લોરિનની રકમ ચૂકવે. આ દરખાસ્ત તરત જ ફગાવી દેવામાં આવી. પણ એ જ દરબારના એક સભ્ય અને થિયેટરના ડાયરેક્ટર પ્રિન્સ ઍસ્ટર્હેઝીએ બીથોવન પાસે એક માસ માંગ્યો, અને એણે માસ લખી આપ્યો.
'''નવસર્જન'''
{{gap}}1806, 1807 અને 1808માં બીથોવને નવી કૃતિઓ લખી : ચોથી, પાંચમી અને છઠ્ઠી સિમ્ફનીઓ. રૌદ્ર રસ, વીરરસ અને ઉદ્વેગથી છલકાતી પાંચમી સિમ્ફની ‘ફેઇટ નૉકિન્ગ ઍટ ધ ડૉર’ના લાડકા નામે જાણીતી બની છે. માનવી સાથે સંતાકૂકડી રમતી નિયતિ આ સિમ્ફનીનો વિષય છે. છઠ્ઠી સિમ્ફની ‘પૅસ્ટોરેલ’ નામે જાણીતી બની છે. ગોપજીવનના અદ્ભુત રસને એમાં કેન્દ્રસ્થાને મૂક્યો છે. વિયેના ખાતેનો શ્રીમંત રશિયન ઍમ્બેસેડર કાઉન્ટ રેઝૂમોવ્સ્કી સૂઝ-સમજવાળો સંગીતનો મહારસિયો જ માત્ર નહોતો પણ એક ઉમદા વાદક પણ હતો. વિયેના ખાતેના પોતાના મહેલમાં એણે ચાર વાદકોના અંગત જૂથ ‘ક્વાર્ટેટ’ની રચના કરેલી. (એમાંથી એક વાદક તો એ પોતે જ હતો.) એણે બીથોવન પાસે ચાર વાદકો માટેની<noinclude><hr>
{{reflist}}</noinclude>
gyyz7w3g94fb8krnfz11rgthmiinvd4
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૨
104
46993
166818
166788
2022-08-10T16:28:25Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૫૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
થોડી ‘ક્વાર્ટેટ’ રચનાઓ માગી. તેને માટે બીથોવને જે ક્વાર્ટેટ્સ લખ્યાં તે ‘રેઝૂમોવ્સ્કી ક્વાર્ટેટ્સ’ નામે જાણીતાં બન્યાં. એમાં બીથોવને કેટલીક રશિયન લોકધૂનોનો પણ ઉપયોગ કર્યો છે. એ કાઉન્ટ મહેલમાં, બસ, સંગીતના જલસા કરતો : શુપૅન્જિક પ્રથમ વાયોલિન વગાડતો, કાઉન્ટ પોતે બીજું વાયોલિન વગાડતો, વીસ વાયોલા વગાડતો અને લિન્કે ચૅલો વગાડતો. એ સમયે બીથોવને આ ઉપરાંત ‘કોરિયોલૅન’ ઑવર્ચર, પિયાનો કન્ચર્ટો નં. 4, એક ચૅલો સોનાટા (ઓપસ 69) તથા એક કોરલ ફૅન્ટાસિયા પણ લખ્યા.
'''વૉક આઉટ'''
{{gap}}1806ના ઑક્ટોબરમાં અંતરિયાળ વિસ્તારમાં લિખ્નોવ્સ્કીના કિલ્લા ‘ગ્રાટ્ઝ કેસલ’માં બીથોવન લિખ્નોવ્સ્કી સાથે રહેતો હતો. એક સાંજે લિખ્નોવ્સ્કીએ થોડા મહેમાનોને ડિનરપાર્ટી માટે આમંત્રેલા. લિખ્નોવ્સ્કીએ એ મહેમાનોને વચન આપેલું કે જમ્યા પછી મહાન સંગીતકારને પિયાનો વગાડતા સાંભળવા મળશે. બીથોવનને એ વખતે પિયાનો વગાડવાની જરાય રુચિ નહોતી. (એ મહેમાનોમાં કેટલાક નેપોલિયોંના લશ્કરના અફસરો હતા માટે ?) પણ પ્રિન્સ લિખ્નોવ્સ્કીએ બીથોવનને ભારપૂર્વક આગ્રહ કર્યો અને માની જઈને પિયાનો વગાડવા આજીજી કરી. બીથોવને એક રૂમમાં જઈને અંદરથી નકૂચો વાસી દીધો. લિખ્નોવ્સ્કીએ બારણું ખૂબ ઠોક્યું પણ બીથોવને ખોલ્યું જ નહિ. ક્રોધિત લિખ્નોવ્સ્કીએ બારણું તોડી નાંખ્યું. એથી પણ વધુ ગુસ્સે ભરાયેલા બીથોવને નજીક પડેલી એક ખુરશી ઊંચકીને લિખ્નોવ્સ્કી પર ઉગામી. લિખ્નોવ્સ્કી જાન બચાવવા ભાગ્યો. રાતોચોળ બીથોવન વરસતા ધોધમાર વરસાદમાં લિખ્નોવ્સ્કીનો કિલ્લો છોડી પગે ચાલી નીકળ્યો. નજીકના કોઈ ગામમાં તેણે તે રાત વિતાવી. બીજે દિવસે વિયેના પહોંચી બીથોવને લિખ્નોવ્સ્કીને કાગળ લખ્યો :
{{nop}}<noinclude></noinclude>
t3pg1bdzj7gj4k3p4rfurdykpq3w0yj
166819
166818
2022-08-10T16:28:37Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૫૨||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>થોડી ‘ક્વાર્ટેટ’ રચનાઓ માગી. તેને માટે બીથોવને જે ક્વાર્ટેટ્સ લખ્યાં તે ‘રેઝૂમોવ્સ્કી ક્વાર્ટેટ્સ’ નામે જાણીતાં બન્યાં. એમાં બીથોવને કેટલીક રશિયન લોકધૂનોનો પણ ઉપયોગ કર્યો છે. એ કાઉન્ટ મહેલમાં, બસ, સંગીતના જલસા કરતો : શુપૅન્જિક પ્રથમ વાયોલિન વગાડતો, કાઉન્ટ પોતે બીજું વાયોલિન વગાડતો, વીસ વાયોલા વગાડતો અને લિન્કે ચૅલો વગાડતો. એ સમયે બીથોવને આ ઉપરાંત ‘કોરિયોલૅન’ ઑવર્ચર, પિયાનો કન્ચર્ટો નં. 4, એક ચૅલો સોનાટા (ઓપસ 69) તથા એક કોરલ ફૅન્ટાસિયા પણ લખ્યા.
'''વૉક આઉટ'''
{{gap}}1806ના ઑક્ટોબરમાં અંતરિયાળ વિસ્તારમાં લિખ્નોવ્સ્કીના કિલ્લા ‘ગ્રાટ્ઝ કેસલ’માં બીથોવન લિખ્નોવ્સ્કી સાથે રહેતો હતો. એક સાંજે લિખ્નોવ્સ્કીએ થોડા મહેમાનોને ડિનરપાર્ટી માટે આમંત્રેલા. લિખ્નોવ્સ્કીએ એ મહેમાનોને વચન આપેલું કે જમ્યા પછી મહાન સંગીતકારને પિયાનો વગાડતા સાંભળવા મળશે. બીથોવનને એ વખતે પિયાનો વગાડવાની જરાય રુચિ નહોતી. (એ મહેમાનોમાં કેટલાક નેપોલિયોંના લશ્કરના અફસરો હતા માટે ?) પણ પ્રિન્સ લિખ્નોવ્સ્કીએ બીથોવનને ભારપૂર્વક આગ્રહ કર્યો અને માની જઈને પિયાનો વગાડવા આજીજી કરી. બીથોવને એક રૂમમાં જઈને અંદરથી નકૂચો વાસી દીધો. લિખ્નોવ્સ્કીએ બારણું ખૂબ ઠોક્યું પણ બીથોવને ખોલ્યું જ નહિ. ક્રોધિત લિખ્નોવ્સ્કીએ બારણું તોડી નાંખ્યું. એથી પણ વધુ ગુસ્સે ભરાયેલા બીથોવને નજીક પડેલી એક ખુરશી ઊંચકીને લિખ્નોવ્સ્કી પર ઉગામી. લિખ્નોવ્સ્કી જાન બચાવવા ભાગ્યો. રાતોચોળ બીથોવન વરસતા ધોધમાર વરસાદમાં લિખ્નોવ્સ્કીનો કિલ્લો છોડી પગે ચાલી નીકળ્યો. નજીકના કોઈ ગામમાં તેણે તે રાત વિતાવી. બીજે દિવસે વિયેના પહોંચી બીથોવને લિખ્નોવ્સ્કીને કાગળ લખ્યો :
{{nop}}<noinclude></noinclude>
liadp8kjy5g4npjlo6ui3czb4icu5qn
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૩
104
46994
166820
166790
2022-08-10T16:31:36Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૩}}<hr></noinclude>
:''પ્રિન્સ,''
:{{gap}}''તમે જે કાંઈ છો તે તમારા જન્મને પ્રતાપે છો. હું જે કાંઈ છું તે મારે પોતાને પ્રતાપે છું. હજારો પ્રિન્સ આ દુનિયામાં છે, અને હજી બીજા હજારો પ્રિન્સ આ દુનિયામાં આવશે; પણ બીથોવન બીજો નહિ જ મળે !''
{{gap}}શું કલાની સાચી કદર કરનારા લિખ્નોવ્સ્કી જેવા રાજકુંવરો દુનિયામાં સદા સર્વત્ર જોવા મળે છે ખરા ? ખફા થયેલ લિખ્નોવ્સ્કીએ બીથોવનને પોતે આપી રહેલ 600 ફ્લોરિનનું વર્ષાસન કાયમ માટે બંધ કર્યું. બીથોવન સાથે સંબધોનો છેડો તેણે સદા માટે ફાડી નાંખ્યો !
'''બગડતો જતો સ્વભાવ'''
{{gap}}જેમ જેમ વર્ષો વીતતાં ગયાં એમ એમ દુનિયાથી પોતાની બહેરાશ છુપાવવી બીથોવન માટે અશક્ય બની. પણ કદાચ એના જ પ્રત્યાઘાત રૂપે બીથોવનનો તુંડમિજાજ, ક્રોધ અને અહંકાર વધતા જ ગયા. 1808માં એ પોતાના કેમિસ્ટ ઍન્ડ ડ્ર્ગિસ્ટ ભાઈ જોહાન સાથે ઝઘડી પડ્યો. એનું કારણ એ હતું કે વર્ષો અગાઉ જોહાને બીથોવનને ઉધાર આપેલા પૈસા જોહાને અત્યારે પાછા માંગેલા. લિન્ઝ નગરમાં જોહાન અત્યારે નવું ઘર અને નવી દુકાન ખરીદવા માંગતો હતો. આ માટે એને પૈસાની તાતી જરૂર હતી. પણ મૂરખ બીથોવને આ માંગણીને પોતાના ઘોર અપમાન તરીકે ખપાવી ! એણે શપથ લીધા કે એ ભવિષ્યમાં કદી જોહાન જોડે વાતચીત નહિ કરે અને સંબંધ પણ નહિ રાખે ! પણ એનાથી તો જોહાનના ધંધામાં ઊની આંચ પણ આવી નહિ. એને ફ્રેંચો પાસેથી મોટા ઑર્ડર મળવા શરૂ થયા.
{{gap}}બીથોવનના આધુનિક જીવનકથાકારોએ એક મહત્ત્વની જવાબદારી પાર પાડી છે. બીથોવને અન્ય ઉપર કરેલા આક્ષેપોમાંથી અને બદનક્ષીમાંથી તેમણે સત્યાસત્યતા શોધી કાઢી છે. મોટા ભાગના<noinclude></noinclude>
a29hh0rmlfvieaiwxb0qfmxfa5cgltl
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૪
104
46995
166822
166791
2022-08-10T16:40:56Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૫૪||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
કિસ્સામાં તટસ્થ તપાસ પછી એવું ફલિત થયું છે કે બીથોવન જ ખોટો હતો. બીથોવને કરેલા એવા એક આક્ષેપનો બીથોવનના એક શિષ્ય ઝેર્નીએ પોતાની જિંદગીનાં છેલ્લાં વર્ષોમાં વિરોધ કરેલો. બીથોવનનો એ આક્ષેપ એવો હતો કે વિયેનાનગરીએ એની સદંતર ઉપેક્ષા કરેલી. ઝેર્ની એનું ખંડન કરતાં કહે છે :
:{{gap}}''સાચી વાત સાવ જુદી જ છે. પહેલેથી જ એક અજાણ્યા યુવાન સંગીતકાર તરીકે બીથોવન તરફ વિયેનાવાસીઓ અને એમાંના શ્રીમંતો તો ખાસ એને માન અને ધ્યાન આપતા આવેલા. એના મિજાજી સ્વભાવ અને તોછડા વર્તનના અનુભવો પછી પણ વિયેનાવાસીઓનાં તેના પ્રત્યેનાં પ્રેમ અને માન યથાવત્ રહેલાં. વિયેના સિવાય બીજી કોઈ જ નગરી એની આવી ઉદ્ધતાઈ અને બદમિજાજી સાંખી લેત નહિ. એક કલાકાર તરીકે એ હરીફો સાથે ઝઘડતો, પણ જનતા એમાં સંડોવાતી નહિ. જનતા નિર્દોષ હતી. એને બિનશરતી પ્રેમ અને માન આપવામાં વિયેનાવાસીઓ કદી પાછા પડેલા નહિ.''
{{gap}}વ્યક્તિગત ધો૨ણે એની સાથે મેળ પાડવો મહામુશ્કેલ હતો. એનાં બે લક્ષણો – બહેરાશ અને બેધ્યાનપણું – ને કારણે રોજિંદી વ્યવહારુ વિધિઓ અને ખાસ તો ઑર્કેસ્ટ્રા કે કોય૨ના કન્ડક્ટિન્ગમાં એને પારાવાર તકલીફ પડતી. પાંચમી સિમ્ફનીના રિહર્સલ્સ દરમિયાન 1808માં તો એણે ઑર્કેસ્ટ્રાને એટલી હદે ઉશ્કેરી મૂક્યો કે વાદકોએ શરત મૂકી કે રિહર્સલ્સ દરમિયાન બીથોવન ગેરહાજર રહે તો જ એની કૃતિઓ વગાડવામાં આવશે. ઊંચા સ્વરો તો કદી એને સંભળાતા જ નહોતા અને બીજું કે ચાલુ કન્ડક્ટિન્ગે એ વિચારોમાં ખોવાઈ જતો તેથી સમયની ગણતરીમાં ભૂલ કરીને ઑર્કેસ્ટ્રાને ખોટી સૂચનાઓ આપતો રહેતો. એના કોરલ ફેન્ટાસિયાના રિહર્સલ્સ દરમિયાન એક વા૨ એણે અધવચ્ચે ઑર્કેસ્ટ્રાને અટકાવીને નવેસ૨થી એકડેએકથી આરંભ કરવાની ફરજ પાડી. સ્વાભાવિક રીતે જ એનું આ વર્તન<noinclude></noinclude>
j28jnf4qe8cndklq5setava9bwidyaw
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૫
104
46996
166821
166542
2022-08-10T16:38:57Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૫૫}}<hr></noinclude>
વાદકોને ઘો૨ અપમાન સમું લાગ્યું, એટલે એમણે એનો ઇનકાર કર્યો. પણ થોડી વાર રહીને પોતાની અક્કલ ઠેકાણે આવતાં એણે પોતાની અન્યમનસ્ક પરિસ્થિતિનો એકરાર કરી લઈ વાદકોની નમ્રતાપૂર્વક માફી માંગી લઈને આ મામલો થાળે પાડ્યો. સ્વભાવમાં આવી
મૂળભૂત ખામીઓ હોવા છતાં એનામાં એવું કાંઈક હતું ખરું જ, કે એ મિત્રોને એના તરફ ચુંબકની માફક ખેંચી લાવતું. એની સાથે થોડી પણ આત્મીયતા થયા પછી માણસ એના તરફ આકર્ષાયા વિના રહી શકતો નહોતો. એના જૂના સંગીતશિક્ષક રીઝે એને માટે કહ્યું છે :
:{{gap}}''બીથોવન પૂર્ણતયા સારો અને દયાળુ માણસ હતો. એ પોતાના તરંગતુક્કા અને આવેશનો જ ભોગ બનતો. એનો ગુસ્સો તરત જ ગાયબ થઈ જતો ક્ષણભંગુર જ હતો. એ હળવા મિાજમાં તો ટુચકા પણ કરતો રહેતો. યુદ્ધ દરમિયાન એણે જર્મન લશ્કરને દાન આપતા રહીને દેશને મદદ પણ કરેલી.''
