વિકિસ્રોત
guwikisource
https://gu.wikisource.org/wiki/%E0%AA%AE%E0%AB%81%E0%AA%96%E0%AA%AA%E0%AB%83%E0%AA%B7%E0%AB%8D%E0%AA%A0
MediaWiki 1.39.0-wmf.25
first-letter
દ્રશ્ય-શ્રાવ્ય (મિડિયા)
વિશેષ
ચર્ચા
સભ્ય
સભ્યની ચર્ચા
વિકિસ્રોત
વિકિસ્રોત ચર્ચા
ચિત્ર
ચિત્રની ચર્ચા
મીડિયાવિકિ
મીડિયાવિકિ ચર્ચા
ઢાંચો
ઢાંચાની ચર્ચા
મદદ
મદદની ચર્ચા
શ્રેણી
શ્રેણીની ચર્ચા
પૃષ્ઠ
પૃષ્ઠ ચર્ચા
સૂચિ
સૂચિ ચર્ચા
સર્જક
સર્જક ચર્ચા
TimedText
TimedText talk
વિભાગ
વિભાગ ચર્ચા
Gadget
Gadget talk
Gadget definition
Gadget definition talk
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૨૮
104
33445
167490
167475
2022-08-21T13:21:23Z
Meghdhanu
3380
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><poem>
તે વેળ બધી મુજ ભૃંગ ને હું તો હતાં સુખરૈલમાં,
કંઈ ગોષ્ટીના પડદા ઉઘાડી પ્રેમમાં ઘેલાં હતાં;
હૃદયનો વિનિમય થતો’તો, શાન્ત રસ દ્રવતો હતો,
ને દિવ્ય ચમકારા થતા’તા હૃદય બન્નેમાં અહો!-૭
છૂટી સમાધિ હું ઊઠી સુણી હિબકતી કુમુદી આ,
પંપાળી વાંસો લ્હોઈ નીલી પર સુવાડી શાન્તિમાં;
ફરર ફર ફર ફૂંકતો ને મન્દ ગતિથી વહી જતો,
નિ:શ્વાસ વિરહિણીના સમો ત્યાં અનિલ આવ્યો શીતળો!-૮
ચડી તે પર, સુરખ સાડી ધરી, આવી ઉષા રૂડી,
અતિ શ્રમ થકી તેના અધર ને ગાલ પર લાલી હતી;
પવન તો સરકી ગયો તે એકલી રહી ઊડતી,
તારા ઝીણાની પંક્તિ તેની પાંખમાં શોભી રહી!-૯
ધ્રૂજતાં ધીમે રહ્યાં તેનાં સુનેરી પીછડાં,
ને શુક્રની ચોડી હતી રમણીય ટીલી ભાલમાં,
કદ રાક્ષસીનું પણ રહ્યું તેમાં હૃદય અતિ કોમળું,
‘તમ દંપતી સુખમાં રહો,’ તેણે મને ભેટી કહ્યું.-૧૦
પલમાં અહીં જલમાં પડી, પલમાં ગઈ નભમાં ઊડી,
કિન્તુ સુનેરી રેશમી સાડી અહીં સરકી પડી;
ધીમે ધીમે તે દિવ્ય બાલા પિગળી ગઈ કુમળી,
ને પૂર્વમાં પલ એક રઃહી શ્વેત જ્યોતિ ઝળકતી!-૧૧
જળળ જળહળ તેજગોળો લાલ ત્યાં લટકી ગયો,
તેજસ્વી તે રવિને શિરે કંઈ મુકુટ કંચનનો રહ્યો!
હું તો ઉઠી છોડી દઈ પિયુ-ભ્રમર મ્હારી બાથથી;
તે પર ફિદા આ શરીર વળી હું પ્રેમ રવિ પર ધરું અતિ!-૧૨
ફિક્કા પડેલા તારલા મેંઢાં સમા વિખરી પડ્યા,
ગોવાળ-રવિના માત્ર દર્શનથી ડરી ન્હાસી ગયા!
દંડ પ્રહર્યો એક તેણે પ્હાડ ધૂમસના ઉપર,
પળ એકમાં પિગળી ગયાં ઝાકળ તણાં શિખરે શિખર!-૧૩
વ્હાલમ ગયો રમતો અને ઉડતો બગીચે એકલો,
વેલી તણી વેણી અને વૃક્ષો મહીં છુપી ગયો;
કુંજ પેલીમાં કરે છિત્કાર તમરાં, ત્યાં ફર્યો,
ને હવે નાજુક છોડના તે ગુલ ઉપર ઘૂમી રહ્યો!-૧૪</poem><noinclude>{{block center/e}}
{{સ-મ||કલાપીનો કેકારવ/૮૧|}}</noinclude>
qdnaiptxrt812ci555c1s0bcxigwco2
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૦
104
33447
167489
129647
2022-08-21T13:20:46Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><section begin="30a" /><poem>તેને વધાવું તે થકી ને અશ્રુ છાંટું નયનનાં!-૨૨
સંયોગની પલ ટૂંકડી વીતી ગઈ સ્વપ્ના સમી,
રવિ પશ્ચિમે ડુંગર ઉપર ઊભો રહ્યો દોડી જઈ;
લંબાવી કરકિરણો જગાડ્યાં વૃક્ષ સૌ ધંધેણીને,
ને ત્યાં ઉડાડ્યાં પક્ષીઓ કુમકુમ સમું કંઈ છાંટીને!-૨૩
કોકિલ તણી કીકી સમો રસ દ્રાક્ષનો ઢોળ્યો પણે,
ને ચળકતાં ફૂલડાં ગુલાબી વેરિયાં નભમંડપે;
ત્યાં ગાર આછી ચોકમાં લીંપી રૂડી કેસર તણી,
પણ ભાનુ તો ડૂબી ગયો ને શાન્ત સંધ્યા રહી ગઈ!-૨૪
આ આભને આસમાની પરદે કિરણ સૌ રેલી ગયાં,
ને એક બાજુ વાદળીમાં નવીનરંગી થઈ રહ્યાં;
ને પણે વાદળ ગરુડ શું કનકનું લટકી રહ્યું
તે તો હવે રસ થઈ જઈ ઢોળાઈ ને પીગળી ગયું!-૨૫
ત્યાં વૃક્ષના ઘટ ઝૂંડમાં કો’ બુરજ ઊભો એકલો,
તે સ્થાનમાં ઝીણો, મધુર ગંભીર વાગે શંખ કો;
તે સૌ પ્રદેશો ઉપર ડોળા ફાડતી રાત્રિ ધસી,
અંધારપડદે છાઈ લીધું વિશ્વ પ્હોળું ક્ષણ મહીં!-૨૬
વાંસવૃન્દો આરડે ને પવન હાંફે જોરથી,
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી;
પણ ત્યાં ઊભું તટ પર દિસે કોઈ દબાયું દુઃખથી,
માનવ હશે! એના વિના આ સુખી જગતમાં કો’ દુઃખી?-૨૭
દુઃખમાં પડ્યું માનવ અને દુઃખદાહ તે પાછળ જુવે,
નહિ જ્ઞાન તેને ભાવિનું પણ કલ્પી દુઃખ ડરતું રહે;
કંઈ સ્વાર્થ, સત્તા, દંભ એવા બન્ધ તેને ફરી વળે,
સુખમય અમારી જ્ઞાતિ તેની બ્હાર તે તો ટળવળે!-૨૮
{{gap|18em}}૧૦-૧૧-૧૮૯૩</poem>
{{block center/e}}
<section end="30a" />
<section begin="30b" />{{center|<big><big>'''રસેચ્છા*''' </big></big><ref>'*ઇંગ્રેજ કવિ શેલિના એક કવ્યના ન્હાના કકડા પરથી</ref>}}
{{block center/s}}
<poem>પૃથ્વી! સમુદ્ર! પવન! પ્રિય ભ્રાતૃભાવ!
જો હોય લેશ હૃદયે મુજ ધર્મ, ને જો-</poem>
<section end="30b" /><noinclude>{{reflist}}
{{સ-મ||કલાપીનો કેકારવ/૮૩|}}</noinclude>
puwuwke07p77q9qaae66y9d7q358beg
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૧
104
33448
167491
129646
2022-08-21T13:24:57Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><section begin="31a" /><poem>સન્ધ્યા - પ્રભાત - રવિનાં કિરણો રૂડાંથી -
રંગેલ લાલ પડદા નભના સુનેરી. -૧
પુષ્પો પરે ટપકતાં સુતુષારબિન્દુ,
ને સ્નિગ્ધ પાંખ ફૂલની મકરન્દભીની,
અન્ધાર ઘોર વિધુહીન નિશાની શાન્તિ,
વા શ્વેત દૂધ સમ રેલ રૂડા શશીની. -૨
ઘેલાં વસન્તથી બનેલ મહાન વૃક્ષો,
વર્ષા કરે હરિત નાજુક જે સુગુલ્મો,
ને બર્ફના ઢગ ભરેલ તુષારકાલ-
આ સૌ મને દિલ સમાં પ્રિય હોય, ને જો- -૩
કોઈ પશુ ગરીબડું જીવજન્તુ કોઈ,
વા પક્ષી કો’ ચસકતું કદી ન્હોય દૂભ્યું,
હોઉં રહ્યો સ્વજન સૌ ગણી સાથ હું જો,
બન્ધુ! તમે હૃદય આ રસથી ભરો તો!
{{gap|18em}}૧૭-૧૨-૧૮૯૩</poem>
{{block center/e}}
<section end="31a" />
<section begin="31b" />{{center|<big><big>'''તુષાર'''</big></big>}}
{{block center/s}}
<poem>
હું છું ઊભો ગિરિ તણા શિખરે ચડીને,
કલ્લોલમાલ સમ ગીચ તુષાર નીચે -
મેદાન નીલવરણા ઉપરે ઝૂમ્યો છે :
જાણે જડ્યું સર રૂડું નભને તળે તે!
મોજાં વહે ચળકતાં ભુખરાં રૂપાળાં,
રેસા સમા રવિકરો સુરખી ભરે ત્યાં,
થંડી સમીર લહરી થકી ગોલ ઘૂમે,
ભૂરાં કબૂતર તણા જ્યમ ગોટ ઊડે!
આ મેખલા સમ ઊંચો ગિરિશૃંગ ઘેર્યો,
ત્યાં વ્હોકળા ઉપર હસ્તી સમો રહ્યો જો!
તે ખીણમાં પથરનો કરી કોટ ઊભો,
ને વૃક્ષની ઉપર તીડ સમ પડ્યો, જો!
રૂપા તણા રસ સમો જલધોધવો તે -
આ ગીચ ધૂમસ તણા મુખમાં પડે છે!
</poem>
<section end="31b" /><noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૮૪|}}</noinclude>
kxmu9eu5ezat3x1dnv8npshbx7ucuhp
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૨
104
33449
167492
129650
2022-08-21T13:29:05Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><section begin="32a" /><poem>ત્યાં પક્ષીઓ કિલકિલે પણ ના દિસે કો’:
અન્ધારમાં જગત આજ પડ્યું,અહો હો!