'''પ્રેમ અને પૈસો'''
{{gap}}1800થી 1810ના દાયકામાં બીથોવને વિપુલ માત્રામાં પ્રોલિફિક – સર્જન કર્યું. પણ એ ફળદ્રુપ અને બહુપ્રસૂન દાયકાથી વિપરીત 1811થી 1820ના દાયકામાં એણે ખૂબ ઓછી કૃતિઓ સર્જી. આ બીજા દાયકા દરમિયાન એ પોતાની છપાતી જતી કૃતિઓનાં
પ્રૂફરીડિન્ગ તથા પ્રકાશકો સાથેના પત્રવ્યવહારમાં ગળાડૂબ હતો તેથી નવી કૃતિઓનું સર્જન ઓછું થઈ ગયું એવાં બહાનાં જે જીવનકથાકારો આગળ ધરે છે તે તદન પાયા વિનાનાં અને જુઠ્ઠાં છે. ઊલટાનું ગયા દાયકાની મહેનતથી લાગેલો માનસિક થાક આ સર્જનમાંદ્ય માટે જવાબદાર હોઈ શકે. બીજું, 1811થી 1820 દરમિયાન એનું ધ્યાન સંગીત પરથી હટીને બીજી બે વાતોમાં પરોવાયેલું. એ બે વાતો હતી : પ્રેમ અને પૈસો. 1810થી બીથોવન ફરી એક વાર પાછો<noinclude></noinclude>
4916oz7jwsx01fn7a4kmc0u1mnyccdi
166824
166821
2022-08-10T16:43:59Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૫}}<hr></noinclude>વાદકોને ઘો૨ અપમાન સમું લાગ્યું, એટલે એમણે એનો ઇનકાર કર્યો. પણ થોડી વાર રહીને પોતાની અક્કલ ઠેકાણે આવતાં એણે પોતાની અન્યમનસ્ક પરિસ્થિતિનો એકરાર કરી લઈ વાદકોની નમ્રતાપૂર્વક માફી માંગી લઈને આ મામલો થાળે પાડ્યો. સ્વભાવમાં આવી મૂળભૂત ખામીઓ હોવા છતાં એનામાં એવું કાંઈક હતું ખરું જ, કે એ મિત્રોને એના તરફ ચુંબકની માફક ખેંચી લાવતું. એની સાથે થોડી પણ આત્મીયતા થયા પછી માણસ એના તરફ આકર્ષાયા વિના રહી શકતો નહોતો. એના જૂના સંગીતશિક્ષક રીઝે એને માટે કહ્યું છે :
:{{gap}}''બીથોવન પૂર્ણતયા સારો અને દયાળુ માણસ હતો. એ પોતાના તરંગતુક્કા અને આવેશનો જ ભોગ બનતો. એનો ગુસ્સો તરત જ ગાયબ થઈ જતો ક્ષણભંગુર જ હતો. એ હળવા મિજાજમાં તો ટુચકા પણ કરતો રહેતો. યુદ્ધ દરમિયાન એણે જર્મન લશ્કરને દાન આપતા રહીને દેશને મદદ પણ કરેલી.''
'''પ્રેમ અને પૈસો'''
{{gap}}1800થી 1810ના દાયકામાં બીથોવને વિપુલ માત્રામાં – પ્રોલિફિક – સર્જન કર્યું. પણ એ ફળદ્રુપ અને બહુપ્રસૂન દાયકાથી વિપરીત 1811થી 1820ના દાયકામાં એણે ખૂબ ઓછી કૃતિઓ સર્જી. આ બીજા દાયકા દરમિયાન એ પોતાની છપાતી જતી કૃતિઓનાં પ્રૂફરીડિન્ગ તથા પ્રકાશકો સાથેના પત્રવ્યવહારમાં ગળાડૂબ હતો તેથી નવી કૃતિઓનું સર્જન ઓછું થઈ ગયું એવાં બહાનાં જે જીવનકથાકારો આગળ ધરે છે તે તદ્દન પાયા વિનાનાં અને જુઠ્ઠાં છે. ઊલટાનું ગયા દાયકાની મહેનતથી લાગેલો માનસિક થાક આ સર્જનમાંદ્ય માટે જવાબદાર હોઈ શકે. બીજું, 1811થી 1820 દરમિયાન એનું ધ્યાન સંગીત પરથી હટીને બીજી બે વાતોમાં પરોવાયેલું. એ બે વાતો હતી : પ્રેમ અને પૈસો. 1810થી બીથોવન ફરી એક વાર પાછો<noinclude></noinclude>
7718gnvzbvzxrg6hg0obugyzb2qdw6c
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૬
104
46997
166823
166543
2022-08-10T16:41:50Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૫૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
છેલછબીલો વરણાગિયો બની ગયેલો; મોંઘાંદાટ ફૅશનેબલ વસ્ત્રો અને ટાપટીપની પળોજણોમાં ગળાડૂબ થઈ ગયેલો. એ જ વર્ષે થેરેસા માલ્ફાતીને એણે લગ્નની દરખાસ્ત કરેલી, પણ સત્તર વરસની માલ્ફાતીએ ચોખ્ખી ના જ સંભળાવેલી. એ પછી બીથોવને મૅરી
બિગોટ અને ઍમિલી ફૉન સેબાલ્ડ સાથે પોતાના નસીબનો મેળ બેસાડવા દાણા ચાંપી જોયા. પણ એ બે છોકરીઓએ પણ એને ઠુકરાવ્યો.
'''બૅટિના ફૉન ઍર્નિમ'''
{{gap}}એ ત્રણ છોકરીઓ પછી વારો આવ્યો બૅટિના ફૉન ઍર્નિમનો. 1810માં જ એ બંને મળેલાં. એ પણ દેખાવડી હતી. બીથોવનના જીવનકથાકારોએ બધી જ છોકરીઓ ઉપર કરેલું ગહન સંશોધન આ બૅટિના ઉપર પણ કર્યું છે. બૅટિના સારી લેખિકા હતી. ગથેની સાથે એ પત્રવ્યવહાર કરતી. ગથે પણ એની તરફ આકર્ષાયેલો. પણ બીથોવન જોડે બૅટિનાનો સંબંધ ખૂબ જ ટૂંકા ગાળામાં આત્મીય થઈ ગયેલો, એમ બૅટિનાના ગથે પરના પત્રોથી જાણવા મળે છે. જોકે, એમાં પોતાની ભાષા પરની પકડ દ્વારા મૂળ વાતને જરા બહેકાવીને લખ્યું હોય એવું કેટલાકનું માનવું છે. પત્રો બીથોવનના મૃત્યુ પછી બાર વરસે 1839માં એક જર્મન સામયિકમાં છપાયેલા. એમાંના એક પર બીથોવને પણ સહી કરી છે. બૅટિના ફૉન ઍર્નિમ તો એ છોકરીના લગ્ન પછીનાં નામ-અટક છે. એનું પિયરનું નામ હતું – એલિઝાબેથ બ્રેન્ટાનો. એ બીથોવનના મિત્ર ક્લેમેન્સ બ્રેન્ટાનોની બહેન હતી.
'''બીથોવન અને ગથે'''
{{gap}}બીથોવન અને ગથે ઘણાં લાંબા સમયથી એકબીજાને મળવાની તમન્ના સેવી રહેલા. ટૅપ્લીટ્ઝ ખાતે બીથોવન અને ગથે 1812માં પહેલી વાર મળ્યા. મુલાકાત પછી ગથેએ પત્નીને લખ્યું :<noinclude></noinclude>
mfuzclo3z3r3h3iazequgxh5c7ufhyv
166829
166823
2022-08-10T16:54:09Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૫૬||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>છેલછબીલો વરણાગિયો બની ગયેલો; મોંઘાંદાટ ફૅશનેબલ વસ્ત્રો અને ટાપટીપની પળોજણોમાં ગળાડૂબ થઈ ગયેલો. એ જ વર્ષે થેરેસા માલ્ફાતીને એણે લગ્નની દરખાસ્ત કરેલી, પણ સત્તર વરસની માલ્ફાતીએ ચોખ્ખી ના જ સંભળાવેલી. એ પછી બીથોવને મૅરી બિગોટ અને ઍમિલી ફૉન સેબાલ્ડ સાથે પોતાના નસીબનો મેળ બેસાડવા દાણા ચાંપી જોયા. પણ એ બે છોકરીઓએ પણ એને ઠુકરાવ્યો.
'''બૅટિના ફૉન ઍર્નિમ'''
{{gap}}એ ત્રણ છોકરીઓ પછી વારો આવ્યો બૅટિના ફૉન ઍર્નિમનો. 1810માં જ એ બંને મળેલાં. એ પણ દેખાવડી હતી. બીથોવનના જીવનકથાકારોએ બધી જ છોકરીઓ ઉપર કરેલું ગહન સંશોધન આ બૅટિના ઉપર પણ કર્યું છે. બૅટિના સારી લેખિકા હતી. ગથેની સાથે એ પત્રવ્યવહાર કરતી. ગથે પણ એની તરફ આકર્ષાયેલો. પણ બીથોવન જોડે બૅટિનાનો સંબંધ ખૂબ જ ટૂંકા ગાળામાં આત્મીય થઈ ગયેલો, એમ બૅટિનાના ગથે પરના પત્રોથી જાણવા મળે છે. જોકે, એમાં પોતાની ભાષા પરની પકડ દ્વારા મૂળ વાતને જરા બહેકાવીને લખ્યું હોય એવું કેટલાકનું માનવું છે. પત્રો બીથોવનના મૃત્યુ પછી બાર વરસે 1839માં એક જર્મન સામયિકમાં છપાયેલા. એમાંના એક પર બીથોવને પણ સહી કરી છે. બૅટિના ફૉન ઍર્નિમ તો એ છોકરીના લગ્ન પછીનાં નામ-અટક છે. એનું પિયરનું નામ હતું – એલિઝાબેથ બ્રેન્ટાનો. એ બીથોવનના મિત્ર ક્લેમેન્સ બ્રેન્ટાનોની બહેન હતી.
'''બીથોવન અને ગથે'''
{{gap}}બીથોવન અને ગથે ઘણાં લાંબા સમયથી એકબીજાને મળવાની તમન્ના સેવી રહેલા. ટૅપ્લીટ્ઝ ખાતે બીથોવન અને ગથે 1812માં પહેલી વાર મળ્યા. મુલાકાત પછી ગથેએ પત્નીને લખ્યું :
{{nop}}<noinclude></noinclude>
mmeenfhyqqxjnjdfyvyftiqulikyybc
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૭
104
46998
166825
166544
2022-08-10T16:45:02Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૫૭}}<hr></noinclude>
:{{gap}}''એના કરતાં વધુ શક્તિશાળી, તરવરિયો અને વફાદાર કલાકાર હજી સુધી મે જોયો નથી. દુનિયા જોવાની એની એકાંગી દૃષ્ટિ હું સમજી શકું છું.''
{{gap}}પણ મિત્ર ઝેલ્ટરને એ જ ગથેએ લખ્યું :
:{{gap}}''એની શક્તિઓથી હું પ્રભાવિત અને આશ્ચર્યચકિત થયો. પણ દુર્ભાગ્યે એનું વ્યક્તિત્વ તદન અણઘડ અને જંગલી છે. દુનિયા નઠારી છે એવી એની વાત સાચી છે. પણ બીજાઓ પ્રત્યે પોતાના વર્તનથી જીવનને થોડું પણ વધારે જીવવા લાયક બનાવવાનો એ પ્રયત્ન કરતો નથી.''
'''ટૅપ્લીટ્ઝમાં પ્રદર્શન'''
{{gap}}ટૅપ્લીટ્ઝમાં બીથોવને એક અનોખો નામચીન તમાશો કર્યો. એ સિઝનમાં ટૅપ્લીટ્ઝ સેલિબ્રિટીઝથી ભરપૂર હતું. ત્યાં એક દિવસ દરબારમાં ઑસ્ટ્રિયાની સામ્રાજ્ઞી અને બીજા રાજાઓ સાથેના મેળાવડામાં બીથોવને ગર્થને કહ્યું, “હું તો ભલભલા રાજાને મારા
પગની જૂતી જ ગણું છું. મારો હાથ પકડીને મારી સાથે જ ચાલ. આપણે એમને માટે રસ્તો કરવાનો હોય નહિ, એમણે ખસી જઈને આપણને રસ્તો આપવાનો હોય.” પણ ગથેએ એને સાથ આપવાની ના પાડી અને સામ્રાજ્ઞી પસાર થઈ ગઈ ત્યાં સુધી માથેથી હૅટ ઉતારીને બાજુમાં થોડું ઝૂકી જઈને ઊભો રહી ગયો. પણ બીથોવન તો અદબ વાળીને, માથું અક્કડ રાખીને સહેજ પણ ઝૂક્યા વિના સામ્રાજ્ઞી સાથે ઘસાઈને ક્રૉસ થયો. હાજર રહેલા બધા જ રાજા અને રાજકુંવરોએ બીથોવનની આ ગુસ્તાખીની સસ્મિત નોંધ લીધી.
{{gap}}અહીં બીથોવનની ક્રાંતિકારી સમાજવાદી જેહાદ જોઈ શકાય ખરી ? એના આવા તોછડા અને ઉદ્ધત વર્તનથી તો એ સ્પષ્ટ થાય છે કે એને મન સામાજિક, આર્થિક અને રાજકીય મોભાનું કેટલું બધું મહત્ત્વ હતું ! એ વિયેના રહેવા આવ્યો એવામાં જ એક વાર<noinclude></noinclude>
8fam3p68fej7ujpumqkbgjnscrlt7w2
166830
166825
2022-08-10T16:56:25Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|બીથોવન||૧૫૭}}<hr></noinclude>
:{{gap}}''એના કરતાં વધુ શક્તિશાળી, તરવરિયો અને વફાદાર કલાકાર હજી સુધી મેં જોયો નથી. દુનિયા જોવાની એની એકાંગી દૃષ્ટિ હું સમજી શકું છું.''
{{gap}}પણ મિત્ર ઝેલ્ટરને એ જ ગથેએ લખ્યું :
:{{gap}}''એની શક્તિઓથી હું પ્રભાવિત અને આશ્ચર્યચકિત થયો. પણ દુર્ભાગ્યે એનું વ્યક્તિત્વ તદ્દન અણઘડ અને જંગલી છે. દુનિયા નઠારી છે એવી એની વાત સાચી છે. પણ બીજાઓ પ્રત્યે પોતાના વર્તનથી જીવનને થોડું પણ વધારે જીવવા લાયક બનાવવાનો એ પ્રયત્ન કરતો નથી.''
'''ટૅપ્લીટ્ઝમાં પ્રદર્શન'''
{{gap}}ટૅપ્લીટ્ઝમાં બીથોવને એક અનોખો નામચીન તમાશો કર્યો. એ સિઝનમાં ટૅપ્લીટ્ઝ સેલિબ્રિટીઝથી ભરપૂર હતું. ત્યાં એક દિવસ દરબારમાં ઑસ્ટ્રિયાની સામ્રાજ્ઞી અને બીજા રાજાઓ સાથેના મેળાવડામાં બીથોવને ગથેને કહ્યું, “હું તો ભલભલા રાજાને મારા પગની જૂતી જ ગણું છું. મારો હાથ પકડીને મારી સાથે જ ચાલ. આપણે એમને માટે રસ્તો કરવાનો હોય નહિ, એમણે ખસી જઈને આપણને રસ્તો આપવાનો હોય.” પણ ગથેએ એને સાથ આપવાની ના પાડી અને સામ્રાજ્ઞી પસાર થઈ ગઈ ત્યાં સુધી માથેથી હૅટ ઉતારીને બાજુમાં થોડું ઝૂકી જઈને ઊભો રહી ગયો. પણ બીથોવન તો અદબ વાળીને, માથું અક્કડ રાખીને સહેજ પણ ઝૂક્યા વિના સામ્રાજ્ઞી સાથે ઘસાઈને ક્રૉસ થયો. હાજર રહેલા બધા જ રાજા અને રાજકુંવરોએ બીથોવનની આ ગુસ્તાખીની સસ્મિત નોંધ લીધી.
{{gap}}અહીં બીથોવનની ક્રાંતિકારી સમાજવાદી જેહાદ જોઈ શકાય ખરી ? એના આવા તોછડા અને ઉદ્ધત વર્તનથી તો એ સ્પષ્ટ થાય છે કે એને મન સામાજિક, આર્થિક અને રાજકીય મોભાનું કેટલું બધું મહત્ત્વ હતું ! એ વિયેના રહેવા આવ્યો એવામાં જ એક વાર<noinclude></noinclude>
4kjj4j8wz7a2stds1czcbhh0tdc555l
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૮
104
46999
166826
166545
2022-08-10T16:48:42Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૫૮||મોત્સાર્ટ અને બીથોવન}}{<hr></noinclude>
મેજબાનોના જમવાના ટેબલની બાજુના ટેબલ ૫૨ એને ભોજન માટે બેસાડવામાં આવતાં એનો મિજાજ છટકેલો. પછી એને મેજબાનોએ પોતાના ટેબલ પર સામેલ કરી લેતાં એનો મિજાજ ઠેકાણે આવી ગયેલો. આર્ચડ્યૂક ચુડૉલ્ફ એનો શિષ્ય બનેલો. પણ એ રાજાને પણ
એ સતત અપમાનિત કરતો રહેલો અને પેલો ચૂપચાપ સહન કરતો રહેલો. એ મોભાદાર માણસોનું નમ્ર વર્તન જોઈને પણ બીથોવનની સાન ઠેકાણે આવી નહિ.
'''વિયેનામાં સ્થિર થયો'''
{{gap}}1808ના અંતમાં નેપોલિયોંના નાનાભાઈ અને વૅસ્ટફેલિયાના રાજા જેરોમે બીથોવન સમક્ષ દરખાસ્ત મૂકી : સોનાના 600 દુકાતના વાર્ષિક પગાર સાથે એણે કાસલ ખાતેના કપેલમઇસ્ટર(ઑર્કેસ્ટ્રા અને કોરસ કન્ડક્ટર)ની જવાબદારી લેવાની હતી. આ દરખાસ્તને
બીથોવન ઝડપી લેવાની અણી પર જ હતો ત્યાં વિયેના સ્થિત એના ત્રણ મુખ્ય આશ્રયદાતાઓને જણાયું કે ભલે ને કારણ ગમે તે હોય, પણ વિયેનાનગરીને આ સંગીતકાર ગુમાવવો પાલવે નહિ. તેથી એ ત્રણે – પ્રિન્સ લોબ્કોવીટ્ઝ, પ્રિન્સ ફર્ડિનાન્ડ કિન્સ્કી અને આર્ચડ્યૂક ડૉલ્ફે ભેગા મળીને વાર્ષિક 4,000 ફ્લોરિન્સનું વર્ષાસન બીથોવનને બાંધી આપ્યું. શરત એટલી જ હતી કે બીથોવને વિયેનાનગરીમાં કાયમી ધોરણે વસવાટ કરવો. પ્રસંગોપાત્ત જલસા માટે કે ફરવા માટે તે બીજે જઈ શકવા માટે તેમ જ ફ્રી લાન્સ ધોરણે એસાઇન્મેન્ટ્સ સ્વીકારી નવું સંગીત સર્જીને બીજી કમાણી ઊભી કરવા માટે પણ એને છૂટ હતી ! એ નવું સંગીત લખે કે ન લખે, પણ આ વર્ષાસન એના અવસાન સુધી ચાલુ રહેશે. ઓછામાં ઓછી
આટલી જ રકમની નવી દરખાસ્ત મળે તો જ બીથોવન આ કૉન્ટ્રેક્ટમાંથી મુક્ત થઈ શકે. 4,000 ફ્લોરિન્સના વર્ષાસનમાં લોબ્લોવીટ્ઝનો ફાળો 700 ફ્લોરિન્સ, રુૉલ્ફનો ફાળો 1,500<noinclude></noinclude>
on38npnth2a62w1wksf7612dkaysbte
166827
166826
2022-08-10T16:49:08Z
Amvaishnav
156
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|૧૫૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
મેજબાનોના જમવાના ટેબલની બાજુના ટેબલ ૫૨ એને ભોજન માટે બેસાડવામાં આવતાં એનો મિજાજ છટકેલો. પછી એને મેજબાનોએ પોતાના ટેબલ પર સામેલ કરી લેતાં એનો મિજાજ ઠેકાણે આવી ગયેલો. આર્ચડ્યૂક ચુડૉલ્ફ એનો શિષ્ય બનેલો. પણ એ રાજાને પણ
એ સતત અપમાનિત કરતો રહેલો અને પેલો ચૂપચાપ સહન કરતો રહેલો. એ મોભાદાર માણસોનું નમ્ર વર્તન જોઈને પણ બીથોવનની સાન ઠેકાણે આવી નહિ.
'''વિયેનામાં સ્થિર થયો'''
{{gap}}1808ના અંતમાં નેપોલિયોંના નાનાભાઈ અને વૅસ્ટફેલિયાના રાજા જેરોમે બીથોવન સમક્ષ દરખાસ્ત મૂકી : સોનાના 600 દુકાતના વાર્ષિક પગાર સાથે એણે કાસલ ખાતેના કપેલમઇસ્ટર(ઑર્કેસ્ટ્રા અને કોરસ કન્ડક્ટર)ની જવાબદારી લેવાની હતી. આ દરખાસ્તને
બીથોવન ઝડપી લેવાની અણી પર જ હતો ત્યાં વિયેના સ્થિત એના ત્રણ મુખ્ય આશ્રયદાતાઓને જણાયું કે ભલે ને કારણ ગમે તે હોય, પણ વિયેનાનગરીને આ સંગીતકાર ગુમાવવો પાલવે નહિ. તેથી એ ત્રણે – પ્રિન્સ લોબ્કોવીટ્ઝ, પ્રિન્સ ફર્ડિનાન્ડ કિન્સ્કી અને આર્ચડ્યૂક ડૉલ્ફે ભેગા મળીને વાર્ષિક 4,000 ફ્લોરિન્સનું વર્ષાસન બીથોવનને બાંધી આપ્યું. શરત એટલી જ હતી કે બીથોવને વિયેનાનગરીમાં કાયમી ધોરણે વસવાટ કરવો. પ્રસંગોપાત્ત જલસા માટે કે ફરવા માટે તે બીજે જઈ શકવા માટે તેમ જ ફ્રી લાન્સ ધોરણે એસાઇન્મેન્ટ્સ સ્વીકારી નવું સંગીત સર્જીને બીજી કમાણી ઊભી કરવા માટે પણ એને છૂટ હતી ! એ નવું સંગીત લખે કે ન લખે, પણ આ વર્ષાસન એના અવસાન સુધી ચાલુ રહેશે. ઓછામાં ઓછી
આટલી જ રકમની નવી દરખાસ્ત મળે તો જ બીથોવન આ કૉન્ટ્રેક્ટમાંથી મુક્ત થઈ શકે. 4,000 ફ્લોરિન્સના વર્ષાસનમાં લોબ્લોવીટ્ઝનો ફાળો 700 ફ્લોરિન્સ, રુૉલ્ફનો ફાળો 1,500<noinclude></noinclude>
45g1axykn3x8unycv9gf7tthdvewy7j
166831
166827
2022-08-10T17:00:18Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૫૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>
મેજબાનોના જમવાના ટેબલની બાજુના ટેબલ ૫૨ એને ભોજન માટે બેસાડવામાં આવતાં એનો મિજાજ છટકેલો. પછી એને મેજબાનોએ પોતાના ટેબલ પર સામેલ કરી લેતાં એનો મિજાજ ઠેકાણે આવી ગયેલો. આર્ચડ્યૂક રુડૉલ્ફ એનો શિષ્ય બનેલો. પણ એ રાજાને પણ એ સતત અપમાનિત કરતો રહેલો અને પેલો ચૂપચાપ સહન કરતો રહેલો. એ મોભાદાર માણસોનું નમ્ર વર્તન જોઈને પણ બીથોવનની સાન ઠેકાણે આવી નહિ.
'''વિયેનામાં સ્થિર થયો'''
{{gap}}1808ના અંતમાં નેપોલિયોંના નાનાભાઈ અને વૅસ્ટફેલિયાના રાજા જેરોમે બીથોવન સમક્ષ દરખાસ્ત મૂકી : સોનાના 600 દુકાતના વાર્ષિક પગાર સાથે એણે કાસલ ખાતેના કપેલમઇસ્ટર(ઑર્કેસ્ટ્રા અને કોરસ કન્ડક્ટર)ની જવાબદારી લેવાની હતી. આ દરખાસ્તને બીથોવન ઝડપી લેવાની અણી પર જ હતો ત્યાં વિયેના સ્થિત એના ત્રણ મુખ્ય આશ્રયદાતાઓને જણાયું કે ભલે ને કારણ ગમે તે હોય, પણ વિયેનાનગરીને આ સંગીતકાર ગુમાવવો પાલવે નહિ. તેથી એ ત્રણે – પ્રિન્સ લોબ્કોવીટ્ઝ, પ્રિન્સ ફર્ડિનાન્ડ કિન્સ્કી અને આર્ચડ્યૂક ડૉલ્ફે ભેગા મળીને વાર્ષિક 4,000 ફ્લોરિન્સનું વર્ષાસન બીથોવનને બાંધી આપ્યું. શરત એટલી જ હતી કે બીથોવને વિયેનાનગરીમાં કાયમી ધોરણે વસવાટ કરવો. પ્રસંગોપાત્ત જલસા માટે કે ફરવા માટે તે બીજે જઈ શકવા માટે તેમ જ ફ્રી લાન્સ ધોરણે એસાઇન્મેન્ટ્સ સ્વીકારી નવું સંગીત સર્જીને બીજી કમાણી ઊભી કરવા માટે પણ એને છૂટ હતી ! એ નવું સંગીત લખે કે ન લખે, પણ આ વર્ષાસન એના અવસાન સુધી ચાલુ રહેશે. ઓછામાં ઓછી આટલી જ રકમની નવી દરખાસ્ત મળે તો જ બીથોવન આ કૉન્ટ્રેક્ટમાંથી મુક્ત થઈ શકે. 4,000 ફ્લોરિન્સના વર્ષાસનમાં લોબ્કોવીટ્ઝનો ફાળો 700 ફ્લોરિન્સ, રુડૉલ્ફનો ફાળો 1,500<noinclude></noinclude>
45vzzuh5x177a3txyt658nvmdlllngd
166832
166831
2022-08-10T17:00:34Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{સ-મ|૧૫૮||મોત્સાર્ટ અને બીથોવન}}<hr></noinclude>મેજબાનોના જમવાના ટેબલની બાજુના ટેબલ ૫૨ એને ભોજન માટે બેસાડવામાં આવતાં એનો મિજાજ છટકેલો. પછી એને મેજબાનોએ પોતાના ટેબલ પર સામેલ કરી લેતાં એનો મિજાજ ઠેકાણે આવી ગયેલો. આર્ચડ્યૂક રુડૉલ્ફ એનો શિષ્ય બનેલો. પણ એ રાજાને પણ એ સતત અપમાનિત કરતો રહેલો અને પેલો ચૂપચાપ સહન કરતો રહેલો. એ મોભાદાર માણસોનું નમ્ર વર્તન જોઈને પણ બીથોવનની સાન ઠેકાણે આવી નહિ.
'''વિયેનામાં સ્થિર થયો'''
{{gap}}1808ના અંતમાં નેપોલિયોંના નાનાભાઈ અને વૅસ્ટફેલિયાના રાજા જેરોમે બીથોવન સમક્ષ દરખાસ્ત મૂકી : સોનાના 600 દુકાતના વાર્ષિક પગાર સાથે એણે કાસલ ખાતેના કપેલમઇસ્ટર(ઑર્કેસ્ટ્રા અને કોરસ કન્ડક્ટર)ની જવાબદારી લેવાની હતી. આ દરખાસ્તને બીથોવન ઝડપી લેવાની અણી પર જ હતો ત્યાં વિયેના સ્થિત એના ત્રણ મુખ્ય આશ્રયદાતાઓને જણાયું કે ભલે ને કારણ ગમે તે હોય, પણ વિયેનાનગરીને આ સંગીતકાર ગુમાવવો પાલવે નહિ. તેથી એ ત્રણે – પ્રિન્સ લોબ્કોવીટ્ઝ, પ્રિન્સ ફર્ડિનાન્ડ કિન્સ્કી અને આર્ચડ્યૂક ડૉલ્ફે ભેગા મળીને વાર્ષિક 4,000 ફ્લોરિન્સનું વર્ષાસન બીથોવનને બાંધી આપ્યું. શરત એટલી જ હતી કે બીથોવને વિયેનાનગરીમાં કાયમી ધોરણે વસવાટ કરવો. પ્રસંગોપાત્ત જલસા માટે કે ફરવા માટે તે બીજે જઈ શકવા માટે તેમ જ ફ્રી લાન્સ ધોરણે એસાઇન્મેન્ટ્સ સ્વીકારી નવું સંગીત સર્જીને બીજી કમાણી ઊભી કરવા માટે પણ એને છૂટ હતી ! એ નવું સંગીત લખે કે ન લખે, પણ આ વર્ષાસન એના અવસાન સુધી ચાલુ રહેશે. ઓછામાં ઓછી આટલી જ રકમની નવી દરખાસ્ત મળે તો જ બીથોવન આ કૉન્ટ્રેક્ટમાંથી મુક્ત થઈ શકે. 4,000 ફ્લોરિન્સના વર્ષાસનમાં લોબ્કોવીટ્ઝનો ફાળો 700 ફ્લોરિન્સ, રુડૉલ્ફનો ફાળો 1,500<noinclude></noinclude>
4nvcyht62nops4uk5zzzgv4yzter3iu
પૃષ્ઠ:Mozart and Beethoven.pdf/૧૬૯
104
47000
166828
166546
2022-08-10T16:51:24Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" />{{સ-મ|બીથોવન||૧૫૯}}<hr></noinclude>
ફ્લોરિન્સ અને કિન્સ્કીનો ફાળો 1,800 ફ્લોરિન્સ હતો. 1809ના ફેબ્રુઆરીની છવ્વીસમીએ બંને પાર્ટીઓએ આ દરખાસ્ત પર મંજૂરીની મહોર મારી. પણ એની વાટાઘાટો દરમિયાન બીથોવને રાજા જેરોમની દરખાસ્ત સ્વીકારી લેવા માટે ખૂબ જ આતુરતા બતાવેલી. છેલ્લી ઘડીએ કૉન્ટ્રેક્ટમાં એવી કલમ ઉમેરવામાં આવી કે ત્રાહિત પાર્ટી તરફથી મળેલી કોઈ પણ લાંબા ગાળાની દરખાસ્ત જો બીથોવન સ્વીકારશે તો આ કોન્ટ્રેક્ટનો આપોઆપ અંત આવશે.
{{gap}}બીથોવનનો તુંડમિજાજ અને બહેરાશને ધ્યાનમાં લેતાં એવું લાગે છે કે ઑપેરાના ઑર્કેસ્ટ્રા અને કોયરને કન્ડક્ટ કરવાની જવાબદારી બીથોવન ઉઠાવી શકે એમ હતો જ નહિ. બીથોવનની નિમણૂક કરીને રાજા જેરોમ સૌથી મહાન વિદ્યમાન સંગીતકારની હાજરી વડે પોતાના દરબારની શોભાની અભિવૃદ્ધિ કરવા માંગતો હતો. બીથોવને ત્યાં ક્વચિત્ પિયાનોવાદન કરવા સિવાય કોઈ જવાબદારી નિભાવવાની હતી નહિ.