ત્યાં દૂર સિન્ધુ ઘૂઘવે, નદ ત્યાં મળે છે,
ત્યાં એ તુષારઢગના બુરજો ઉભા છે!
ત્યાં રાક્ષસો સમ ઊડે બહુરૂપધારી –
કાળો તુષાર નભના પડદા સુધીથી!
ત્યાં બર્ફનો અતુલ પ્હાડ પડ્યો ઢળીને,
નીચે ધસી લઈ જતો બહુ વૃક્ષને તે;
મ્હોટો કડાક કડડાટ થયો દિશામાં,
તે એ ડૂબ્યો ગરજતો ધૂમ સિન્ધુનામાં!
{{gap|12em}}૯-૧-૧૮૯૪</poem>
{{block center/e}}
<section end="32a" />
<section begin="32b" />{{center|<big><big>'''મૃત્યુ'''</big></big>}}
{{block center/s}}
<poem>મેં બાપડું રમકડું કુમળું ઉછેર્યું,
આ પ્રેમના હૃદયનો રસ પાઈ પોષ્યું;
પારેવડા સમ હતું બહુ ભોળિયું એ,
ને ગીતડું પ્રણયનું મુજ બાલુડું તે!
મ્હારી પ્રિયા હૃદયનું ફુલડું હતું એ,
પ્રીતિ તણું મન હતું, સુખિયું હતું તે;
પોઢ્યું હતું મુજ કને દિન એક કાલું,
સૌએ રડી કળીકળી ફૂલ તે ઉપાડ્યું!
લોકો કહે ‘મરી ગયું’, સમજ્યો ન હું તો;
ચાલ્યાં લઈ ‘કુસુમ’,પાછળ હુંય ચાલ્યો;
જેને કહે જન ‘શ્મશાન’ તહીં ગયાં સૌ,
મ્હારી પ્રિયા હતી પણ જનસાથમાં ત્યાં.
ત્યાં કાષ્ટના ઢગ પરે ફૂલ તે સુવાડ્યું!
લોકે કહ્યું ‘શબ’ ભલે, ‘ફૂલ’ મેં કહ્યું’તું;
મેં તો કહ્યું, ‘અરર!ભાઇ, જરાક થંભો,
આ લાડલું કઠિન અગ્નિ વતી ન બાળો!’
રે સાંભળો! પણ તહીં ભડકો ઊઠ્યો શું!
મૂર્ચ્છા તળે દુઃખ ભૂલી ધરણી ઢળ્યો હું;</poem>
<section end="32b" /><noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૮૫|}}</noinclude>
oo6sf4jkbfgk6xg1o6h88dqpb2efxfw
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૩
104
33450
167493
129652
2022-08-21T13:50:46Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><poem>તે ક્રૂર સૌ જન ગયાં નિજ ઘેર ચાલ્યાં,
આ એક જે મુજ હતી રહી પાસ તે ત્યાં.
હું તો ઊઠ્યો, સળગતું મુજ કાળજું’તું,
ઢૂંઢ્યું, ન ત્હોય નજરે મમ પુષ્પ આવ્યું;
ત્યાં દૂર વૃદ્ધ અવધૂત હતો ગુફામાં,
તેણે સુણી રુદન આવી મને કહ્યું આઃ–
“ત્હારૂં ગયું કમલ મૃત્યુ તણે બિછાને,
“ત્યાં સૌ જશે, જગત તો ભ્રમછાબડું છે;
“આ પ્રેમ શો ! રુદન શું ! દુઃખદાહ શાને?
“તું કોણ? તે સમજ, બાપ! જરા ઉભો રહે!
“ત્હારૂં ચીરે હૃદય વ્યર્થ રડી રડીને,
“ત્હારૂં ગયું ન વળશે કદિ પુષ્પ, ભાઈ!
“સ્પર્ધા કરી જલધિ વ્યોમ ભણી કૂદે છે,
“ને સૂર્ય આ લઈ ગ્રહો ફરતો ફરે છેઃ
“આવા અનેક ઉદધિ ઉછળ્યા કરે, ને —
“બ્રહ્માંડમાં રવિ મળી અણુ શા ઉડે કૈં;
“અસ્તિત્વ એ સહુ તણું નહિ હોય કો’ દિ,
'કો’ દિ’ હશે નભ બધું પરિશૂન્ય આ તો!
“ત્હોયે હતાં સહુ જ તત્ત્વ રૂપાન્તરે આ,
“કો’ એ નવું નથી થયું, નવ થાય કાંઈ;
“કો’ દિ’ વળી પ્રલયનો સહુ ભોગ થાશે,
“ત્યારેય બીજ રૂપમાં સહુ આ સમાશે!
“ત્યારેય ન્યૂન રતિભાર નહીં થવાનું,
“ને કાંઈ એ અધિક હાલ નથી થયેલું;
“દોરાય કો’ ગતિ અનન્તથી વિશ્વ આવું,
“ચીલો પડેલ પણ રાહ તણો દીસે ના!
“તે માર્ગનાં પથિક ત્હોય બધાં દિસે છે,
“છે મૃત્યુ, જન્મ, જીવવું ,સહુ ભાસ માત્ર;
“મૃત્યુથી રુદન,જન્મથી હાસ્ય શાને?