{{gap}}આખરે બીથોવનના એક શિષ્યને રાજા જેરોમે એ જ દરખાસ્ત થોડા ઓછા પગારે આપી. દરખાસ્ત સ્વીકારતાં પહેલાં એ બિચારો શિષ્ય તો ગુરુ પાસે પૂછીને ખાતરી કરવા આવ્યો કે એ દરખાસ્તને ગુરુએ ખરેખર ઠુકરાવી છે કે નહિ. સાથે સાથે એણે ગુરુની સલાહ
પણ માંગી. ક્યાંય સુધી ચુપકીદી સેવ્યા પછી ઉપેક્ષાવૃત્તિ અને અહંકારભર્યા સ્વરમાં બીથોવન તાડૂક્યો : “ઓહ ! શું તને એમ લાગે છે કે મને મળવાપાત્ર પદ પર તું બિરાજવા માટે કાબેલ છે?’ પોતાના પ્રશ્નનો જવાબ નહિ મળતાં શિષ્યે આખી પરિસ્થિતિ સમજાવી ત્યારે બીથોવન બોલ્યો, “મને તો એમ કે તું મારી પૂંઠ પાછળ આ પદ હાંસલ કરવા માંગે છે !” શિષ્ય જવાબ આપ્યો, “તમારી સંમતિ વગર હું આ પદ ગ્રહણ કરી શકું નહિ.” આખરે શિષ્યને આ પદ મળે તે માટે બીથોવને તજવીજ કરવા માંડી. પણ ત્યાં સુધીમાં તો<noinclude></noinclude>
tm4bisu3i6wtjgn2a4uypqy6h76ac35
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬૮
104
47110
166833
2022-08-11T03:21:16Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>________________
સાચાં સપનાં
સૂરજ આથમવા ટાણે કપૂરશેઠ મેંગણીને સીમાડે પહોચ્યા ત્યારે પાદરમાં એભલ આહીર પણ પોતાનાં ગાયભેંસનું ખાડું ભેગું કરીને ગામમાં પ્રવેશતો હતો.
શેઠને જોતાં જ એભલે આનંદપૂર્વક પૂછ્યું: “કાં કપૂરબાપા, ગામતરે જઈ આવ્યા ને?”
'હા, હા.” શેઠે પણ એટલા જ આનંદભેર ઉત્તર આપ્યો: ‘ગામતરે 9 આવ્યાં ને એક સારા સમાચાર પણ લેતાં આવ્યાં' “શું સારા સમાચાર છે?
આપણી ચંપાબેનનું સગપણ કરતાં આવ્યાં,’ શેઠને બદલે અધીરા સંતોકબાએ જ એભલને ઉત્તર આપી દીધો.
વ હો, બવ હારું, મા!” ભોળા આહીરે હરખ કર્યો. ‘હવે ઝટ * લગન કરો એટલે અમ જેવાનાં મોઢાં ગળ્યાં થાય-'
દ્વાણ તો અમારે દોઢ શેર દૂધ જોઈશે’ સંતોકબાએ સામેથી કહ્યું, “હીરબાઈને કહે કે ઝટ ઢોર દોહી લિયે.’
અબ ઘડીએ ઢોરાં દોવાઈ ગ્યાં હમજો ની!” એભલે ઝાંપામાં - થઈને પોતાના વાડા તરફ વળતાં કહ્યું. કપૂરશેઠે વરસોથી
આહીરને ઘેર દૂધનું લગડું બાંધી રાખેલું અને પરિણામે બંને ૧ર વચ્ચે સારો નાતો બંધાઈ ગયેલો.
એ પહોંચતાં જ સંતોકબાએ ચંપાને હુકમ કર્યો: ૧, ઝટ હીરબાઈને વાડેથી દુધનો કળશો ભરી આવ્ય. અટાણે
દોવાતું હશે. દૂધનું ગળું ને છાશનું તળું. ગામ આખું
આ અબ ઘડીએ ઢો
દાખલ થઈને પોત એભલ આહીરને ઘ
તાજેતાજું દોવાતું.' સાચાં સપનાં<noinclude><small>'''{{સ-મ|૬૭||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|પંછી બન બોલે||૬૭}}'''</small></noinclude>
hb4vpucnx6b4kc64c8za9ldoaubytwm
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૬૯
104
47111
166835
2022-08-11T03:24:12Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>________________
ઉલેચી જાય પછી એ દૂધમાં સ્વાદ ન રહે.”
ચંપાએ ઝટપટ પાણિયારાની કાંધી પરથી દોઢશેરિયો કળશો. ઉતારીને માથે રાખવાળો હાથ ફેરવી લીધો. પછી એ ઝગમગતા વાસણમાં પોતાના ઝગમગતા મુખારવિંદનું પ્રતિબિંબ નિહાળતી નિહાળતી એ એભલ આહીરના વાડા તરફ જવા નીકળી.
એભલ આહીરના વાડાના વિશાળ ફળિયામાં હીરબાઈ ભેંસ દોહી રહ્યાં હતાં. ભગરીનાં આઉમાંથી તાંબડીમાં છમછમ દુધની શેડ પડતી હતી. પાતળી સોટા જેવી સુડોળ આહીરાણીની ગૌરવરણી ખુલ્લી પીઠ પરનો બરડો, હરિયાળા ખેતર વચ્ચેથી વહેતા ધોરિયાની જેમ શોભી રહ્યો હતો. એ પીઠ પર અત્યારે એભલનો નાનકડો છોકરો બીજલ પલાણ કરતો હતો ને “મા, મને ભૂખ લાગી.. રોટલો દે, નીકર ભગરીને ભડકાવી મેલીશ, એવી ધમકીઓ દઈ દઈને માતાને પ્રેમાળ રીતે પજવી રહ્યો હતો.
હીરબાઈ આ અણસમજુ છોકરાને ફોસલાવી-પટાવી રહી હતી ‘અબઘડી ચાર રોડ પાડીને તને રોટલો દઈશ. હો ગગા! ભલો થઈને ભગરીને ભડકાવજે મા, નીકર અબઘડીએ ઓલી ચંપીબેને દૂધ લેવા આવી ઊભશે તો દૂધને સાટે શું દઈશ, મારાં કાળજા?”
કાળજાં નહીં, મારે તો દૂધ જોઈએ, દૂધ!” વાડામાં પ્રવેશતાં જ ચંપાએ મીઠો ટહુકો કર્યો.
ચંપાને જોઈને બીજલ માની પીઠ પરથી ઊતરી ગયો. ચંપાને આવકાર આપ્યો:
આવો, બેનબા, આવો! આજ તો કાંઈ બવ મલકાતાં મલકાતા આવો છો ને! હરખ તો જાણે કે હૈયે માતો નથી! આટલો બધો શેનો હરખ છે, મને વાત તો કર! ‘એભલકાકાએ તમને સંધાય સમાચાર દઈ દીધા લાગે છે!
ચંપાએ કહ્યું,
વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૬૮||વેળા વેળાની છાંયડી}}'''</small></noinclude>
bpaw6zwz6siwdg150nw3njtlxwvgjz0
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૦
104
47112
166836
2022-08-11T03:24:35Z
Meghdhanu
3380
/* ભૂલશુદ્ધિ બાકી */ ________________ મને કોઈએ કાંઈ સમાચાર નથી દીધા.' હીરબાઈએ અજાણ હોવાનો ડોળ કર્યો. ‘તમને સંધીય ખબર પડી ગઈ લાગે છે!” ‘તારા વિના મને કોણ વાવડ આપે?” હીરબાઈએ દૂધની તાંબડી લઈને...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>________________
મને કોઈએ કાંઈ સમાચાર નથી દીધા.' હીરબાઈએ અજાણ હોવાનો ડોળ કર્યો. ‘તમને સંધીય ખબર પડી ગઈ લાગે છે!”
‘તારા વિના મને કોણ વાવડ આપે?” હીરબાઈએ દૂધની તાંબડી લઈને ખાટલા ઉપર બેસી જતાં કહ્યું.
હીરીકાકી, હવે મને ઝટ દૂધ ભરી દિયો, નીકર વાળુમાં અસૂરું થાશે.” હીરબાઈની ગોદમાં લાડપૂર્વક બેસી જતાં ચંપાએ કહ્યું.
‘ભલે અસૂર થાય, મને સરખીથી વાત નહીં કરે ત્યાં લગણ હું દૂધ નહીં આપું.”
હીરબાઈની વત્સલ ગોદમાં ચંપા વહાલસોયી માતાની હૂંફ માણી રહી. આહીરાણી પણ આ યુવતી કેમ જાણે પોતાનું પેટજગ્યું સંતાન હોય એવી મમતાથી ચંપાની પાંગરતી દેહલતા પર પ્રેમાળ હાથ
ફેરવી રહી.
સગપણના સમાચાર તો આહીરાણીએ પતિને મોઢેથી સાંભળ્યા જ હતા, છતાં એ અજબ રસપૂર્વક ચંપાને મોઢેથી સવિસ્તર અહેવાલ સાભળી રહી. ચંપાએ પણ મોકળે મને પોતાના મનોભાવ વ્યક્ત લી. દૂધનો કળશો જાણે કે વિસરાઈ ગયો અને બંને સ્ત્રીહૃદયો સ્વાભાવિક રીતે જ સમયનું ભાન ભૂલી ગયાં.. મોટીબેન, કેટલી વાર? વાડામાં જસી આવી ઊભી અને ભાવી ના સપનાં સંભળાવી રહેલી ચંપાને જાગ્રત કરી: ‘બા તો વાટ
જોઈને થાકી ગયાં!”
“આય હાય! મને હીરીકાકીએ વાત કરવા બેસાડી રાખી ને હું ૫ ભૂલી જ ગઈ! કહીને ચંપા ખાટલા પરથી ઊઠી.
હીરબાઈએ દુધ ભરી આપીને ચંપાને વિદાય આપી: “ઠીક લ્યો ૧ અટાણે તો અસરું થયું. પણ પછે નિરાંતે પેટ ભરીને વાતું
કરશું– સાચાં સપનાં<noinclude><small>'''{{સ-મ|૬૯||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૬૯}}'''</small></noinclude>
i09wones7job1zx627r3wyypcqhh1dl
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૧
104
47113
166837
2022-08-11T03:30:04Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>ચંપાએ ઘરના ઉંબરામાં પગ મેલ્યો કે તુરત સંતોકબાની જીભ
ઊપડી:
‘તારે હવે ટાણેકટાણે બવ બહાર જવાનું નહીં, સમજી? હવે તું
નાનકડી નથી, કાલ સવારે સાસરે જઈશ —’
જનેતાની જીભમાંથી પહેલી જ વાર આવાં આકરાં વેણ છૂટ્યાં
હતાં. આકી જબાનથી અપરિચિત ચંપાને આ વેણ તીખાં પણ
લાગ્યાં ને મીઠાં પણ લાગ્યાં. તીખાં એટલા માટે કે એ મુગ્ધાને
આવા મેણાંટોણા સાંભળવાનો મહાવરો નહોતો. મીઠાં એટલા માટે
કે એમાં કાલ સવારે સાસરિયે જવાનો મનગમતો ઉલ્લેખ હતો.
ધીમે ધીમે આ ઉપાલંભમાં રહેલી તીખાશ ભુલાઈ ગઈ અને નરી
મીઠાશ એના મનને ભરી રહી.
‘કાલ સવારે!’
શબ્દો તો ટૂંક સમયના ભાવર્થમાં વપ૨ાયા હતા, પણ વાઘણિયેથી
ચંપા સપનાનો જે સોમ૨સ પી આવી હતી એના કેફમાં એણે આ
શબ્દોને વાચ્યાર્થમાં જ ઘટાવ્યા: કાલ સવારે! બસ, કાલ સવારે જ
સાજનને ઘેર જવાનું છે! વાસ્તવમાં તો, લગ્ન થવાને હજી એકાદ
વરસ સહેજે વીતી જાય એમ હતું, પણ પતિમિલનની ઉત્સુકતાની
આસવ વડે ચકચૂર થઈ ગયેલી ચંપાને મન તો એ વ૨સદિવસની
મુદત એક પ્રલંબ વિરહાત્રિ જ
હતી.
વાળુપાણી પતાવતાં આજે ઠીક ઠીક મોડું થઈ ગયું. અને એ પછી
પણ કપૂરશેઠ અને સંતોકબા મોડે સુધી ઓસરીમાં જાગતાં બેઠાં.
કપૂરશેઠ પોતાના રોજના નિયમ મુજબ ઓસરીને હીંચકે તકિયો
નાખીને હીંચકતા બેઠા હતા. સંતોકબા પોતાના નિયતસ્થાને ઓસરીની
થાંભલીને અઢેલીને પગ લાંબા કરીને બેઠાં હતાં. ઘરકામ તો બધું
છોકરીઓ ઉપ૨ જ નાખેલું હોવાથી સાંજ પડતાં જ સંતોકબાના
સ્થૂળ પગ થાકીને લોથપોથ થઈ જતા તેથી સૂતાં પહેલાં બંને પુત્ર
વેળા વેળાની છાંયડી
૭૦<noinclude><small>'''{{સ-મ|સાચાં સપનાં||૭૦}}'''</small></noinclude>
shplit7z2zb7l3h3y3vdhlbb28kqy26
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૨
104
47114
166838
2022-08-11T03:31:39Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>પાસે એકેક પગ સારા પ્રમાણમાં દબાવડાવે તો જ એમને ઊંઘ આવી
શકતી. અત્યારે પણ નિયમ મુજબ બંને પુત્રીઓ માતાના એકેક
પગની માવજત કરી રહી હતી. ચંપા જમણો પગ દાબે ને જસી
ડાબો પગ દાબે એવો એક અણલખ્યો નિયમ જ થઈ ગયો હતો.
અને તેથી જ પુત્રવિહોણાં સંતોકબા બંને પુત્રીઓને ડાબી-જમણી
આંખ ગણીને સંતોષ અનુભવતાં હતાં.
હીંચકા ૫૨ કપૂરશેઠ સોપારી વાંતરતાં વાંતરતાં ભવિષ્યના
લગ્નપ્રસંગની તૈયારીઓની આછી રૂપરેખા આંકતા હતા. સંતોકબા
એમાં હા-હોંકારો ભર્યે જતાં હતાં.
‘હવે કાલ સવારે ચંપા તો સાસરે જશે. પછી તમારો જમણો
પગ કોણ દાબશે?” પતિએ મજાકમાં પૂછ્યું.
સાંભળીને સંતોકબા જરા વિચારમાં પડી ગયાં. તેઓ હજી કશો
ઉત્તર આપે એ પહેલાં તો જસીએ વચ્ચે જણાવી દીધું:
‘હું દાબીશ. જમણો ને ડાબો બેય હું દાબીશ.'
સંતોકબાએ નિસાસો મૂકીને કહ્યું:
‘તું પણ પારકી થાપણ, તારા ઓરતા પણ હવે કેટલા દી?’
‘મારો વિચાર તો વાઘણિયામાં ચંપા ભેગું જસીનું પણ પતાવી
જ નાખવાનો હતો.’ કપૂરશેઠ બોલ્યા. દકુભાઈના છોકરા બાલુ સારુ
થઈને મકનજી મુનીમ મને બહુ દબાણ કરતો હતો.'
‘કોને સારુ?’ જસીના કાન ચમક્યા.
‘ઓતમચંદ વેવાઈના સાળા દકુભાઈ હતા ને, એનો છોકરો-
બાલુ—'
સાંભળીને જસી મીઠી લજ્જામાં આંખો ઢાળી ગઈ અને પછેડાનો
એક છેડો લઈને ચાવવા લાગી.
પતિએ પત્નીને પૂછ્યું: ‘બાલુ કેવોક પાણીદાર લાગ્યો તમને?”
જસીએ વધુ લજ્જા અનુભવતાં નખ વડે જમીન ખોત૨વા માંડી.
સાચાં સપનાં
૭૧<noinclude><small>'''{{સ-મ|સાચાં સપનાં||૭૧}}'''</small></noinclude>
cx1drkxbbq0j54lffrw7q5vtkqhttlk
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૩
104
47115
166839
2022-08-11T03:32:17Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>બાલુના ‘પાણી’નો તાગ લઈને સંતોકબા હજી તો કશો ઉત્તર
આપેએ પહેલાં કોણ જાણે કેમ, ચંપાએ તિરસ્કારમાં પોતાનો ઓઠ
મરડ્યો. ચંપાના એ આંગિક અભિનયનો, વાચિક અભિનયમાં આ
પ્રમાણે અનુવાદ થઈ શકે: ‘જોયો હવે બાલુ! એમાં તે વળી પાણી
કયે દહાડે બળ્યું હતું!
મોટીબહેનનો આ અભિનય જોઈને જસી છેડાઈ પડી. એણે ઉગ્ર
અવાજે પૂછ્યું: ‘કેમ હોઠ મરડવો પડ્યો, ભલા?’
આ પ્રશ્ન જ એવો હતો, જેનો ઉત્તર આપવા માટે ચંપાએ ફરી
વાર એ જ ઓષ્ઠાભિનયનો આશરો લેવો પડે. સારું થયું એ પહેલાં
સંતોકબાએ જ અભિનયનું વિવેચન કરી નાખ્યું:
‘બાલુ તો સાવ બાઈમાલી જેવો લાગે છે. એનામાં રતિ ક્યાં છે?”
બોલો મા, બા, એવું બોલો મા,’ ચંપાએ સંતોકબાને અટકાવ્યાં.
જસીને તો બાલુ બહુ જ ગમી ગયો છે—જાણે રાજાનો કુંવર!
કેમ જસી?’
જસી ત્રીજી વાર લજ્જા અનુભવીને આંખો ઢાળવા જતી હતી.
ત્યાં તો સંતાકબાએ તોડીફોડીને કહી જ દીધું:
‘અરે ધૂળ રાજાનો કુંવ૨! મોઢા ઉપરથી માખ ઉડાડવાની તો
સૂધ નથી. દિવસ આખો નાયકાની જેમ પટિયા પાડીને ફર્યા કરે
ને રાગડા તાણ્યા કરે એમાં શું વળ્યું? દોકડાભાર રિત તો એમાં
દેખાણી નહીં.’
‘મને પણ છોકરો સાવ મવાલી જેવો લાગ્યો,’ પતિએ સમર્થન
કર્યું. ‘ક્યાં નરોત્તમ ને ક્યાં બાલુ... હાથીઘોડાનો ફે... જેનામાં
પાણી હોય એ કાંઈ અછતું રહે?’
જસીને બગાસું નહોતું આવતું છતાં એણે મોટે અવાજે કૃત્રિમ
બગાસું ખાધું અને બોલી ઊઠી: ‘મને તો ઊંઘ આવે છે, સૂઈ
જાઉં, જલદી.’
વેળા વેળાની છાંયડી
૭૨
''<noinclude><small>'''{{સ-મ|૭૨||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૭૨}}'''</small></noinclude>
owbkuzx6cxusgmgxcxiulv8o5vchb14
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૪
104
47116
166840
2022-08-11T03:32:53Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>કોઈ ત૨ફથી હજી બેસવાનો આગ્રહ થાય એ પહેલાં તો જસી
ઊભી થઈને ચાલી પણ ગઈ.
ચંપાએ કહ્યું: ‘બા, તમે બાલુની ઠેકડી કરી એ જસીને ન ગમ્યું.’
‘જસીને વળી ગમવા-ન ગમવાનું શું હોય? એને શું ખબર પડે
કે સોનું શું કહેવાય ને કથીર કોને કહેવાય? હજી એ છોકરીની
ઉંમર શું ને વાત શું?’ કપૂરશેઠે બાલુની સાથે જસીની શક્તિઓ
ઉપર પણ વિવેચન કરી નાખ્યું. પછી પત્નીની જાણ માટે ઉમેર્યું:
મકનજી મુનીમ તો મને વળગી જ પડ્યો કે બાલુ વેરે જસીનો
ગોળ ખાઈને જ જાવ, પણ હું શું મૂરખ છું કે આવી રતન જેવી
છોકરીને બાલુ જેવા વરણાગિયા વેરે વરાવી દઉં?’
‘તમે મુનીમને શું જવાબ આપ્યો?’ સંતોકબાએ પૂછ્યું.
‘એમ મોઢામોઢ ચોખ્ખી ના કહીએ તો તો એને માઠું લાગે ને!'
મેં કીધું કે, “બહુ ઉતાવળ કરવી ઠીક નહીં...
મેંગણી જઈને વિચાર
કરશે ને પછી તમને કાગળ લખ... જાય ભેંસ પાણીમાં' કહીને
શેઠ ખડખડાટ હસી પડ્યા.
ચંપા બોલી: ‘બાપુજી, બહુ સારું કર્યું. બાલુમાં એકેય લક્ષણ
સારું નથી.’
‘ને પાછી દકુભાઈની વહુ પણ, કહે છે કે, બહુ કજિયાળી છે.’
સંતોકબાએ ઉમેર્યું. ‘આવી કંકાસણી ને વઢકણી સાસુ જડે તો તો
મારી જસીને કાયમની કઠણાઈ થઈ પડે ને!”
‘જસી સારુ પણ બરોબર નરોત્તમ જેવો છોકરો ગોતી કાઢશું.’
કપૂરશેઠે કહ્યું.
મારી જસીને હજુ કાંઈ ઉતાવળ નથી,’ સંતોકબા બોલ્યાં અને
પછી એમને એકાએક યાદ આવ્યું તેથી સૂચન કર્યું: ‘ચંપાને વરાવી
એના સમાચાર એના મામાને લખવા પડશે ને?’
‘લખાશે હવે. ઉતાવળ શું છે?” પતિએ કહ્યું.
સાચાં સપનાં
૭૩<noinclude><small>'''{{સ-મ|૭૩||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૭૩}}'''</small></noinclude>
chu8fmcfgv52v6349xwltdv0iv35kfj
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૫
104
47117
166841
2022-08-11T03:33:24Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘ના, એમ, “લખાશે” કહો એ ન ચાલે. મારો મનસુખભાઈ તો
પહેલો. સમાચાર મોડા લખીએ તો એને માઠું લાગી જાતાં વાર ન
લાગે. ગઈ દિવાળીએ હું રાજકોટ ગઈ'તી ત્યારે એણે તો ચોખ્ખું
કીધું હતું કે મને પૂછ્યા વિના ચંપાનું વેશવાળ જ ન કરશો.’
‘એમ?’
‘હા, એ તો કહે છે કે ચંપા તો મોટા લખપતિને આંગણે શોભે
એવી દીકરી છે. એને જેવેતેવે ઠેકાણે નાખી ન દેશો.’
પણ આપણે ક્યાં મોળું ઠેકાણું ગોત્યું છે?’
‘પણ ચંપાના મામાને પૂછી-કારવીને પછી ગોળ ખાધો હોત તો
ઠીક થાત,' સંતોકબાએ એકાએક ગંભીર અવાજે કહ્યું.
‘હવે ન પૂછ્યું તો એમાં શું ખાટુંમોળું થઈ જાવાનું હતું?
‘ખાટુંમોળું તો નહીં, પણ મારા ભાઈનો સ્વભાવ તમે જાણત
નથી? ધૂળ જેવી વાતમાં એને માઠું લાગી જતાં વાર ન લાગે.'
સંતોકબા બોલ્યાં. ‘આ તો લગન જેવી મોટી વાત, એમાં મોસાળિયાંને
મોટાઈ આપી હોય તો સારું લાગે; બીજું શું?’
‘ઠીક લ્યો, હવે કાલ સવારમાં જ હું મનસુખભાઈને મજાનો
કાગળ લખી નાખીશ. આપણે ક્યાં મોળું ઠેકાણું ગોત્યું છે તે એને
માઠું લાગે?’
ચંપાનું ચિત્ત આવી વહેવા૨ડાહી વાતોમાં નહોતું. વસંતના વાયરાથી
પુલકિત બનેલી એની મનોસૃષ્ટિમાં તો એક નવી જ દુનિયા વસી
ગઈ હતી. એ નૂતન સૃષ્ટિમાં રમમાણ ચિત્ત લઈને એ મોડે મોડે
મેડી ૫૨ સૂવા ગઈ.
પથારીમાં પડી, પણ આંખમાં ઊંઘ જ ક્યાં છે! એનાં પોપચાં
૫૨ નવજાત પ્રણયનો જે પરિમલ પથરાયો હતો એ બંને પાંપણને
ભેગી થવા દે એમ ક્યાં હતો?
અત્યારે પણ આ પ્રણયમુગ્ધા સૂતી તો હતી. મેંગણી ગામની
વેળા વેળાની છાંયડી
૭૪<noinclude><small>'''{{સ-મ|૭૪||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૭૪}}'''</small></noinclude>
ny62kaw58ordn5wqrj7evhq42jaepag
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૬
104
47118
166842
2022-08-11T03:33:59Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>મેડીમાં, પણ એનું મનપંખી તો કલ્પનાની પાંખે ઊડતું ઊડતું એક
સુમધુર સ્વપ્નભોમમાં પહોંચી ગયું હતું... પોતે નરોત્તમને વ૨માળા
પહેરાવતી હતી... આજુબાજુ સુવાસણો મંગળ ગીતો ગાતી હતી...
વ૨ઘોડિયાં વાજતેગાજતે વાઘણિયાના પાદરમાં પહોંચ્યાં હતાં...
સૂરીલી શરણાઈ વડે સામૈયાં થતાં હતાં... ‘હરિનિવાસ’ની મેડીને
આંગણે વરકન્યા પોંખાતાં હતાં... ચંપા પોતાની વત્સલ જેઠાણી
લાડકોરને પગે પડતી હતી.... જીવતાં રહો.. સો વરસનાં થાવ...
આડીવાડી વધારો....’ એવાં આશીર્વચનો વડીલો તરફથી ઉચ્ચારાતાં
હતાં... મોડી રાતે નવવધૂ મેડી પરના શયનગૃહમાં ગઈ..
અર્ધ-સુષુપ્ત અવસ્થામાં સ્વપ્નના સોમરસ વડે મત્ત બનેલી ચંપાને
સ્વપ્નભંગ કરાવતું ડૂસકું સંભળાયું. એ ઝબકીને જાગી ઊઠી. જોયું
તો નજીકમાં સૂતેલી જસી હીબકાં ભરતી હતી.
સાચાં સપનાં
*
૭૫<noinclude><small>'''{{સ-મ|૭૫||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૭૫}}'''</small></noinclude>
jtlibs8a9amwt3pq89ov6fv01pr10su
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૭
104
47119
166843
2022-08-11T03:34:25Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>કાગળ ને કડાકો
કાગળ લેજો, કપૂરબાપા!'
ઓસરીનાં પગથિયાં પાસે ઊભીને ભૂરા ટપાલીએ બૂમ પાડી
અને ચંપાના કાન ચમકી ઊઠ્યા. હમણાં હમણાં કોણ જાણે કેમ,
પણ ટપાલ આવવાને સમયે ચંપા જાણ્યે-અજાણ્યે કોઈના પત્રની
પ્રતીક્ષા કરવા લાગી જતી.
કપૂરશેઠે પત્ર લીધો અને પછી હિંડોળા ઉપર બેસીને વાંચવા
માંડ્યો એટલી વારમાં તો સંતોકબા પણ રસોડામાંથી બહાર નીકળ્યાં
અને પૂછ્યું: ‘કોનો કાગળ છે?’
રસોડામાં ચૂલા પાસે બેસીને રોટલા થાબડતી ચંપા પણ કુતૂહલથી
જરા નજીક આવી અને કોઈ જોઈ ન જાય એ રીતે રસોડાના
કમાડની ઓથે લપાઈને ઊભી રહી.
પોતે પૂછેલા પ્રશ્નનો તુરત ઉત્તર ન મળતાં સંતોકબાએ ફરી
પૂછ્યું: ‘કયા ગામનો કાગળ છે?’
ચંપાની જિજ્ઞાસા વધારે તીવ્ર બની. પિતાને મોઢેથી ‘વાઘણિયાનો’
શબ્દ સાંભળવાને
રહેલા કપૂરશેઠ ઓચર્યા: ‘રાજકોટનો—’
. ઉત્સુક બની રહી. પણ ત્યાં તો કાગળ વાંચી
સાંભળીને ચંપા હતાશ થઈ, પણ સંતોકબાને સંતોષ થયો. બોલ્યાં:
‘હા... મારા મનસુખભાઈનો કાગળ આવ્યો–ચંપાના સગપણની
ખુશાલીનો—
‘ખુશાલીનો નથી...’
હૈં? શું કીધું?’
૭૬
વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૭૬||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૭૬}}'''</small></noinclude>
bbk2pa397n6ldaaxpc3sui1cvhlv75o
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૮
104
47120
166844
2022-08-11T03:34:56Z
Meghdhanu
3380
/* ભૂલશુદ્ધિ બાકી */ ‘ખુશાલીનો નથી,’ વાંચતાં વાંચતાં કાગળને છેડે આવી પહોંચેલ કપૂ૨શેઠે ભારેખમ અવાજે ઉમેર્યું: ‘જાણે ખરખરાનો છે— આવો અણધાર્યો ઉત્તર સાંભળીને સંતોકબા એવાં તો ડઘા...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘ખુશાલીનો નથી,’ વાંચતાં વાંચતાં કાગળને છેડે આવી પહોંચેલ
કપૂ૨શેઠે ભારેખમ અવાજે ઉમેર્યું: ‘જાણે ખરખરાનો છે—
આવો અણધાર્યો ઉત્તર સાંભળીને સંતોકબા એવાં તો ડઘાઈ ગયાં
કે હવે વધારે પૂછગાછ કરવાના પણ એમને હોશ ન રહ્યા. કમાડની
ઓથે લપાઈને ઊભેલી ચંપા પણ ચિત્રવિચિત્ર તર્ક કરવા લાગી.
આખરે કપૂરશેઠે જ પોતાના પ્રથમ કથનનો સ્ફોટ કર્યો: ‘ચંપાને
વાઘણિયે વરાવી એમાં એના મામાને બહુ મનદુઃખ થયું છે...'
‘કાં? કેમ ભલા?’
‘લખે છે કે રતન જેવી દીકરીને ઉકરડે નાખી દીધી.'
‘પણ ઓતમચંદ શેઠનું ઘ૨ ઉકરડો ગણાય?... કેવું મજાનું '
‘મનસુખભાઈ તો લખે છે કે વાઘણિયા જેવા ગામડાગામમાં
ચંપાનો અવતાર બળી જશે.'
પણ આપણું મેંગણી ક્યાં મોટું શહેર છે?’ સંતોકબાએ સામો
પ્રશ્ન કર્યો.
મેંગણી ભલે ને વાઘણિયા કરતાંય નાનું રહ્યું,’ કપૂરશેઠ બોલ્યા:
‘પણ ચંપાના મામા તો લખે છે કે મારી ભાણેજ તો રાજકોટ જેવા
મોટા શહેરમાં શોભે એવી છે.’
‘પણ મોટા શહેરમાં ઓતમચંદ શેઠના જેવું ખાનદાન ખોરડું જડે ખરું ?’
મનસુખભાઈ તો લખે છે કે મને કીધું હોત તો આઠ ઓતમચંદને
આંટે એવું મોભાવાળું ઘર ગોતી દેત-'
‘ને નરોત્તમ જેવો જમાઈ —’
હતા. પણ ઉતાવળ કરીને ચંપાને ગામડામાં ફેંકી દીધી.' કપૂરશેઠ
લખે છે કે ફૂલફૂલિયા કુંવર જેવા સાતસેં મુરતિયા મારા ખિસ્સામાં
કાગળમાંથી અવતરણો ટાંકતા જતા હતા.
‘તો હવે જસી સારુ એના મામાને કહીને કોઈ શહે૨નો મુરતિયો
ગોતશું. પછી છે કાંઈ?
કાગળ ને કડાકો
૭૭<noinclude><small>'''{{સ-મ|૭૭||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૭૭}}'''</small></noinclude>
tfh9c1d0f5ouwtp7plpc9zb5lxlig2v
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૭૯
104
47121
166845
2022-08-11T03:35:38Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘પણ મામો તો લખે છે કે હજી બહુ મોડું નથી થયું—
‘એટલે? મોડું નથી થયું એટલે શું?’ સંતોકબાએ ગભરાઈ જઈને
પૂછ્યું, ‘હું કાંઈ સમજી નહીં—'
મનસુખભાઈનું કહેવું એમ છે કે હજી પણ ચંપાનું સગપણ
તોડી નાખો તો શહેરમાં સારામાં સારે ઠેકાણે ફરીથી વરાવી દઉં...
કપૂરશેઠ થોથવાતી જીભે આ વાક્ય ઉચ્ચારી ગયા. સાંભળીને
સંતોકબા પણ અવાક થઈ ગયાં. પણ રસોડામાં ઊભેલી ચંપાએ તો
આ વાક્યથી વજ્રાઘાત જ અનુભવ્યો.