“વૈરાગ્યમગ્ન રહી આયુ ન ગાળ શાને?”</poem><noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૮૬|}}</noinclude>
s9ofv8u8yicbfwc367pdr7jb7vy2ci7
પૃષ્ઠ:Kalapino Kekarav.pdf/૩૪
104
33451
167495
129656
2022-08-21T15:23:51Z
Meghdhanu
3380
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Meghdhanu" />{{block center/s}}</noinclude><section begin="34a" /><poem>તે દિનથી મન વિરાગ ધરી રહ્યો છું,
“ને તાહરૂં સ્મરણ, મૃત્યુ! કર્યા કરૂં છું;
તું શાન્તિનું ભુવન છે, દુઃખઅન્ત તું છે!
પ્રેમે બળેલ દિલનો મધુકાલ તું છે!
તું હાસ્ય છે રુદન કે હૃદયાગ્નિ રૂપે,
ને અશ્રુના ઝરણમાં સ્થલ જ્ઞાનનું છે;
ત્હારાં સુખી ચરણમાં સહુ ઘોર ઊંધે,
ત્હોયે તને મનુજ કો’ કદિયે ન જાણે!
અન્ધાર તું, જગત જે કદી એ ન જોશે,
અંજાય વા નયન સૌ, બહુ દિવ્ય તું છેઃ
જ્યાં સૌ રડે, ખડખડી કર હાસ્ય ત્યાં તું,
ત્હારૂં અધિપતિપણું સહુ કાલ ચાલે!
રે ભાઇ મૃત્યુ! ગત કાલ બધો જ ત્હારો,
ભાવિ તણા તિમિરમાં ઉજળો તું દીવોઃ
તું, હું, પ્રિયા મુજ, સહોદરશાં રહેશું,
તે મિષ્ટ કાલ સુધી સાચવ બાલ મ્હારૂં!
{{gap|12em}}૨૦-૧-૧૮૯૪</poem>
{{block center/e}}
<section end="34a" />
<section begin="34b" />{{center|<big><big>'''પુષ્પ'''</big></big>}}
{{block center/s}}
<poem>અહો! મીઠા આત્મા! રસિક કુમળું મ્હોં તુજ હસે,
ફુલેલા અંગેથી મનહર રૂડો ગન્ધ પ્રસરે;
વસન્તી વાયે છે સમીરલહરી ગેલ કરતી,
રમી ત્હારી સાથે મધુર રવથી જાય વહતી!
શિરે ત્હારે વૃક્ષો નવીન ચળકે કુંપળ ભર્યાં,
સુતુ’તું મધ્યાહ્ન સુખમય રહ્યાં છાય ધરતાં;
હવે સંધ્યાકાલે કુસુમ સરખી મ્હોરકળીની –
કરે વૃષ્ટિ ધીમી તુજ પર ધરી વ્હાલ દિલથી!
સુનેરી દીપે છે નભ પર તળે વાદળ રૂડું,
ડૂબે નીચે પેલું ક્ષિતિજ પર ત્યાં બિમ્બ રવિનું;
તને આલિંગે છે સુકર રવિના ચુમ્બન કરી,
તરે તે આકાશે ગરક મકરન્દે તુજ થઈ!</poem>
<section end="34b" /><noinclude>{{block center/e}}{{સ-મ||કલાપીનો કેકારવ/૮૭|}}</noinclude>
fdngwtrqzkfmy1hi0nag8a9yurjey3o
સભ્યની ચર્ચા:Retired User 21082022
3
42894
167494
154966
2022-08-21T13:55:32Z
Rachmat04
1261
Rachmat04 એ દિશાનિર્દેશન છોડ્યા વગર પાના [[સભ્યની ચર્ચા:Nicholas Michael Halim]]ને [[સભ્યની ચર્ચા:Retired User 21082022]] પર વાળ્યું: Automatically moved page while renaming the user "[[Special:CentralAuth/Nicholas Michael Halim|Nicholas Michael Halim]]" to "[[Special:CentralAuth/Retired User 21082022|Retired User 21082022]]"
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Nicholas Michael Halim}}
-- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૧૩:૪૧, ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)
ly4pjuaa8b006wcvnh2kd2bu1ud0dpq
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૦
104
47080
167484
166738
2022-08-21T12:34:06Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
જાણતી જ હતી. પણ પતિને એ અંગે વાકેફ કરતાં એ અચકાતી હતી. સાળાની ગેરહાજરીથી ઓતમચંદ આટલા બધા અકળાઈ ઊઠશે એવી તો લાડકોરને કલ્પના પણ નહોતી.
{{gap}}લાડકોર કામે વળગી પણ કામમાં એનું ચિત્ત ચોટ્યું નહીં.
{{gap}}દરમિયાન દકુભાઈને તેડવા ગયેલા ટપૂ કણબીએ આવીને ઓતમચંદને સમાચાર આપ્યા:
{{gap}}‘દકુભાઈને સુવાણ નથી એટલે સૂતા છે. એણે કીધું છે કે મારી વાટ જોજો મા.’
{{gap}}પડખેના ઓરડામાં લાડકોરે આ વાક્ય સાંભળ્યું અને સગા ભાઈની આવી વિચિત્ર વર્તણૂક જાણીને એ મનમાં ને મનમાં સળગી રહી.
{{gap}}હવે લાડકોરને લાગ્યું કે પતિને સાચી હકીકતની જાણ કરવાની જરૂ૨ છે. જે વાત વહેલી કે મોડી છતી થયા વિના રહેવાની જ નથી એને હવે છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન શા માટે કરવો? આમ વિચારીને લાડકોર બહાર ઓશરીમાં આવી ત્યાં તો મકનજી મુનીમે કહ્યું:
{{gap}}‘શેઠ તો ગયા દકુભાઈને ઘેર… પગમાં પગરખાં પહેરવાનુંય ભૂલી ગયા…’
{{gap}}લાડકોર મૂંગી મૂંગી સાંભળી રહી. મુનીમ વધારે મર્માળાં વાક્યો ઉચ્ચારતો રહ્યો:
{{gap}}'પગરખાં તો ભુલાઈ જ જાય ને! દકુભાઈ પથારીએ પડ્યા છે એમ સાંભળ્યા પછી શેઠનો જીવ કેમ હાથ રહે?’