ઓસરીમાં ભયંકર મૌન છવાઈ ગયું. કપૂરશેઠના હૃદયની વ્યથ
એમના મોઢા ૫૨ અંકિત થઈ ગઈ હતી. અને સંતોકબા તો આવી
અવળવાણી સાંભળીને એવાં તો શરમાઈ ગયાં હતાં કે ઊંચે જોઈને
પતિ સામે નજર સાંધવાની પણ એમનામાં હિંમત રહી નહોતી.
ક્યાંય સુધી નીચી મૂંડીએ તેઓ જમીન ખોતરતાં રહ્યાં.
વેવિશાળ ફોક કરી નાખવાનું આવું ભયંકર સૂચન પ્રશાંત ચિત્તસરમાં
વમળો ઊભાં કરે એ સ્વાભાવિક હતું. મનસુખભાઈ પોતે
કરતાંય નાનકડા ગામના વતની હતા, પણ સંજોગબળે તેઓ શહેરમાં
મૂળ તો મેંગણી
જઈ ચડેલા. વેપા૨માં આપબળે આગળ વધીને તેઓ કાઠિયાવાડની
કાચી ખેતી-ચીજોની ખરીદી કરનાર એક માલેતુજાર અંગ્રેજ પેઢીના
આડતિયા બનેલા. આ પેઢી વતી તેઓ આખા કાઠિયાવાડમાં કપાસની
ખરીદી કરતા અને એ માલ પરદેશ ચડાવતા, આ ખરીદીની આડત
તરીકે મળતી બહોળી હકશીને પરિણામે મનસુખલાલ પોતે પણ
જમાનાના કાઠિયાવાડમાં ‘માલદાર’ ગણાતા થઈ ગયા હતા. પરદેશી
પેઢીના સંપર્કને કારણે એમનો મોભો પણ બેહદ વધી ગયેલો. પરિણામે
તેઓ પોતાની જાતને બીજાઓ કરતાં ઊંચી-અતિઘણી ઊંચી – ગણવા
લાગ્યા હતા. બીજાઓ પ્રત્યે–વિશેષ કરીને તો ગામડાંઓનાં માણસો
પ્રત્યે–એમણે સારા પ્રમાણમાં સૂગ પણ કેળવી હતી. રાજકોટ
એ
વેળા વેળાની છાંયડી
૭૮<noinclude><small>'''{{સ-મ|૭૮||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૭૮}}'''</small></noinclude>
bw1b1acxxrom3qt3puneic1gcc0ixha
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૦
104
47122
166846
2022-08-11T03:36:07Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>જંક્શનના સ્ટેશનની સામેના મકાનમાં મનસુખલાલ વર્ણસંકર જેવી
અર્ધવિદેશી ઢબે રહેતા હતા. એમની આ વિલાયતી’ રહેણીકરણી
એ જમાનામાં વાતચીતનો વિષય બની ચૂકેલી. સાહેબ લોકોની ઢબે
૨હેના૨ આ ણિક શેઠ દેશી ઢબે રહેનારાં પ્રત્યે તિરસ્કારથી જોતા
થઈ ગયેલા. મનસુખલાલની આ મહિમાગ્રંથિ આજે મેંગણીથી આવેલા
પત્રમાં શબ્દે શબ્દે વ્યક્ત થતી હતી.
પત્ર વાંચ્યા પછી પતિપત્ની ઊંડા વિચારમાં પડી ગયાં. શું બોલવું
એ બેમાંથી કોઈને સૂઝતું નહોતું. અલબત્ત, આમ તો કપૂરશેઠ કોઈ
પણ નિર્ણય લેવા માટે મુખત્યાર હતા, પણ મનસુખલાલભાઈનો નવો
માનમરતબો અને મોભો જોતાં તેઓ સાળાની શેહમાં આડકતરી
રીતે પણ જરા દબાતા હતા. તેથી જ હવે આવા આકરા પત્રનો
શો ઉત્તર લખવો એની વિમાસણમાં તેઓ પડી ગયા હતા.
સંતોકબા વ્યગ્ર ચિત્તે બેઠાં હતાં ત્યાં રસોડામાંથી તાવડી પર રોટલો
દાઝતો હોવાની વાસ એમના નાકમાં આવી અને તેઓ સફાળાં ઊભાં
થયાં. રસોડામાં જઈને જોયું તો ચૂલા ૫૨ રોટલો દાઝતો હતો. અને
બારણાની ઓથે ઊભેલી ચંપાની આંખમાંથી દડદડ આંસુ સરતાં હતાં.
થોડા દિવસ થયા ને મેંગણી ગામમાં વાયરે વાત આવી:
‘વાઘણિયાવાળા ઓતમચંદ શેઠની આસામી મોળી પડી છે.’
કપૂશેઠને કાને સમાચાર આવવા લાગ્યા: ‘ઓતમચંદ શેઠ ભારે
હાથભીડમાં આવી ગયા છે.'
‘પેઢીને મોટો ધક્કો લાગી ગયો. '
‘મોટી મોટી હૂંડી પાછી ફરે છે...'
સહુને મીઠી લાગતી આ પારકી વાત બજારમાંથી ઘર ઘરમાં
પહોંચી ગઈ. કપૂ૨શેઠના ઘ૨માં પણ છાને ખૂણે આ નાજુક સમાચાર
કાગળ ને કડાકો
૭૯<noinclude><small>'''{{સ-મ|૭૯||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૭૯}}'''</small></noinclude>
m44rcol7fpcd251o15bdnpng7qmsf6y
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૧
104
47123
166847
2022-08-11T03:36:27Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>ચર્ચાઈ ગયા. કહે છે કે દકુભાઈ પોતાના બનેવીથી રિસાઈને પેઢીમાંથી
છૂટો થઈ ગયો, વાઘણિયું છોડીને એ તો ઈશ્વરિયે રહેવા ચાલ્યો ગયો
છે, મકનજી મુનીમે પણ પેઢીનું મુનીમપદું છોડી દીધું છે, ઓતમચંદ
શેઠ ચારે કોરથી ઘેરાઈ ગયા છે ને પાઘડી ફેરવવાના વેતમાં છે...
વાતો સાંભળીને કપૂરશેઠ વ્યગ્ર બન્યા, પણ ચંપાની વ્યગ્રત
સહુથી વધારે હતી. એણે બીતાં બીતાં પણ પિતાને સૂચન કર્યું:
‘બાપુજી, તમે પોતે વાઘણિયે જઈને તપાસ તો કરો, સાચી વાત
એ લોકો મુશ્કેલીમાં હોય તો મદદ કરવાની આપણી ફરજ ગણાય ને
પુત્રીનું આવું સૂચન પિતાને નાને મોઢે મોટી વાત જેવું તો લાગ્યું,
પણ એમાં રહેલું શાણપણ પણ એમને સમજાયું. પોતે વાઘણિયે જઈને
જાત-તપાસ કરે અને વેવાઈની આબરૂ બચી શકે તો બચાવવામાં
પોતાને જ લાંબે ગાળે લાભ છે એ સત્ય સમજાતાં કપૂરશેઠ સત્વર
છે!
વાઘણિયા જવા ઊપડ્યા.
ત્યાં પહોંચતાં વાર જ કપૂરશેઠને સમજાયું કે પોતે સાંભળેલા ઊડતા
સમાચારોમાં અતિશયોક્તિ નહીં પણ અલ્પોક્તિ જ હતી. પોતે કલ્પી હતી
એના કરતાંય વાસ્તવિક સ્થિતિ વધારે વિષમ હતી. પણ
તો એ લાગી કે આટલી આપત્તિ વચ્ચે પણ ઓતમચંદ શેઠ સંપૂર્ણપણે
સ્વસ્થ હતા. એમને આ વણસેલી સ્થિતિનો જરાય વસવસો નહોતો.
કપૂરશેઠને નવાઈ
‘હશે. જે થયું તે થયું, જેવી હરિની ઇચ્છા, પોતાના દરેક કથનને
અંતે ઓતમચંદ આ તક ઉમેરતો હતો.
‘પણ હવે આનો કોઈ ઉપાય?’ કપૂરશેઠે પૂછ્યું, ‘કોઈ આ૨ોવા૨ો?’
‘નહીં ઉપાય કે નહીં આરોવારો,’ ઓતમચંદે કહ્યું, ‘ઘર
જાય એવી આ વાત છે. ઘરનાં જ ઘાતકી થયાં એમાં બીજાનો શુ
વાંક કાઢું? જેવી હરિની ઇચ્છા!’
ફૂટે ઘર
to
*
વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૮૦||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૦}}'''</small></noinclude>
3cy6348aog90gbzv0qtnjzxovxq1au2
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૨
104
47124
166848
2022-08-11T03:36:47Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>વ્યાવહારિક આંટીઘૂંટીના જાણકા૨ કપૂરશેઠે સિફતપૂર્વક આ
આપત્તિમાંથી મુક્ત થવાનો માર્ગ સૂચવ્યો. સ્થાવર અસ્કામત
સગાંવહાલાંઓને નામે ચડાવી દેવાનું સૂચવ્યું. અને દરદાગીના વગેરે
મિલકત સગેવગે કરી નાખવાનો માર્ગ બતાવ્યો. પણ આમાંનો એક
પણ ઉપાય ઓતમચંદને ગળે ઊતરે એમ નહોતો.
‘ના, ના, એવું અણહકનું મને ન ખપે. લેણદારનું લેણું સોનામહોર
જેવું. અપાશે ત્યાં સુધી દૂધે ધોઈને આપીશ. નહીં પહોંચાય ત્યારે
લાચાર. પણ મારે મારી દાનત નથી બગાડવી. કોઈનું ઓળવીને
આવતે ભવે પણ છૂટું નહીં.’
‘આમ ચૂકવવા બેસશો તો તો બાવા થઈ જાશો, બાવા.'
પણ ‘હરિની ઇચ્છા’ ઓતમચંદે ફરી એ જ ઉદ્ગાર કાઢ્યો.
‘બાકી કૂડકપટ કરવામાં મારું મન માનતું નથી.’
‘તમે તો સાવ નરસીં મેતા જેવા માણસ છો!' કપૂ૨શેઠે જા
ઉગ્ર અવાજે હપકો આપ્યો. ‘આગળપાછળનો પણ જરાય વિચાર
નથી કરતા. હજી તો નાનો ભાઈ છે. એ પરણશે, પશ્તાશે... ઘેરે
ભગવાનનો દીધો દીકરો છે—'
‘સહુ પોતપોતાની શેર બાજરી લખાવીને આવ્યા છે, શેઠ!'
ઓતમચંદે ગર્વભેર ઉત્તર આપ્યો. ‘હાથમાંથી હાલ્યું જાશે પણ
કપાળમાં લખ્યું હશે એ લઈ લેવાનું કોઈનું ગજું નથી.’
ઓતમચંદની આવી ફિલસૂફીના ગબારાને કપૂરશેઠ ક્યાંથી આંબી
શકે? કપૂરશેઠને તો પોતાની પુત્રીના હિતની જ પડી હતી. એ
કારણે પોતાના જમાઈની શાખ જળવાઈ રહે એ જોવા તેઓ ઇંતેજાર
હતા. પણ એકમાત્ર ‘હરિની ઇચ્છા'ને આધીન રહીને ચાલનાર
ઓતમચંદ તો પોતાની સાથે નાના ભાઈ નરોત્તમનું ભાવિ પણ ડૂલ
ક૨વા તૈયા૨ થયો હતો. આ વાત કપૂરશેઠને ગળે કેમેય ઊતરી
શકે એમ નહોતી. એમને તો નરોત્તમના ‘કપાળમાં લખેલી’ એ નહીં
કાગળ ને કડાકો
૮૧<noinclude><small>'''{{સ-મ|૮૧||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૧}}'''</small></noinclude>
jul2cwfig4eoj4dxa6h0y68qsabv4kc
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૩
104
47125
166849
2022-08-11T03:37:09Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>પણ ઘ૨ના કોઠા૨માંની સાચી શેર બાજરી સલામત બનાવવાની
ચિંતા હતી. તેથી જ, એમણે ઓતમચંદની આ આપત્તિમાં થોડીઘણી
આર્થિક મદદ કરવાની તૈયારી બતાવી. આવા મોટા ખોરડાની લાખ
રૂપિયાની આબરૂ બચાવી લેવા માટે કપૂરશેઠે જરા સંકોચ સાથે પણ
ખેલદિલીથી થોડી ધીરધાર ક૨વાની ‘ઑફર’ મૂકી.
‘એ વાત તો તમે કરજો મા’ ઓતમચંદે આ ઑફરનો ઘસીને
અસ્વીકાર કર્યો. ‘તમારી પહેલાં અહીં ઘણાંય સગાંવહાલાં આવી
ગયાં ને પોતપોતાની ગજાસંપત પ્રમાણે પાંચ પૈસા ધીરવાની વાત કરી
ગયાં, પણ સહુને મેં એક જ જવાબ દઈ દીધો કે મારે માથે આટલું
મોટું રણ છે જ, એમાં હવે પારકાના પૈસા લઈને વધારો નથી કરવો.’
‘પણ મને તમે પાકો ગણો છો?’ કપૂ૨શેઠે પહેલી જ વાર
ખાનદાનીભર્યો પ્રશ્ન પૂછ્યો.
‘તમે તો પંડના કરતાંય અદકા છો, સહથી વહાલા સગા છો,
પણ પારકી તુંબડીએ કેટલુંક તરાય? માગ્યે ઘીએ બહુ બહુ
રોટલી ચોપડાય, ચૂરમાના લાડવા ન વળાય. સમજ્યા ને?’
‘પણ તમારી ભીડને ટાણે અમે ભેગાં ન ઊભાં રહીએ તો પછી.
અમે સગાં થયાં શું કામનાં’ કપૂરશેઠે ચંપાનું શાણું સૂચન યાદ
કરીને ફરી વાર આગ્રહ કર્યો.
અને ઓતમચંદે એટલા જ આગ્રહપૂર્વક એ ‘ઑફર’નો અસ્વીકાર
કર્યો: ‘જુઓ શેઠ, મારા ઉપર તો અટાણે આભ ફાટ્યું છે, એમાં
અને પછી ફરી વાર એ જ જૂની ઉક્તિ ઉમેરી: ‘જેવી હિરની
તમ જેવા કેટલાંક થીંગડાં દઈ શકશો?’
ઇચ્છા!’
૮૨
Sim
વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૮૨||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૨}}'''</small></noinclude>
6m3ku9tvol21jtvm0l8pqfwlkqcoppm
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૪
104
47126
166850
2022-08-11T03:37:38Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>‘એલા એય, સાંભળ્યું કે? ઓતમચંદનાં ડબલાંડૂલ!
પેઢીના પાટલા સફાચટ!’
‘ઓતમચંદની દુકાનનું ઉઠમણું!’
‘લાખના બાર હજાર ને લાટનું લિલામ!'
‘ધોળે દીએ દેવાળું કાઢીને રાંડીરાંડુંને રોવરાવી–
‘મોટાંની મોટી પોલ!’
૧૦
જીવનરંગ
‘નામી વેપારી મારી ખાય ને નામી ચોર માર્યો જાય!'
‘બાંધી મૂઠી લાખની ને ઉઘાડી વા ખાય...'
‘કાલના લાખના ને આજના રાખના.'
અખબારોમાં આકર્ષક મથાળાં બની શકે એવાં મિતભાષી
સુભાષિતો વાઘણિયાની શેરીએ ને ગલીએ સંભળાવા લાગ્યાં. તીરે
ઊભેલાં લોકોને સારો તમાશો જોવા મળ્યો. હજી ગઈ કાલ સુધી
ગામનું—કહો કે આખા પંથકનું–નાક ગણાતી ઓતમચંદની પેઢીનું
ઉઠમણું થઈ ગયું એ ઘટના આ ખોબા જેવડા ગામ માટે અતિ મોટી
ગણાય. તેથી જ લોકો બમણા કુતૂહલથી આ ઘટનામાંથી પરિણમતી
બીજી ઘટના-પરંપરાને અવલોકી રહ્યાં.
અવલોકનકારો સાથે ટીકાકારોની પણ કમી નહોતી. કાર્યકારણની
સાંકળ જોડીને આ લોકો મનફાવતા અભિપ્રાયો આપી દેતા હતા:
‘ઘર સાજું રાખીને ગામને નવરાવી નાખ્યું.’
‘હવે રોશે રાતી પાઘડીવાળા—'
‘લોકો પણ એ જ લાગનાં છે. સહુ આંખ મીંચીને ઓતમચંદને
જીવનરંગ
૮૩<noinclude><small>'''{{સ-મ|૮૩||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૩}}'''</small></noinclude>
sfsubmy8ptyn0iherjr3qtbjp8g2gul
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૫
104
47127
166851
2022-08-11T03:39:07Z
Meghdhanu
3380
/* ભૂલશુદ્ધિ બાકી */ ઘે૨ મૂડી મૂકી આવતા હતા. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલાં ગણવા ગયા, તો હવે ભલે રોતા ‘વાછડું બહુ કૂદે તે ખીલાના જોર ઉપર. ઓતમચંદે આટલો મોટો પથારો કર્યો હતો તે કન્યાન...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>ઘે૨ મૂડી મૂકી આવતા હતા. મૂડી કરતાં વ્યાજ વધારે વહાલાં ગણવા
ગયા, તો હવે ભલે રોતા
‘વાછડું બહુ કૂદે તે ખીલાના જોર ઉપર. ઓતમચંદે આટલો
મોટો પથારો કર્યો હતો તે કન્યાની કેડ ઉપર જ ને? હવે ભલે
ગામ આખું બગહરાનો ચોફાળ ઓઢે! ઓતમચંદે પોતે તો સાત
પેઢીનું સાજું કરી લીધું હશે.’
‘ગામ આખાને તો ભલે ચોફાળ ઓઢાડ્યો, પણ ગરીબ બિચારી
ચંડીરાંડુને રોવરાવી ન હોત તો ઠીક થાત. દુખાયેલ બાઈયું પોતાનું
ચપટીમૂઠી ભેગું કરીને શાહજોગ પેઢી ગણીને સાચવવા મૂકી ગઈ’તી,
એનો તો હવે રોટલો રઝળ્યો ને!’
પણ પછી જે ઘટનાઓ બનતી રહી એ ઉ૫૨થી ઘણા ટીકાકારોને
સમજાયું કે આપણે ટીકા કરવામાં ઉતાવળ કરી નાખી છે.
આ આભ-કડાકાનો આરંભ કેવી રીતે થયો એ તો
પણ પૂરેપૂરું સમજી શક્યો નહોતો. એને તો માત્ર એટલું યાદ હતું
ખુદ ઓતમચંદ
કે વાઘણિયામાંથી દકુભાઈની વિદાય પછી એક બહુ મોટી રકમની
હૂંડી અણધારી રીતે ‘સ્વીકાર’ માટે આવેલી. એ વખતે પેઢીમાં
એટલી રોકડ રકમ હાથવગી નહોતી. હૂંડીના ‘સ્વીકા૨’માં ઓતમચંદે
પૂર્વયોજિત વ્યૂહ પ્રમાણે નાનીમોટી સંખ્યાબંધ હૂંડીઓ એકસામટી
અઠવાડિયાની મુદત માગતાં, એ પાછી ફરેલી. તુરત જાણે કોઈ
સ્વીકાર માટે આવવા માંડેલી. એ બધીને પહોંચી વળવાનું મુશ્કેલ
જણાતાં અફવા ઊડી કે પેઢી બેસતી જાય છે. અફવાને કારણે વળી
વધારે લેણદારોએ તકાદા કર્યા.
તુરત ઓતમચંદ ચેતી ગયો. પોતાનાં જ સ્વજનોએ સરજેલી
આ આપત્તિમાંથી ઊગરી શકાય
ઊગરવા એણે
બહુ
પ્રયત્નો
કર્યા, પણ કોઈ રીતે પહોંચી શકાય એમ નથી એ સમજાતાં એણે
પ્રામાણિકપણે જેટલું ચૂકવાય એટલું ચૂકવવા માંડ્યું, અને એમાં એણે
વેળા વેળાની છાંયડી
૮૪<noinclude><small>'''{{સ-મ|૮૪||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૪}}'''</small></noinclude>
18zm31tev97g4g17edfupyv40qaxs88
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૬
104
47128
166852
2022-08-11T03:39:51Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>પહેલી પસંદગી અનાથ વિધવાઓ અને ધર્માદા સંસ્થાઓને આપી.
પણ એમાં વિધિવક્રતા તો એ બની કે ઓતમચંદે જ્યારે મૂડી પાછી
સોંપવાની તૈયારી બતાવી ત્યારે કેટલીક વિધવાઓ અને ધર્માદા
સંસ્થાઓએ એ લેવાનો ઇનકાર કર્યો. એમને ઓતમચંદ કરતાં
વધારે સધ્ધર આસામી શોધવાની મુશ્કેલી હતી. એમને એ ખ્યાલ
નહોતો કે આ સધ્ધર આસામી હવે ડૂલ થવાની તૈયારીમાં છે.
ઓતમચંદે એમને સાનમાં ઘણું ઘણું સમજાવ્યું કે હવે સમય બહુ
બારીક આવતો જાય છે, પોતાની પૂંજી પોતાની જ પાસે રાખવી
સારી, મારે પણ હવે માથેથી ભારણ ઓછું કરવું છે પણ લેણદારો
એમાંથી કશું સમજવા જ તૈયાર નહોતા. પરિણામે જ્યારે કડાકો
થયો ત્યારે જેમનાં નાણાં રહી ગયાં તે રહી જ ગયાં...
રહ્યુંસહ્યું સગેવગે કરવાની સ્નેહીઓની સલાહ અવગણીને
ઓતમચંદે જેટલું ચૂકવી શકાય એટલું ચૂકવી આપવા કેડ કસી.
પેઢીનો સઘળો વહીવટ એણે લેણદારો સમક્ષ ખુલ્લો મૂકી દીધો.
ઘરની સઘળી અસ્કામત એણે હોડમાં મૂકી દીધી. મારી પાસે
આટલું છે, એમાંથી લેવાય એટલું લઈ લો.
નવી બંધાયેલી મેડી આમેય ગામલોકોની આંખે ચડેલી તેથી
લેણદારોની નજ૨ પણ આ ઇમારત ઉપર બગડેલી. ઓતમચંદે મેડી
વેચવા કાઢી ત્યારે કેટલાંક લોકો દુઃખી થયાં, પણ ઘણાં તો રાજી થયાં.
ગરીબનાં ગળાં લૂઈ લૂઈને મેડીના પાયા નંખાયા હતા, એ
અણહકનું કેટલાક દી ટકે?”
‘ભગવાનના ઘરનો બધો હિસાબ અહીં ને અહીં જ થાય છે.’
આફ્રિકા ખેડીને આવેલા એક લુહાણા વેપારીએ ઓતમચંદની
મેડી ખરીદી લીધી. જૂનું ઘર તેમજ ગામમાંની દુકાનો પણ વેચી
નાખવી પડી, તેથી ઓતમચંદે એક ખેડૂતનું નાનું સ૨ખું મકાન ભાડે
રાખીને એમાં વાસ કર્યો.
જીવનરંગ
૮૫<noinclude><small>'''{{સ-મ|૮૫||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૫}}'''</small></noinclude>
re1kcslsunrukg776gq562taxkw347m
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૭
104
47129
166853
2022-08-11T03:40:27Z
Meghdhanu
3380
/* ભૂલશુદ્ધિ બાકી */ જે દિવસે તેઓ ‘હરિનિવાસ' ખાલી કરીને ભાડાના મકાનમાં રહેવા ગયાં તે દિવસે સમજુ નરોત્તમ તો કાઠી છાતીએ હિંમત જાળવી શકેલો પણ લાડકોરને બહુ લાગી આવ્યું. કેટકેટલાં અર...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>જે દિવસે તેઓ ‘હરિનિવાસ' ખાલી કરીને ભાડાના મકાનમાં
રહેવા ગયાં તે દિવસે સમજુ નરોત્તમ તો કાઠી છાતીએ હિંમત
જાળવી શકેલો પણ લાડકોરને બહુ લાગી આવ્યું. કેટકેટલાં અરમાન
સાથે એ આ મકાનમાં રહેવા આવેલી! લાડકોરના સઘળા મનસૂબ
મનમાં જ રહ્યા. ઓતમચંદ એને એક જ આશ્વાસન આપી શકે
એમ હતા: ‘જેવી હરિની ઇચ્છા!’
લાડકોર તો ગમે તેટલી લાગણીશીલ હોવા છતાં ઊંડી સમજશક્તિ
ધરાવતી હોવાથી આ જીવનપલટો જીરવી શકી. પણ નાનકડો બટુક,
જે પૂરો સમજુ પણ નહોતો અને સાવ અણસમજુ પણ ન ગણાય,
એની સ્થિતિ અત્યંત વિષમ હતી. એ અબુધ બાળક, નાટકના
તખ્તાની જેમ પલટાતા આ જીવનરંગ સમજી શકે એમ નહોતો,
તેમ સહન પણ કરી શકતો નહોતો. વારે ઘડીએ એ પૃચ્છા કર્યા
કરતો: ‘બા, આપણી નવી મેડી શું કામે ખાલી કરી?’ આ પ્રસંગે
માબાપને મર્મસ્થાને ઘા લાગતો.
સાપ કાંચળી ઉતારે એટલી આસાનીથી ઓતમચંદે એક પછી
એક પરિગ્રહ તજવા માંડ્યા હતા. સંજોગવશાત્ આ સમજુ માણસે
પોતાના ચિત્તમાં સમાધાન યોજી લીધું હતું, તેથી એને પોતાને તો
આ જીવનપલટા અંગે બહુ ઝાઝો અફસોસ નહોતો. પણ સુખચેનની
દોમ દોમ સાહ્યબી ભોગવેલ લાડકોરનું અંતર કોરાતું હતું. એ ચતુર
ગૃહિણીને જેટલી ચિંતા પોતાના સાત ખોટના પુત્ર બટુકના ભાવી અંગે
હતી એથીય અદકેરી ચિંતા, દીકરાથી સવાયા દિય૨ – નરોત્તમ-ના
તાત્કાલિક ભાવી અંગે થતી હતી, ‘હવે નરોત્તમનાં લગનનું શું
થાશે? નાણાંનો ને આબરૂનો બેવડો ધક્કો લાગ્યો છે એટલે હવે
વેવાઈવાળા વેવિશાળ ફોક તો નહીં કરી નાખે ને?”
લાડકોર આ
શંકા પતિ સમક્ષ વ્યક્ત તો ન કરતી, પણ એ ચિંતા એના હૃદયમાં
શલ્યની જેમ ભોંકાયા કરતી. અનેકવિધ આપત્તિઓમાં ગળાબૂડ
વેળા વેળાની છાંયડી
૮૬
PMI<noinclude><small>'''{{સ-મ|૮૬||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૬}}'''</small></noinclude>
6wdp4cppghd6n7s0nonfvnx3w7b2wsb
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૮
104
47130
166854
2022-08-11T03:41:50Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>ડૂબેલા ઓતમચંદને સ્વપ્ને પણ આવી શંકા ઊપજતી નહોતી,
બલકે એ સંભવિત આપત્તિ સુધી કલ્પના દોડાવવાનો હાલ એને
અવકાશ જ નહોતો. પણ લાડકોરનું સ્રીહૃદય આવી સંભાવનાને કેમ
ઉવેખી શકે? એની ચકોર નજર જોઈ શકતી હતી કે નરોત્તમના
ચહેરા ઉ૫૨ ઓતમચંદ કરતાંય બમણો વિષાદ તોળાઈ રહ્યો છે.
લગ્નોન્મુખ દિયરની એ ગમગીનીનું કારણ કળવાનું લાડકોર માટે
જરાય મુશ્કેલ નહોતું. તેથી એણે અગમબુદ્ધિ વાપરીને પતિને બીતાં
બીતાં સૂચન કરેલું:
‘આપણે તો પાયમાલ થઈ જ ગયાં, પણ નાના ભાઈ નરોત્તમનું તો
ઘર સાજું રાખો...... આપણા ભેગો એનેય બાવો ક૨ી મૂકવો છે?’
‘કોઈ કોઈને બાવો કરી શકે એમ નથી,' ઓતમચંદે પોતાની
ફિલસૂફી ડહોળી. ‘સહુ પોતપોતાની શેર બાજરી બંધાવીને આવ્યા
છે, સમજી?’
‘હું તો સમજી, પણ વેવાઈવાળા સમજશે?’ લાડકોરે માર્મિક પ્રશ્ન
પૂછ્યો. ‘ઘસાઈ ગયેલે ઘેર દીકરી વરાવતાં એમનું મન માનશે ખરું?’
‘એમાં જ એની પરીક્ષા થાશે—ખબર તો પડશે કે આપણા
વેવાઈ કેટલા પાણીમાં છે!’ ઓતમચંદે ગમગીન ચહેરે કહ્યું. ‘આવે
પ્રસંગે માણસનું પાણી પરખાય. સાચું મોતી હોય તો આવા હજાર
વા ખમી ખાય, ટકિયું ફ્ટ કરતુંકને ફૂટી જાય, સમજી?”
પતિની સલાહસૂચના લાડકોરને સમજાય કે ન સમજાય પણ એ
શિરસાવંદ્ય તો ગણાય જ.
ઓતમચંદ એક પછી એક મહામૂલાં રાચ પરિહરવા લાગ્યો. એકેક
ચીજ વેચાતી હતી ને લોકોને વગોવણીનો એકેક વધારે વિષય મળતો
જતો હતો. હરેક પ્રસંગે લાડકોરનો જીવ કળીએ કળીએ કપાતો
હતો પણ ઓતમચંદના સદાય પ્રસન્ન રહેતા ચહેરા પર લગીરેય
રંજ નહોતો દેખાતો. એ તો જાણે કે જનક વિદેહીની અનાસક્તિથી
જીવનરંગ
૮૭<noinclude><small>'''{{સ-મ|૮૭||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૭}}'''</small></noinclude>
6yhw66duhvpfc3rdplibjck0dl715j8
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૮૯
104
47131
166855
2022-08-11T03:42:33Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>એ
એક પછી એક મિલકત આ સર્વભક્ષી આગમાં હોમતો જતો હતો.
મેડી વેચી, ગામમાંથી બેત્રણ દુકાનો વેચી, અમરગઢ સ્ટેશન પાસેની
ધર્મશાળા પણ વેચવા કાઢી. પણ ઘોડાગાડી વેચવાનો વારો આવ્યો
ત્યારે ઓતમચંદ પહેલી જ વાર જરા અચકાયો. એનું કારણ હતું.
ઘોડાગાડી સાથે નાનકડા બટુકને લાગણીનો નાતો બંધાઈ ચૂકેલો.
ગાડી, ઘોડો તેમજ એનો હાંકનાર વશરામ ત્રણેયની સાથે બટુકને
એવી તો આત્મીયતા થઈ ગયેલી કે એ વિનાના બટુકની કલ્પન
કરતાં ઓતમચંદ ધ્રૂજી ઊઠ્યા. અનેક મોટી મોટી મુરાદોએ બાંધેલું
નવું મકાન વેચી મારતાં જરા પણ થડક ન અનુભવના૨ ઓતમચંદે
ઘોડાગાડી કોઈ પારકાના હાથમાં સોંપતાં સો વાર વિચાર ક૨ી જોયો.
એક વાર તો એને એમ પણ થઈ આવ્યું કે ઘોડાગાડી વેચવાનું
માંડી જ વાળું, અને એ રીતે બટુકને આઘાતમાંથી ઉગારી લઉં.
પણ તુરત એને સમજાયું કે બધું જ ફૂંકી માર્યા પછી એક ગાડી
રાખી મૂકીશ તો લોકો કહેશે કે ઘ૨ સાજું રાખીને ગામને નવરાવી
નાખ્યું છે. વળી, હવે મારા રાંક આંગણે ગાડીઘોડા શોભે પણ ખરાં
કે? નાહક ફતન-દેવાળિયામાં ખપીને ગામલોકોની આંખે ચડું ને?
મન કાઠું કરીને ઓતમચંદે ઘોડાગાડી વેચવા કાઢી. પણ મુશ્કેલી
એ નડી કે મોંઘી કિંમતની ગાડી અને અસલી ઓલાદના ઘોડાને
ખરીદના૨ કોઈ ઘરાક ઝટ મળ્યો નહીં. એ જમાનામાં ઘેરે ગાડી
ઘેરે હાથી બાંધવા જેટલી જવાબદારી ગણાતી. આખરે, બરાડમાંથી
બાંધવાનું કાચાપોચા માણસનું ગજું નહોતું. વાહન વસાવવું એટલે
સારા પ્રમાણમાં કમાઈને આવેલા શેખાણી કરીને એક મેમણ શેઠિયાએ
આ રૂપકડી ગાડી ખરીદવાની તૈયારી બતાવી.