{{gap}}મુનીમ આ બધું દાઢમાંથી બોલે છે એ સમજતાં ચતુર લાડકોરને વા૨ ન લાગી. મુનીમ અને દકુભાઈ મૂળથી જ મળતિયા હતા એ હકીકત લાડકો જાણતી હતી. અને આજે સવારે બની ગયેલ બનાવની પણ દકુભાઈએ મુનીમને જાણ કરી દીધી છે. દકુભાઈની
ગેરહાજરીનું કારણ મુનીમની જાણ બહા૨ નથી જ, એ વાત લાડકોર પામી ગઈ.<noinclude><small>'''{{સ-મ|રંગમાં ભંગ||૩૯}}'''</small></noinclude>
778cz57fefgg3ftr3n2avu4ueo9vn83
167497
167484
2022-08-22T02:51:22Z
Snehrashmi
2103
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
જાણતી જ હતી. પણ પતિને એ અંગે વાકેફ કરતાં એ અચકાતી હતી. સાળાની ગેરહાજરીથી ઓતમચંદ આટલા બધા અકળાઈ ઊઠશે એવી તો લાડકોરને કલ્પના પણ નહોતી.
{{gap}}લાડકોર કામે વળગી પણ કામમાં એનું ચિત્ત ચોટ્યું નહીં.
{{gap}}દરમિયાન દકુભાઈને તેડવા ગયેલા ટપૂ કણબીએ આવીને ઓતમચંદને સમાચાર આપ્યા:
{{gap}}‘દકુભાઈને સુવાણ નથી એટલે સૂતા છે. એણે કીધું છે કે મારી વાટ જોજો મા.’
{{gap}}પડખેના ઓરડામાં લાડકોરે આ વાક્ય સાંભળ્યું અને સગા ભાઈની આવી વિચિત્ર વર્તણૂક જાણીને એ મનમાં ને મનમાં સળગી રહી.
{{gap}}હવે લાડકોરને લાગ્યું કે પતિને સાચી હકીકતની જાણ કરવાની જરૂ૨ છે. જે વાત વહેલી કે મોડી છતી થયા વિના રહેવાની જ નથી એને હવે છુપાવવાનો નિષ્ફળ પ્રયત્ન શા માટે કરવો ? આમ વિચારીને લાડકોર બહાર ઓશરીમાં આવી ત્યાં તો મકનજી મુનીમે કહ્યું:
{{gap}}‘શેઠ તો ગયા દકુભાઈને ઘેર… પગમાં પગરખાં પહેરવાનુંય ભૂલી ગયા…’
{{gap}}લાડકોર મૂંગી મૂંગી સાંભળી રહી. મુનીમ વધારે મર્માળાં વાક્યો ઉચ્ચારતો રહ્યો:
{{gap}}‘પગરખાં તો ભુલાઈ જ જાય ને ! દકુભાઈ પથારીએ પડ્યા છે એમ સાંભળ્યા પછી શેઠનો જીવ કેમ હાથ રહે ?’
{{gap}}મુનીમ આ બધું દાઢમાંથી બોલે છે એ સમજતાં ચતુર લાડકોરને વા૨ ન લાગી. મુનીમ અને દકુભાઈ મૂળથી જ મળતિયા હતા એ હકીકત લાડકોર જાણતી હતી. અને આજે સવારે બની ગયેલ બનાવની પણ દકુભાઈએ મુનીમને જાણ કરી દીધી છે. દકુભાઈની
ગેરહાજરીનું કારણ મુનીમની જાણ બહા૨ નથી જ, એ વાત લાડકોર પામી ગઈ.
{{nop}}<noinclude><small>'''{{સ-મ|રંગમાં ભંગ||૩૯}}'''</small></noinclude>
hrh9z0yzw5s33dthwzenaqo63judn4h
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૧
104
47081
167485
166739
2022-08-21T12:36:06Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{gap}}અને સવારના પહોરમાં બનેલા એ અઘટિત બનાવ બદલ લાડકોર વ્યથા અનુભવી રહી. એનું વ્યથિત હૃદય પોતાના વર્તન બદલ થોડી વિમાસણ અનુભવી રહ્યું. આજના મંગલ પ્રસંગે આવો અઘટિત બનાવ ન બન્યો હોત, પોતે ભોજાઈ સમક્ષ જે આકરાં વેણ બોલી
નાખ્યાં એ ન બોલાયાં હોત તો સારું હતું એમ લાંબો વિચાર કરતાં લાડકોરને લાગ્યું.
{{gap}}પણ હવે શું થાય? લાડકોરનાં એ આકરાં વેણ તો પણછમાંથી તીર છૂટે એમ છૂટી ગયાં હતાં. છૂટેલું તીર પાછું ખેંચી શકાય તો જ બોલાયેલાં વેણ પાછાં વાળી શકાય. છૂટેલાં તેણે પણ જે હોનારત સર્જાવાની હતી એ તો સર્જી નાખી હતી, હવે તો એના પ્રત્યાઘાતો
જ ભોગવવાના રહ્યા હતા.
{{સ-મ| | ★| }}<noinclude><small>'''{{સ-મ|૪૦||વેળા વેળાની છાંયડી}}'''</small></noinclude>
pcb9t7tsupkgiyn3rlufleg9h0f3w5i
167498
167485
2022-08-22T02:53:07Z
Snehrashmi
2103
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>
{{gap}}અને સવારના પહોરમાં બનેલા એ અઘટિત બનાવ બદલ લાડકોર વ્યથા અનુભવી રહી. એનું વ્યથિત હૃદય પોતાના વર્તન બદલ થોડી વિમાસણ અનુભવી રહ્યું. આજના મંગલ પ્રસંગે આવો અઘટિત બનાવ ન બન્યો હોત, પોતે ભોજાઈ સમક્ષ જે આકરાં વેણ બોલી
નાખ્યાં એ ન બોલાયાં હોત તો સારું હતું એમ લાંબો વિચાર કરતાં લાડકોરને લાગ્યું.
{{gap}}પણ હવે શું થાય ? લાડકોરનાં એ આકરાં વેણ તો પણછમાંથી તીર છૂટે એમ છૂટી ગયાં હતાં. છૂટેલું તીર પાછું ખેંચી શકાય તો જ બોલાયેલાં વેણ પાછાં વાળી શકાય. છૂટેલાં વેણે પણ જે હોનારત સર્જાવાની હતી એ તો સર્જી નાખી હતી, હવે તો એના પ્રત્યાઘાતો
જ ભોગવવાના રહ્યા હતા.
{{સ-મ||✽|}}<noinclude><small>'''{{સ-મ|૪૦||વેળા વેળાની છાંયડી}}'''</small></noinclude>
rge303aui2vhvywyknmqpt0uww6mxba
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૨
104
47082
167486
166740
2022-08-21T12:43:37Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude><br>
<br>
<br>
{{Float right|<big>'''૫'''</big>}}
{{સ-મ| | |<big>'''નણંદ અને ભોજાઈ'''</big> }}
<br>
<big>'''બનેલું'''</big> એમ, કે દકુભાઈની વહુ સમરથ આજે સવારના પહોરમાં
લાડકોર પાસે આવેલી. દકુભાઈ પોતે વાંઢો હતો ત્યાં સુધી તો એ માબાપ વિનાનો અનાથ છોકરો બહેન-બનેવીને આંગણે આશરાગતિયા તરીકે પડ્યો રહેતો. પણ એ મોટો થતાં ઓતમચંદે એને ભણાવ્યો-પરણાવ્યો અને કામની આવડત જોઈને જતે દિવસે વેપારમાં પણ
એક આની ભાગ કરી આપેલો. પછી દકુભાઈએ બનેવીની પડોશમાં જ નોખું ઘ૨ માંડેલું. નોખું ઘર માંડવામાં દકુભાઈની પત્નીનો કર્કશ સ્વભાવ પણ કારણભૂત હતો જ. એ કર્કશા સમરથ આજે સવારના પહોરમાં લાડકોર પાસે આવેલી અને એમાંથી જ આજની આખી
રામાયણ ઊભી થયેલી.
{{gap}}સમરથ સ્વભાવથી જ ભૂખાળવી હતી. પણ એ ભૂખાળવાપણાની સાથે એનામાં ભારોભાર મોટાઈ-ખોટી મોટાઈ-પણ હતી, એ કારણે નણંદભોજાઈ વચ્ચે ઘણી વા૨ ચકમક ઝરી જતી. ઓછું પાતર ને અદકું ભણેલ જેવી સમ૨થને વાત વાતમાં મોં મચકોડવાની, છણકા કરવાની અને ઓછું આણવાની આદત હતી. પોતાના ધણીની સ્થિતિ સામાન્ય હોવા છતાં એ હરહંમેશ નણંદના ઘરની નકલ ક૨વા મથતી, પોતાને લાડકોરની સમોવડી સમજતી અને એમાં જ્યારે જ્યારે નિષ્ફળતા મળતી ત્યારે ત્યારે નાસીપાસ થતી સમ૨થ પોતાના ઘ૨ની ૨હેણીકરણીમાં, પહેરવા-ઓઢવામાં બધી બાબતમાં લાડકોરની સરસાઈ કરવા મથતી. એક વેળા પોતાને પિય૨ જવાનું હતું ત્યારે અમરગઢ સ્ટેશને પહોંચવા માટે સમરથે વશરામને કહીને<noinclude><small>'''{{સ-મ|નણંદ અને ભોજાઈ||૪૧}}'''</small></noinclude>
kh9kr0j91yzeotrppuyb26cbnw976wh
167499
167486
2022-08-22T02:55:39Z
Snehrashmi
2103
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude><br>
<br>
<br>
{{Float right|<big>'''૫'''</big>}}
{{સ-મ| | |<big>'''નણંદ અને ભોજાઈ'''</big> }}
<br>
<big>'''બનેલું'''</big> એમ, કે દકુભાઈની વહુ સમરથ આજે સવારના પહોરમાં
લાડકોર પાસે આવેલી. દકુભાઈ પોતે વાંઢો હતો ત્યાં સુધી તો એ માબાપ વિનાનો અનાથ છોકરો બહેન-બનેવીને આંગણે આશરાગતિયા તરીકે પડ્યો રહેતો. પણ એ મોટો થતાં ઓતમચંદે એને ભણાવ્યો-પરણાવ્યો અને કામની આવડત જોઈને જતે દિવસે વેપારમાં પણ
એક આની ભાગ કરી આપેલો. પછી દકુભાઈએ બનેવીની પડોશમાં જ નોખું ઘ૨ માંડેલું. નોખું ઘર માંડવામાં દકુભાઈની પત્નીનો કર્કશ સ્વભાવ પણ કારણભૂત હતો જ. એ કર્કશા સમરથ આજે સવારના પહોરમાં લાડકોર પાસે આવેલી અને એમાંથી જ આજની આખી રામાયણ ઊભી થયેલી.