જે દિવસે ગાડી તથા એના સરસામાનનો કબજો
તે દિવસે ઘરમાં ઉદાસી છવાઈ ગઈ. અણસમજુ બટુક પણ એટલું
તો સમજી શક્યો હતો કે હવે પછી આ ગાડીમાં વશરામના ખોળામાં
પવાનો હતો
વેળા વેળાની છાંયડી
૮૮
www<noinclude><small>'''{{સ-મ|૮૮||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૮}}'''</small></noinclude>
m08c7o885rhb8d175tn5al0v6my5c1c
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૦
104
47132
166856
2022-08-11T03:43:25Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>બેસીને ઘોડાને ચાલ, ઘોડા, ચાલ!' કહીને ચાબુક ફટકારવાની તક
નહીં મળે. તેથી એણે સવારથી જ ધ્રુસકે ધ્રુસકે રોવા માંડ્યું હતું.
અણસમજુ પુત્રને રડતો જોઈને દુઃખથી ઘેરાયેલી લાડકોરનું પણ હૈયું
હાથ ન રહ્યું. માત્ર ઓતમચંદે સઘળી વેદના દાબી દઈને હસતે
મુખે આ અણગમતી ફ૨જ બજાવી.
ગાડી સાથે વશરામ પણ આપમેળે જ ઓતમચંદને આંગણેથી
છૂટો થતો હતો. શેખાણીએ વશરામને પોતાના ગાડીવાન તરીકે ગાડી
ખરીદતી વખતે જ રોકી લીધો એટલું એ ગરીબ માણસનું સદ્ભાગ્ય
ગણાય. વિદાય વખતે વશરામ ગળગળો થઈ ગયો. બટુકને કાખમાં
તેડીને ખૂબ ખૂબ વહાલ કર્યો ને આખરે ભારે હૃદયે એ નવા શેઠના
નોક૨ તરીકે ફરજ બજાવવા ગયો.
‘એલા એય જોયું ને, આ ઓતમચંદની બાઈ બેસી ગઈ, એ!
સંધ્ય ચિતળના પાદરની જેમ સફાચટ!'
ઓતમચંદના પલટાયેલા જીવનરંગ જોઈને ગામલોકોને ફરી વા૨
ચેષ્ટાી સૂઝી.
‘લખમી તો ચંચળ છે. ભલભલાને હાથતાળી આપી જાય.’
‘એટલે તો કીધું છે કે લખમીનો એંકાર ન કરવો. એંકાર તો
રાજા રાવણનોય નથી રહ્યો, તો ઓતમચંદ વળી કઈ વાડીનો મૂળો?’
જેનો ધણી એક દી પોતાને ખરચે ધરમશાળા ને સદાવ્રત
ચલાવતો એને પોતાને આજે સદાવ્રતમાં માગવા જાવું પડે એવા
બારીક દિવસ આવી ગયા '
‘અહીંનાં કર્યાં અહીં જ ભોગવવાનાં છે. વેપારમાં રોજ હજાર વા૨
સાચાંખોટાં ને કાળાધોળાં કરવાં પડે. એનો બદલો મળ્યા વિના રહે?”
‘એ તો દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં, ઉપરવાળા પાસે
તો ચોખ્ખો ને ચટ હિસાબ છે.’
વિઘ્નસંતોષીઓ આ રીતે રાજી થતા હતા ત્યારે કોઈ કોઈ
જીવનરંગ
૮૯<noinclude><small>'''{{સ-મ|૮૯||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૮૯}}'''</small></noinclude>
dms589qmq2n6dtdmkb0zdui6801c1ou
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૧
104
47133
166857
2022-08-11T03:43:49Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>સમદુખિયા જીવ ઓતમચંદની આપત્તિ અંગે સહાનુકંપા પણ વ્યક્ત
કરતા હતા:
‘આ તો તડકા-છાયા છે. આવે ને જાય, કદીક સાત ભાતની
સુખડી તો કદીક સૂકો રોટલો. એનો હ૨ખ પણ ન હોય ને અફસોસ
પણ ન હોય. સમતા એ સાચું સુખ સમજવું.’
‘ભાઈ, પુરુષના નસીબ આડે તો પાંદડું કહેવાય છે. નસીબમાં
હશે, તો હતું એના કરતાંય કાલ સવારે સવાયું થઈ જશે.'
૯૦
*
વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૯૦||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૯૦}}'''</small></noinclude>
oz6pnqm3j3r247e960ifo3r5vtg67xl
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૨
104
47134
166858
2022-08-11T03:44:25Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>૧૧
હું તો વાત કહું સાચી
‘ઓતમચંદ એ જ લાગનો હતો... હાથે કરીને હેરાન થયો.’
વાઘણિયેથી પાછા ફર્યા બાદ કપૂરશેઠના પ્રત્યાઘાતો આવું વલણ
પકડી રહ્યા હતા.
‘આગળપાછળનો જરાય વિચાર કર્યો નહીં ને હાથે કરીને
પાયમાલ થયો.’
‘કેટલોય સમજાવ્યો કે જમાનો બારીક આવતો જાય છે. ખાધાંજોગું
થોડુંક સગેવગે કરી દિયો, પણ છેવટની ઘડી લગી સમજ્યો નહીં
ને અંતે સંય ખોઈ બેઠો.'
પિતાના શ્રીમુખેથી વારંવાર ઉચ્ચાર પામતા આવા આઘાત-
પ્રત્યાઘાતો ચંપા મૂંગી મૂંગી સાંભળ્યા કરતી હતી.
‘એમાં આપણે શું કરીએ? આપણે તો સગાં સમજીને એને
રસ્તો દેખાડવા ગયા. પણ ઓતમચંદને તો પોતાની પાછળના શું
ખાશે એની પડી જ નહોતી. એને તો પોતાનું નાક રાખવું હતું ને!’
‘ઓતમચંદ તો સતવાદી થાવા ગયો! એને તો આ કળજુગમાં
રાજા હરિશ્ચંદ્ર થાવું છે! તો ભલે થાતો હરિશ્ચંદ્રથી સવાયો! ને ભલે
સગા દીકરાને અને નાના ભાઈને શકો૨ે લઈને ભીખ માગવી પડે!’
કપૂરશેઠ દાઝે બળ્યા આવાં વાક્યો ઉચ્ચારતા હતા અને ચંપાને
એના શબ્દે શબ્દે અંતરદાહ ઊઠતો હતો. પોતાના સસરાપક્ષ ૫૨
શી આસમાન સલતાની વીતી ગઈ એનો ચંપાને હજી પૂરેપૂરો ખ્યાલ
આવી શક્યો નહોતો. કપૂરશેઠે ક્રોધાવેશમાં ઉચ્ચારેલી છૂટીછવાયી
વક્રોક્તિઓ ૫૨થી એ એટલું જાણી શકી હતી કે ઓતમચંદે
હું તો વાત કહું સાચી
૯૧<noinclude><small>'''{{સ-મ|૯૧||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૯૧}}'''</small></noinclude>
mq7wlw7wonvlhdm8rnpcqvik4bsx832
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૩
104
47135
166859
2022-08-11T03:44:45Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>આ આપત્તિમાં અપ્રામાણિકતા આચરવાનો ઇન્કાર કર્યો હતો.
સગાંવહાલાંઓની આર્થિક સહાય સ્વીકારવાની પણ એણે ઘસીને ના
પાડી હતી. ઓતમચંદના આવા અક્કડ વલણથી કપૂરશેઠ ઉશ્કેરાઈ
ગયા હતા પણ ચંપાના અંતરમાં તો પોતાના શ્વશુ૨૫ક્ષ પ્રત્યે ઊંડો
આદર જ ઉત્પન્ન થયો હતો.
દિવસો જતા ગયા તેમ કપૂરશેઠની અસ્વસ્થતા વધતી ગઈ
અસ્વસ્થતાનું કારણ એ હતું કે ચંપાનું વેવિશાળ કર્યાને આટલા
મહિના થઈ ગયા છતાં વેવાઈઓ ત૨ફથી કપડાં-દાગીના આવ્યાં
નહોતાં. આ અસ્વસ્થતા સાથે એમનો ઉશ્કેરાટ પણ વધતો ચાલ્યો.
‘હવે એ ભિખારચોટ્ટો શું દાગીના ઘડાવવાનો હતો! ઘ૨માં ચંપાના
સમુરતાનો પ્રશ્ન ચર્ચાય ત્યારે કપૂરશેઠ ઉશ્કેરાટ અનુભવીને આખી
ચર્ચાનું ભરતવાક્ય ઉચ્ચારી નાખતા.
ચંપા છાને ખૂણે ઊભી ઊભી માતાપિતા વચ્ચેનો ખાનગી સંવાદ
સાંભળતી.
‘હવે તો ગામ આખું પૂછ પૂછ કરે છે કે ચંપાનું સમુરતું કેમ
નથી આવ્યું...?’ સંતોકબા ફરિયાદ કરતાં.
‘અરે, હું તો બજાર વચ્ચે ઊંચું માથું લઈને ચાલી નથી શકતો.’
કપૂરશેઠ કહેતા. ‘મારા વાલીડા વેપારી પણ વાતમાં ને વાતમાં
પૂછે છે: ‘કાં, વાઘણિયાવાળા વેવાઈના શું વાવડ છે? સાકરચૂંદડી
ચડાવવા કેદી આવે છે?’
‘સહુ પૂછે તો ખરા જ ને!’
‘આમાં તો આપણી ને વેવાઈની બેયની આબરૂ ભેગી રહી.
એટલે હું જેમતેમ ગોળ ગોળ જવાબ આપી દઉં, એમ એમ તો
મારા દીકરાવ વધારે ને વધારે દાઢમાં બોલતા જાય: હમણાં સોનાનો
ભાવ તેજ છે એટલે ઢાળિયો પડાવવા જતાં આપણો જ ઢાળિયો
થઈ જાય એવું છે... સોનાની દુકાનનો ઉંબરો ચડવા જેવો આ
સમો
વેળા વેળાની છાંયડી
૯૨<noinclude><small>'''{{સ-મ|૯૨||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૯૨}}'''</small></noinclude>
jia8y9u6979igxsmlx5oycnol6kntns
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૪
104
47136
166860
2022-08-11T03:45:06Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>નથી... આવાં આવાં વેણ બોલી બોલીને સહુ ચેષ્ટારી કર્યા કરે છે...’
‘કરે જ તો, પા૨કી પંચાત કોને મીઠી ન લાગે?’ વહેવા૨કુશળ
સંતોકબા કહેતાં. ‘આપણે ધીરજ ધરવી સારી. વેવાઈ પણ એના
વેતામાં જ હશે ને? ત્રેવડ થાશે કે તરત આવી પૂગશે—'
‘પણ ત્રેવડ કે’દી થાશે?’ કપૂરશેઠ તાડૂકી ઊઠતા. ‘આમ ને આમ
આપણી છોક૨ીનો અવતાર પૂરો થઈ જાશે તે દી? વરાવેલી કન્યા
આટલા દી લગણ સાકરચંદડી વિનાની રહી હોય એવું સાંભળ્યું
છે ક્યાંય દુનિયામાં?’
આ તબક્કે ચંપાને વચ્ચે બોલવાનું મન થઈ આવતું કે, ‘બાપુજી,
શા માટે ફિકર કરો છો? મારે દાગીના-ઘરેણાં નથી જોઈતાં... સોનું
પહેર્યા વિના હું શું ભૂંડી લાગું છું... પણ વડીલો સમક્ષ આવી
વાત ઉચ્ચારવાની એ ગભરુ કન્યામાં હિંમત નહોતી તેથી એ મનમાં
ને મનમાં સમસમી રહેતી.
*
દિવસે દિવસે ચંપાની માનસિક યંત્રણા વધવા લાગી. વડીલોનું
વલણ વણસતું ગયું તેમ તેમ ચંપાને ભાવિ પણ વધારે ને વધારે
અનિશ્ચિત લાગવા માંડ્યું. નરોત્તમ શું વિચારતો હશે? એને પણ
મારા જેવી જ મનોવેદના થતી હશે?... પણ એના સમાચાર તો
શી રીતે મળી શકે?...
સમાચાર! હમણાં હમણાં ચંપા ટપાલ આવવા સમયે રોજ
આતુરતાપૂર્વક ડેલીનાં બારણાં ભણી તાકી રહેતી. અલબત્ત, નરોત્તમનો
પત્ર આવવાની તો આશા જ નહોતી, છતાં કોણ જાણે કેમ એનું
વ્યથિત હૃદય ટપાલને સમયે હંમેશાં પત્રની પ્રતીક્ષા કરવા માંડતું.
‘કાં? કપૂરબાપા!...’
એક દિવસ બરોબર ટપાલને સમયે જ ડેલીનાં બારણામાં બૂમ
હું તો વાત કહું સાચી
૯૩<noinclude><small>'''{{સ-મ|૯૩||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૯૩}}'''</small></noinclude>
3v0ucf14vynenukloem7eso1593y4p7
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૯૫
104
47137
166861
2022-08-11T03:45:25Z
Meghdhanu
3380
/* Not proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="1" user="Meghdhanu" /></noinclude>પડતાં ચંપાએ રસોડામાંથી ડોક ઊંચી કરીને જાળિયામાંથી જોયું તો
ટપાલીને બદલે એક રુક્ષ ચહેરાવાળો માણસ લઘરવઘર વેશે ઊભો
હતો. ચંપા તો એને ઓળખી ન શકી પણ ત્યાં તો હિંડોળે હીંચકતા
પિતાજીએ એને ‘આવો, આવો, મકનજીભાઈ' કહીને આવકાર આપ્યો
એ ઉપરથી સમજાયું કે આ તો વાઘણિયામાં જોયેલો એ ઓતમચંદ
શેઠનો મુનીમ છે.
‘કેમ, કાંઈ ઓચિંતા જ આ તરફ?’ મહેમાનને આસન આપ્યા
પછી કપૂરશેઠે પૂછ્યું.
‘જાતો'તો ઈશ્વરિયે... દકુભાઈને ઘેર... કીધું કે કપૂરબાપાને
જેજે કરતો જાઉં...'
‘ભલે, ભલે આવ્યા... તમારું જ ઘર છે...’ કહીને કપૂરશેઠે રસોડા
ત૨ફ મોઢું ફેરવીને હુકમ છોડ્યો: ‘અરે સાંભળ્યું કે? મકનજીભાઈ
આવ્યા છે... પાટલા નાખજો...' અને પછી મહેમાનને ભોજન માટે
તૈયાર થવા સૂચવ્યું: ‘હાલો, ઊઠો, હાથમોઢું ધોઈ લો, સૂઝતા આહાર
ઉપર જ તમે આવી પૂગ્યા છો.’
જમતાં જમતાં વાઘણિયાની વાત નીકળી. ઓતમચંદ ઉપર આવી
પડેલી અણધારી આપત્તિ અંગે મકનજીએ સિફતપૂર્વક પોતાનો શોક
વ્યક્ત કર્યો. કપૂરશેઠ આ નાજુક પ્રશ્ન છેડવા નહોતા માગતા,
છતાં
પોતાના વેવાઈ વિશે સાચી હકીકત જાણવાનું કુતૂહલ પણ રોકી
શકતા નહોતા. એમણે હોશિયારીપૂર્વક આ વાત છેડી:
‘ઓતમચંદ શેઠને આટલો મોટો મા૨ કેમ કરતાં લાગી ગયો?'
વધારે પડતો પથારો કરી બેઠા એનાં આ પરિણામ,’ મકનજીએ
એક પછી એક કારણ રજૂ કરવા માંડ્યાં. ‘લાભ થાય એમ લોભ
વધે. માણસ લખપતિ હોય તો કરોડપતિ થવાનું મન થાય. ઓતમચંદ
વેળા વેળાની છાંયડી<noinclude><small>'''{{સ-મ|૯૪||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|સાચાં સપનાં||૯૪}}'''</small></noinclude>
6jbqpmlf6hyco0y7208hyefumg79ozg