{{gap}}સમરથ સ્વભાવથી જ ભૂખાળવી હતી. પણ એ ભૂખાળવાપણાની સાથે એનામાં ભારોભાર મોટાઈ-ખોટી મોટાઈ-પણ હતી, એ કારણે નણંદભોજાઈ વચ્ચે ઘણી વા૨ ચકમક ઝરી જતી. ઓછું પાતર ને અદકું ભણેલ જેવી સમ૨થને વાત વાતમાં મોં મચકોડવાની, છણકા કરવાની અને ઓછું આણવાની આદત હતી. પોતાના ધણીની સ્થિતિ સામાન્ય હોવા છતાં એ હરહંમેશ નણંદના ઘરની નકલ ક૨વા મથતી, પોતાને લાડકોરની સમોવડી સમજતી અને એમાં જ્યારે જ્યારે નિષ્ફળતા મળતી ત્યારે ત્યારે નાસીપાસ થતી સમ૨થ પોતાના ઘ૨ની ૨હેણીકરણીમાં, પહેરવા-ઓઢવામાં બધી બાબતમાં લાડકોરની સરસાઈ કરવા મથતી. એક વેળા પોતાને પિય૨ જવાનું હતું ત્યારે અમરગઢ સ્ટેશને પહોંચવા માટે સમરથે વશરામને કહીને<noinclude><small>'''{{સ-મ|નણંદ અને ભોજાઈ||૪૧}}'''</small></noinclude>
kdnz448j025kw971s0bxjrj123s9l23
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૩
104
47083
167487
166742
2022-08-21T12:47:13Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>ઘોડાગાડી મંગાવેલી અને લાડકોરે ગાડી તો અમારા બટુક સારુ ધારી છે, તારા સારુ નહીં.’ એમ કહેવડાવ્યું ત્યારે સમરથની માખી છીંકાઈ ગયેલી અને આ ઘોર અપમાન બદલ બરોબર બે મહિના સુધી નણંદ સાથે અબોલા રાખેલા.
{{gap}}આજે સવારમાં પણ સમરથ શેઠાણી આવી જ એક ભિક્ષા કાજે ઓતમચંદને આંગણે આવેલાં. આવતાંવેંત જ એણે લાડકોર સમક્ષ પોતાની માગણી ૨જૂ કરેલી:
{{gap}}‘તમારી મોહનમાળા આજનો દી પહેરવા આપોની.’
{{gap}}‘કેમ ભલા?’ લાડકોરે પૂછેલું.
{{gap}}'મારી ડોક અડવી છે.’
{{gap}}‘મંગળ-સાંકળી છે ને?'
{{gap}}'દોરા જેવી સાંકળી તો દીઠામાંય ન આવે.’
{{gap}}‘દીઠામાં ન આવે તો દેખાડવાની એવી શું જરૂ૨ છે?'
{{gap}}‘આટલાં બધાં મહેમાનોની વચ્ચે હું ભૂંડી ન લાગું?’
{{gap}}'જેવાં હોઈએ એવાં લાગીએ એમાં શરમાવાનું શું ભલા?’ લાડકોરે પૂછ્યું. અને પછી નાદાન ભોજાઈને શિખામણ આપી: ‘ફાટ્યે લૂગડે અને દૂબળે માવતરે શરમાઈએ નહીં, સમજી?’
{{gap}}નણંદનાં આવાં શિખામણસૂત્રો કાને ધરવાની સમરથની તૈયારી નહોતી. એ વરણાગીને તો બસ, પહેરી-ઓઢીને મહાલવાનું જ મન હતું. એથી જ એણે મોહનમાળાની માગણીના સમર્થનમાં વિચિત્ર દલીલ કરી:
{{gap}}‘તમારી પાસે એક મોહનમાળા વધારાની છે એટલે માગવા આવી છું.’
{{gap}}‘વધારાનું હોય એટલું બધુંય કોઈને આપવા સારુ ન હોય, સમજી?’
{{gap}}પણ સમરથ એમ સમજી જાય એવી સમજુ નહોતી. એણે તો વધારે વિચિત્ર દલીલ કરી:<noinclude><small>'''{{સ-મ|૪૨||વેળા વેળાની છાંયડી}}{{સ-મ|નણંદ અને ભોજાઈ||૪૨}}'''</small></noinclude>
hzxl4l1hlw0hlbz0ew8ylet0kuiiugg
167500
167487
2022-08-22T02:58:19Z
Snehrashmi
2103
/* Validated */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="4" user="Snehrashmi" /></noinclude>ઘોડાગાડી મંગાવેલી અને લાડકોરે ‘ગાડી તો અમારા બટુક સારુ ધારી છે, તારા સારુ નહીં.’ એમ કહેવડાવ્યું ત્યારે સમરથની માખી છીંકાઈ ગયેલી અને આ ઘોર અપમાન બદલ બરોબર બે મહિના સુધી નણંદ સાથે અબોલા રાખેલા.
{{gap}}આજે સવારમાં પણ સમરથ શેઠાણી આવી જ એક ભિક્ષા કાજે ઓતમચંદને આંગણે આવેલાં. આવતાંવેંત જ એણે લાડકોર સમક્ષ પોતાની માગણી ૨જૂ કરેલી:
{{gap}}‘તમારી મોહનમાળા આજનો દી પહેરવા આપોની.’
{{gap}}‘કેમ ભલા ?’ લાડકોરે પૂછેલું.
{{gap}}‘મારી ડોક અડવી છે.’
{{gap}}‘મંગળ-સાંકળી છે ને ?’
{{gap}}‘દોરા જેવી સાંકળી તો દીઠામાંય ન આવે.’
{{gap}}‘દીઠામાં ન આવે તો દેખાડવાની એવી શું જરૂ૨ છે ?’
{{gap}}‘આટલાં બધાં મહેમાનોની વચ્ચે હું ભૂંડી ન લાગું ?’
{{gap}}‘જેવાં હોઈએ એવાં લાગીએ એમાં શરમાવાનું શું ભલા ?’ લાડકોરે પૂછ્યું. અને પછી નાદાન ભોજાઈને શિખામણ આપી: ‘ફાટ્યે લૂગડે અને દૂબળે માવતરે શરમાઈએ નહીં, સમજી ?’
{{gap}}નણંદનાં આવાં શિખામણસૂત્રો કાને ધરવાની સમરથની તૈયારી નહોતી. એ વરણાગીને તો બસ, પહેરી-ઓઢીને મહાલવાનું જ મન હતું. એથી જ એણે મોહનમાળાની માગણીના સમર્થનમાં વિચિત્ર દલીલ કરી:
{{gap}}‘તમારી પાસે એક મોહનમાળા વધારાની છે એટલે માગવા આવી છું.’
{{gap}}‘વધારાનું હોય એટલું બધુંય કોઈને આપવા સારુ ન હોય, સમજી ?’
{{gap}}પણ સમરથ એમ સમજી જાય એવી સમજુ નહોતી. એણે તો વધારે વિચિત્ર દલીલ કરી:
{{nop}}<noinclude><small>'''{{સ-મ|૪૨||વેળા વેળાની છાંયડી}}'''</small></noinclude>
anrweajkz1m8jtoa8p5sa8kkr3zxdg3
પૃષ્ઠ:Vela Vela ni Chhanyadi.pdf/૪૪
104
47084
167488
166743
2022-08-21T12:52:46Z
Amvaishnav
156
/* Proofread */
proofread-page
text/x-wiki
<noinclude><pagequality level="3" user="Amvaishnav" /></noinclude>
{{gap}}‘તમારા પટારામાં મોહનમાળા પડી પડી વિયાશે?’
{{gap}}‘પટારામાં મોહનમાળા વિયાશે કે નહીં વિયાશે એની પંચાત તારે શું કામ ક૨વી પડે ભલા?’ લાડકોરે જરા ઉગ્ર અવાજે પૂછ્યું. અને ફરી આ અકલમઠી ભોજાઈને શિખામણ આપવા બેઠી: ‘તારી આ ટેવ જ ખોટી છે. આપણું હોય એટલેથી સંતોષ માનવો જોઈએ, કોઈની મેડી જોઈને પોતાનું ઝૂંપડું પાડી ન નખાય, સમજી?’
{{gap}}‘પણ આટલાં બહોળાં મહીમહેમાનમાં અડવે અંગે ફરું તો એમાં મારી આબરૂ- '
{{gap}}‘આબરૂ તો મારા દકુભાઈની જેવી છે એવી છે જ, જાણે પણ છે. માગ્યો દાગીનો પહેરીશ ને નહીં પહેરે તો ઘટી નહીં જાય. સમજી ?’
{{gap}}પણ આ વખતે તો સમ૨થે કશું સમજવાને બદલે સામેથી છણકો જ કર્યો:
{{gap}}‘તમને તમારી શેઠાઈનો એંકાર આવી ગયો છે એટલે આમ ફાટ્યું ફાટ્યું બોલો છો.’
{{gap}}‘અમારું અમે જાણીએ. પણ તું તો વગર શેઠાઈએ આટલો એંકાર શેનો કરે છે એની ખબર પડે કાંઈ?’ આખરે લાડકોરે પણ સમરથને સીધી વાત સંભળાવી દીધી. 'ધણીનાં લૂગડાંમાં સાંજ પડ્યે શેર ધૂળ ભરાય ને બાઈને મોટી શેઠાણી થવાના શોખ!’
{{gap}}સમરથ આ નગ્ન સત્ય જીરવી શકી નહીં. નણંદના આ ચાબખાએ એને પોતાની કંગાલિયતનું ભાન કરાવી દીધું હતું. આંખમાં સાચાં કે ખોટાં આંસુ લાવીને એણે કહ્યું:
{{gap}}‘અમે તમારાં ઓશિયાળાં થઈને રહીએ છીએ એટલે જ આવી સંભળામણી કરો છો ને!’
{{gap}}‘કોણ તમને કહે છે કે અમારાં ઓશિયાળાં થઈને રહો?… ત્રેવડ હોય તો થાઓ ને નોખાં, ને કરો ને નોખો વેપા૨!’ લાડકોરે<noinclude><small>'''{{સ-મ|નણંદ અને ભોજાઈ||૪૩}}'''</small></noinclude>
1ax6ld0pgecb4mj6c7jxk7n835flqi7
સભ્યની ચર્ચા:Bhavanji dharod
3
47352
167496
2022-08-21T16:58:44Z
New user message
396
નવા સભ્યનાં ચર્ચાનાં પાના પર [[ઢાંચો:સ્વાગત|સ્વાગત સંદેશ]]નો ઉમેરો
wikitext
text/x-wiki
{{ઢાંચો:સ્વાગત|realName=|name=Bhavanji dharod}}
-- [[સભ્ય:Sushant savla|Sushant savla]] ૨૨:૨૮, ૨૧ ઓગસ્ટ ૨૦૨૨ (IST)
lsqcom94qzgsftub5016xlcerctnkkn